ગઢપુરમાં રાઇબાઇમાં ના ઓરડા છે ત્યાં વંડો હતો ને ત્યાં દાદાખાચર ની ભેંસો નુ ખાંડું રાખતા. પરમભકત જોધાભગત ત્યાં રહીને એની સાર સંભાળ રાખતા.
Gujarati
ગઢપુરના જોધાભગત અને કાળ સાથેનો સંવાદ
ગઢપુરમાં રાઇબાઇમાં ના ઓરડા છે ત્યાં વંડો હતો ને ત્યાં દાદાખાચર ની ભેંસો નુ ખાંડું રાખતા. પરમભકત જોધાભગત ત્યાં રહીને એની સાર સંભાળ રાખતા. શ્રીજીમહારાજ ઘણીવખત ત્યાં પધારી ને જોધાભગત સાથે હસીમજાક કરીને ગમ્મત કરતા.
એકવખત જોધાભગત માંદા થયા તે ખાટલે સુતા સુતા ગોવિંદ બાબર ને કહે કે ગોવિંદ..! મને લાગે છ મારુ આયખું હવે પુરુ થાવા આવ્યું લાગે છે. તે મહારાજ મને દર્શન દેવા આવે તો સારું..! તુ દરબારગઢ જા ને મહારાજ ને કેજે કે જોધો તમને દર્શન દેવા બોલાવે છે. ગોવિંદબાબર કહે કે હુ હાલ જ જઇને મહારાજ ને તમારા સમાચાર પહોંચાડું એમ કરીને દરબારગઢ ભણી હાલ્યા. એટલામા તો જોધાભગતે કાળને ભાળ્યો એટલે પુછયુ કે એલા તુ કોણ છો? ક્યારે કાળ કહે કે હુ તો કાળ છુ ને તમને લેવા આવ્યો છું. આ સાંભળી જોધાભગત બોલ્યા કે હુ તો સ્વામિનારાયણ પૃભુ નો ભગત છુ, માટે તારો લીધો હુ નહી આવું, એમ કહીને પોતે પુર્વે પોતાના નળકાંઠા ના ખેતરમાં ગાયની સીંહ સ્વરુપે આવેલા કાળથી રક્ષા કરી તી એ વાત કહીને કહ્યું કે મારી એક ડાંગથી તને દીશા ને લઘુ થય ગયેલું, હુ સ્વામિનારાયણ ભગવાનનો એવો આશ્રિત છુ, મારે તારા જેવા કાળનો કાંય ભાર નથી, આહી તો એ પૃભુ સાક્ષાત બીરાજે છે, ને એણે જ મને દિવ્યરુપે વર્તમાન ધરાવ્યા છે. તારો શુ ભાર કે તુ મને માર્ય? જેમ તારા હાથમા કાળદંડને પાશ છે એમ મારા પાહે પણ આ સ્વામિનારાયણ પૃભુ ની માળા ને મારી કડીયાળી ડાંગ છે. એક ઘા પડે તો તારો કાળદંડ બધુય ભાંગી જાહે..! ત્યારે કાળ કહે કે ભગત..! હુ પણ એજ પૃભુ નો જ આશ્રીત છુ ને એની સેવા મા જ છુ, હુ ભગવાન ના ભક્તો માટે દેવસ્વરુપ ને પાપી જીવને ભયંકર સ્વરુપ લાગુ છુુ. આપણે બેઉ ગુરુભાઇ છઇ, એક કામ કરો તમારે જીવવું હોય તો તમે મહારાજ ને પુછી રાખજો હુ કાલે પાછો તમને લેવા આવીશ. આમ કહી કાળ ગયો. એટલા મા ગોવિંદ બાબર ના કહેણે મહારાજ જોધાભગત ને દર્શન દેવા વંડે પધાર્યા. મહારાજ ભગત ના ખાટલે ઉભા થકા બોલ્યા કે જોધાભગત..! શુ ઇચ્છા છે? ત્યારે જોધાભગતે કાળ આવ્યા ની સર્વહકિક્ત કહી ને બોલ્યા કે હે મહારાજ…! મારે હજુ જીવવા ની ઘણી લાલચ છે ને બધી વાસના ટાળીને પછે મરવું છે. ત્યારે મહારાજ કહે કે તુ શુરવિર થઇને શુ આમ મોતથી બીએ છે..? તારા દેહની વૃતિઓ પાછી વાળ્ય. આમ મહારાજે વાત્ય કરી ત્યાતો તુરંત જ જોધાભગતે દેહને કાકવિષ્ટા તુલ્ય ભાળ્યો ને ચીસ પાડી. શ્રીજીમહારાજે માથે હાથ મુકયો ને બોલ્યા કે હવે જીવવું છે ? તો જોધાભગત બોલ્યા કે હે મહારાજ..! આ દેહ ના હાડ માંસ ના લોચા ને જોતા એ દુખનું તો મોઢે વર્ણન થાય એમ નથી..! મહારાજ કહે હવે તારે વાસના હોય ત્યાં સુધી જીવ ને સેવા કર..! જા તુ બીજા ત્રીહ વરહ જીવીશ..! અમારુ વચન વૃથા થાય નહી. પછી જોઘોભગત બોલ્યા કે હે મહારાજ કાલે ઓલો કાળ મને લેવા આવશે, તેને હુ શુ કહુ ? ત્યારે શ્રીજી મહારાજ કહે કે એને કેજે કે મને શ્રીજીમહારાજે ત્રીસ વરહ જીવવા ની આજ્ઞા આપી છે. પછે જોધાભગતને શ્રીહરિએ શ્રીકૃષ્ણભગવાન સ્વરુપે દર્શન દીધું, સર્વ ગોપ-ગોપીઓ દેખાણી, વૃંદાવનને જમુનાજી નો કાઠો દેખાણો ને ત્યાં પોતે ગોપ હતો એ પુરવાશ્રમ દેખાણું. પોતે શ્રીકૃષ્ણ ભગવાન વૃંદાવનમાં રાસમંડળ રમેલા હતા એ પણ ભાળ્યું. બધાને આ સર્વે હકિકત કહી સંભળાવી. થોડીવાર શ્રીજીમહારાજ વળી પાછા દરબારગઢ પધાર્યા. બીજે દિવસ ફરીને કાળ આવ્યો એટલે જોધાભગતે એમને ત્રીહ વરહે આવવાનું શ્રીજીમહારાજ નુ વચન કહ્યું એટલે પૃણામ કરીને ચાલ્યો ગયો. પોતે બીમારી માથી સાજા થયા ને બીજા ત્રીહ વરહ હેમખેમ જીવ્યા ને પછે અક્ષરધામ સીધાવ્યા. જોધાભગત કાયમ કહેતા કે શ્રીહરિએ ત્રીહ વરહની મુદત દીધી છ ને એટલા મા મારે મારુ કામ કરી લેવુ છે.
- સદગુરુ શ્રી પરમચૈતનયાનંદ સ્વામી કૃત ગઢપુર ની લીલામાંથી….
🙇🏻♂️🙏