ચાંદ્રાણી ગામ ભુજથી ૪૩ કિમિ દૂર ભુજ-ભચાઉ હાઇવે ઉપર આવેલું શ્રીહરિના સમયથી પૃસાદીભુત ગામ છે. આ ગામમાં જેઠાભાઇ નામે અબોટી બ્રાહ્મણ રહેતા હતા.

Gujarati

ચાંદ્રાણીના જેઠાભાઇ અને વરખડાના ડાળનો ઘોડો

ચાંદ્રાણી ગામ ભુજથી ૪૩ કિમિ દૂર ભુજ-ભચાઉ હાઇવે ઉપર આવેલું શ્રીહરિના સમયથી પૃસાદીભુત ગામ છે. આ ગામમાં જેઠાભાઇ નામે અબોટી બ્રાહ્મણ રહેતા હતા. આ ભક્ત તો એવા કે જેણે ઇષ્ટદેવ તરીકે શ્રીહરિ નો ભગવાન પણા નો નિશ્ચય કર્યો પછી તે મનુષ્ય ચરિત્ર કરતા સાવ બાલિશતાથી વર્તન કરે તો પણ જેને તેમાં દિવ્યતાના દર્શન થતા તેવા ભક્ત હતા. જેઠાભાઇ અને કેશવજીભાઇ બંને સાથે રહેતા હતા, મહારાજ તેમના ઘરે પાંચ દિવસ રોકાયા છે, આ પ્રેમી ભક્તોના ઘરે શ્રીજીમહારાજે અદભુત મનુષ્ય લીલાઓ કરી છે. એકવખત શ્રીજીમહારાજ કચ્છના વિચરણ દરમિયાન દુધઈથી ચાંદ્રાણી ગામે પધાર્યા અને અબોટી બ્રાહ્મણ જેઠાભાઇ અને હરિભાઇને ઘેર રોકાયા, દરરોજ ચાંદ્રાણી ગામના તળાવમાં ભક્તો સાથે સ્નાન કરવા જાય, ત્યાં કિરતન ભક્તિ થાય, રમઝટ બોલે, મહારાજ પોતે તાળી વઝાડીને નારાયણ ધૂન્ય ઝીલાવે. સૌ સાથે શ્રીહરિ તળાવ મા નાહીને અવનવી લીલાઓ કરે. ત્યાં તળાવની પાળે ઘણા શૂરવીરોના પાળિયાઓ હતા, તેની નજીકમાં એક વરખડાનું ઝાડ હતું, તે ઝાડની એક વાંકી ડાળી હતી એક વાર તેની ઉપર શ્રીજીમહારાજ ઘોડો પલાણીને બેઠા, આમ વરખડાની વાંકી ડાળ ઉપર બેસીને જાણે ઘોડો ચલાવતા હોય તેમ ડચકારા કરે, લગામ પકડી હોય તેમ હાથ હલાવે, ને નાના બાળકની જેમ મનુષ્ય ચરિત્ર કરતા હોય એવો એવો હાવભાવ કરે. આ જોઇને બીજા ભક્તો હસવા લાગ્યા, પરંતુ જેઠાભાઇ તો હાથ જોડીને સામે ઉભા રહયા. જયારે શ્રીજીમહારાજ વરખડાની વાંકી ડાળી ઉપર બેસીને આવી મનુષ્ય લીલા કરતા હતા ત્યારે બીજા ભક્તોએ પૂછ્યું કે “ મહારાજ ! આ શું કરો છો ? ” એટલે મહારાજે ઘોડું ચલાવતા હોય તેવા ડચકારા કરતા કહ્યું કે “ ઘોડું હાંકીએ છીએ , પણ આ ઘોડું બરોબર હાલતું નથી “ આ સાંભળીને સૌ હસી પડયા, પરંતુ જેઠાભાઇએ હાથ જોડીને કહ્યું “એ ઘોડો તો તમે હાંક્યો એટલે હવે તે એવો હાલશે કે એને અક્ષરધામ સુધી કોઈ રોકી જ નહિ શકે ! “ એ સાંભળીને મહારાજ હસ્યા, પરંતુ બીજા ભક્તો આ વાતનો મર્મ ન સમજી શક્યા, આથી સૌ ભક્તોએ જેઠાભાઇને આ વાતનું રહસ્ય પૂછ્યું એટલે જેઠાભાઇએ તેઓને કહ્યું કે “ હવે આ વરખડાના જીવને આ બ્રહ્માંડમાંથી ભગવાનના ધામમાં જતો કોઈ રોકી જ નહિ શકે એવો પુરપાટ હાલશે “ આ સાંભળીને સૌ ખુબ આશ્ચર્ય પામ્યા. જેઠાભાઇ ને વરખડા ના જીવનુ આવું મનુષ્ય ચરિત્ર કરતા શ્રીહરિએ જોઇને બહુજ અહોભાવ આવ્યો. એ જાણી ને શ્રીહરિ એમના ઉપર ઘણા રાજી થયા.

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ ૧૧૬ કડી ૩૮માં ચાંદ્રાણીના જેઠાભાઇ અને કેશવજીભાઇ બ્રાહ્મણ ને યાદ કર્યા છે કે…. વિપૃ ભક્ત જેઠો કેશવજી, સત્સંગી સુથાર રવજી..! ભક્ત ઠક્કર કેશવજી નામ, એહાદિ રહે ચાંન્દ્રાણી ગામ..!!

હાલ પણ ચાંન્દ્રાણી ગામે એ પ્રસાદીનું તળાવ છે ને કાઠે વરખડાના ઝાડ છે. ત્યાં ભૂજ મંદિર વતિ છત્રી કરીને ચરણારવિંદ પધરાવ્યા છે.

  • કચ્છ લીલા અધ્યાય-૩૭ માંથી… 🙇🏻‍♂️🙏