ગામ કરીયાણા ના મહામુકત મીણબાઇ ના સગા થતા એ દેવુબાઇ ને એમના અંધ માતુશ્રી ગઢપુર રહેવા આવેલા. બંને સાંખ્યયોગ પાળતા હતા.
Gujarati
ગઢપુરમાં દેવુબાં અને પંદર દિવસની રીંગણા-ઉત્સવ લીલા
ગામ કરીયાણા ના મહામુકત મીણબાઇ ના સગા થતા એ દેવુબાઇ ને એમના અંધ માતુશ્રી ગઢપુર રહેવા આવેલા. બંને સાંખ્યયોગ પાળતા હતા. દેવૂબેન ને એમના માં ને ઘેલા ધાધલના ખોરડા થી આથમણી કોર જગયા હતી તેમાં શ્રીજીમહારાજે ઓતરાદા બારના ઓરડા કરાવીને રાખેલા.
એકદિવસ દેવૂબેને શ્રીહરિને થાળ જમવા પધારવા આગૃહ કર્યો તે શ્રીહરિ ને મુળજી બૃહમચારી ને સાથે સુરાખાચર પણ પધાર્યા. શ્રીહરિને ઢોલીયે બેસાડીને કુમકુમ નો ચાંદલો કરીને પૂજન કર્યું ને ચોખલે વધાવ્યા. દેવૂબેને શ્રીહરિને રુપીયા સાડા સાતસોની કિંમત નુ સોનાનું ચાંકળુ ભેટ ધર્યું એટલે શ્રીજીમહારાજ હ્સયા ને બોલ્યા કે બાં..! આ સોનાનું અમે શુ કરીશુ ? અમે તો તમારા અંતરના હેત ને વશ થાળ જમવા આવ્યા છીએ. ત્યારે દેવૂબેન બોલ્યા કે હે મહારાજ..! મારા બાપુ, બહુ લોભી હતા. એમણે આ મૂડી બચાવી બચાવીને ભેગી કરી છે. તો એમના આત્માનું રુડુ કરવા સારુ તમે ગૃહણ કરો. ભક્તવત્સલ શ્રીહરિ બોલ્યા કે દેવૂબાં..! હાલ તો શીયાળા ની ઋતુ હાલે છે તો અમે તમારા આ ઓરડે રહીને પંદર દિવસ ઘીમાં રીંગણાનુ શાક કરીને સંતોને જમાડીએ તો તમારા બાપુના જીવનો મોક્ષ થશે. એ વખતે સુરાખાચર બોલ્યા કે હે મહારાજ…! એ એમના બાપુનો મોક્ષ થશે ત્યારે પૃત્યક્ષ દેખશે કે? એમ બોલીને મહારાજ સામું હસ્યા. એટલી વારમાંતો સુરાખાચર ને એમના અંધ માતુશ્રીએ દેવૂબેનના બાપુને ચતુર્ભુજ થઇને વૈકુંઠ મા જતા જોયા. શ્રીજીમહારાજ તુરતંજ સુરાબાપુ સામું જોઇને બોલ્યા કે તમારી ઠેકડી ફળી કે કેમ ? સુરાખાચર બે હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ…! તમારા આશીર્વાદે તો ગમે એવો અધમ જીવ હોય એનું પણ કલ્યાણ થાય. એમનુ આ ચતુરભુજ સ્વરુપ જોઇને સુરાખાચર તો નૃત્ય કરીને નાચ્યા ને શ્રીહરિને ઘણા રાજી કર્યા. શ્રીહરિએ દેવુબાં અને એના અંધ માતુશ્રીને આજ્ઞા કરી કે પંદર દિવસ રાજબાઇ, લાડુબા ને ઓરડે રહો, અમારે આહી નિત્યાનંદ સ્વામી પાહે મોક્ષધર્મની કથા કરાવવી છે. પછી પંદર દિવસ સુધી મહારાજે તયા જ રોકાઇ ને મોક્ષધર્મની કથા વંચાવી ને દરરોજ ઘીમાં વૈતાંક નુ શાક કરાવીને બીજી રસોઇ કરાવીને પોતે પંડે જમીને સંતોની પંગતે પીરહીને સહુને બહુ જમાડ્યા.
પંદરમે દિવસ પૂનમ હતી, તે પૂનમ ના દિવસે મીણબાઇએ સાત વાનાની સૂખડીની રસોઇ આપી. મીણબાઇ ને દેવૂબાંએ સોનાની સાડા સાતસો રુપીયાની ચાંકળી શ્રીહરિને પહેરાવી એટલે શ્રીહરિએ કારભારી હરજી ઠક્કર ને દીધી, ને બોલ્યા કે નિત્યાનંદ મુનિને પુસ્તક લઇ આપજો. બધાય પરમહંસોને બાથ ભરીને મળ્યા ને છાતીએ ચરણારવિંદ દીધા. પૂનમના દિવસે બપોર પછી દરબારગઢ પરત પધાર્યા.
હાલ આ જગ્યા મુકતરાજ અમરા ખાચરના નવા દરબાર મા આવી ગયેલ છે.
- સદગુરુ પરમચૈતનયાનંદ સ્વામી કૃત ગઢપુરની લીલામાંથી……
🙇🏻♂️🙏