ગામ કરીયાણા મા દરબાર દાદાખાચર કરીને એક સારા હરિભક્ત હતા. પોતાને મોટી ખેતીવાડી હતી.
Gujarati
કરીયાણાના દાદાખાચર અને પીઠવડીના રામજી પટેલ
ગામ કરીયાણા મા દરબાર દાદાખાચર કરીને એક સારા હરિભક્ત હતા. પોતાને મોટી ખેતીવાડી હતી. રોજ સાંજ સવાર મંદિરે ઠાકોરજીના દર્શન કરીને જ પોતાના ખેતીકામ વગેરે મા જતા. એમણે રોજ પાંચસો તપની માળા કરવા નુ નિયમ લીધેલું. પોતાની નિયમની તપની માળા કરે ને પછે રોજ મંદિરે ઠાકોરજીની ધાતુની મુર્તી નુ શોડ્પચારથી પૂજન કરે. પછી જ પોતાનું જ નિત્ય કામકાજ કરે. પોતે એવા નિરમાની હતા કે કોઇ ભગવાન ના ભક્ત મળે તો નીચા નમીને પૃણામ પણ કરતા. એકવખત બાજુના ગામ ખસ નો કન્હીરામ નામે બાવો હતો એ ચાર ધામની જાત્રા કરીને કરીયાણા ગામે આવ્યો. કન્હીરામ બધાને ગંગાજળ દેતો ને ધૃંઠની (એક જાતનું ખડ) કંઠીઓ બધાને બાંધતો. આ બાવો દાદાખાચર ને કંઠી બાંધવાના હેતુ થી એમના ઘરે પણ આવ્યો. એ સમયે દરબાર દાદાખાચર સવારની ઠાકોરજીની પુજા કરતા હતા. પુજા પરવારી ને એમણે પોતાના નિયમના ૧૦૮ દંડવત કર્યા પણ કન્હીરામ તો વાટ જોઇને બેઠો. દરબાર પોતાના પુજાપાઠ ના નિત્યકૃમ માથી પરવારી ને નવરા થયા એટલે એ બાવો એમને કંઠી પેરાવવા તૈયાર થયો.
ત્યારે દરબાર દાદાખાચર કહે કે આ માથું હવે જેના તેના સામે ન નમે, મારા ગળામાં તો પૃગટ પુરુષોતમનારાયણ ની કંઠી છે ને હુ એ પૃગટ નારાયણ નો ઉપાસક છુ. હવે તો આ ગળું કપાય જાય તો પણ એ કંઠમાં બીજી કંઠી ન આવે. તારે કંઠી બાંધવી જ હોય તો મારા પગના ઢીંચણે બાંધી દે, તારુ કલ્યાણ થઇ જાશે. મારા ઢીંચણે કંઠી બાંધીશ તોય તારુ કલ્યાણ પાકું જ થઇ જાહે એમા કોઇ સંશય નય રેય.
આમ દરબારના અડગ નિર્ણય થી કન્હીરામ બાવો તો કરીયાણા ગામ મુકી ને વયો ગયો.
ગામ પીઠવડી ના રામજી પટેલ સંતોના વિચરણ થી સારા સત્સંગી થયા. પોતે પંચવર્તમાન પુરા પાળતા. એકવખત ગામનો પૃાન્ત અધિકારી ગામને ચોરે આવ્યો. રામજી પટેલ ને એનો નાનો છોકરો બેઉ ગામના ચોરે ગયા. પટેલ ને છોકરાના કપાળ મા તિલક ચાંદલો જોઇને અધિકારી ને ગુણ આવ્યો ને બોલ્યો કે આ ચાંદલો કરયે જ તમારા દેહના કલ્યાણ થય ગયા. ત્યારે રામજી પટેલ નો નાનો એવો છોકરો અધિકારી સાથે વાત કરતા બોલ્યો કે ખાવા થી શરીરના ને તિલક ચાંદલો કરયે જીવના કલ્યાણ થાય છે. એમ થોડી વાતો કરી. રામજી પટેલના છોકરાએ સાહજીકતાએ પૃાન્ત અધિકારી ને પુછયુ કે જીવ કેવો હોય? ત્યારે અધિકારી બોલ્યો કે જીવ તો તીડ જેવો હોય..! આ સાંભળીને છોકરો બોલ્યો કે સાબ..! જીવ તો અજર છે, અમર છે, બળતો નથી, તપતો નથી, છેદાતો નથી ને ભવોભવ ના કરેલા કર્મના ગુણે યુક્ત હોય..! આ સાંભળતા જ પૃાન્ત અધિકારી ખુશ થયો ને બોલ્યો કે રામજી પટેલ..! છોકરાને બુદ્ધી ઘણી સારી છે. ત્યારે રામજી પટેલ કહે કે સતપુરુષ ના સમાગમથી આવી બુદ્ધી થઇ છે.
- શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર માંથી… 🙇🏻♂️🙏