સત્સંગમાં શુરવિર પાર્ષદ ભગૂજી એટલે શ્રીહરિના અંગભૂત સેવક, તેઓ પુર્વે મારવાડના હતા. પોતાનું નામ ભગવતસીંહજી હતું.
Gujarati
શૂરવીર પાર્ષદ ભગૂજી અને ગઢપુરનું ધિંગાણું
સત્સંગમાં શુરવિર પાર્ષદ ભગૂજી એટલે શ્રીહરિના અંગભૂત સેવક, તેઓ પુર્વે મારવાડના હતા. પોતાનું નામ ભગવતસીંહજી હતું. એમના મોટાભાઇ ગામના રાજા હતા. અબળા સ્ત્રીને બચાવવા પોતાના સગા ભત્રીજાને પણ મારતા તેઓ અચકાયા નહોતા. પોતે ગઢપુર આવ્યા ને શ્રીહરિ પાસે પોતાનો પશ્ચાત્તાપ કરીને પોતાના ગુનાની માફી માંગી. શ્રીહરિએ એમને ગઢપુરમા એમના હજૂરી પાર્ષદ તરીકે જીવનભર સેવામા રાખ્યા. એમની નિર્માનીભાવે નિખાલસ સેવા, નિષ્કામભાવ ઉપર શ્રીહરિ કાયમ ઓળઘોળ રહેતા.
ભગૂજી મુળ મારવાડના હતા ને સદગુરુ બૃહ્માનંદ સ્વામી પણ પુરવાશ્રમ મા મારવાડના હતા એટલે એમને એ ન્યાયે બહુજ આત્મિયતા હતી. પોતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસે કાયમ ગુરુભાવે શ્રીહરિનો મહીમાં શીખતા. એકવખત ભગૂજીએ કાંઇક વાતચીત કરતા સદગુરુ બૃહ્માનંદ સ્વામીને પુરવાશ્રમ ના નામે લાડૂદાનજી તરીકે ભૂલથી બોલાવાઇ ગયું. બ્રહ્માનંદ સ્વામી મનમા હસ્યા ને કશુંય એમને બોલ્યા નહી. બીજેદીવસે સ્વામીએ ઉપવાસ કર્યો. ભગૂજીને આ વાત ની ખબર પડતા પારાવાર પસ્તાવો થયો ને રડતા રડતા સત્સંગની માં એવા સદગુરુ મુકતાનંદ સ્વામી ને આસને ગયાને પોતાની ભૂલનું પૃાયશ્ચીત કરવા ઉપાય માંગ્યો. સ્વામીએ એમને ધીરજ આપી પછી ભગૂજી બોલ્યા કે પોતાની વાણીની ભૂલથી આવડા મોટા સંતને ઉપવાસ થયો એ વાત એમને બહુ ખટકે છે. સદગુરુ મુકતાનંદ સ્વામી કહ્યુ કે તમે બૃહ્માનંદ સ્વામીના આસને જઇને દંડવત કરીને માફી માંગી લેજો. ભગૂજીએ સ્વામીને એકસો આઠ દંડવત કરીને માફી માંગેલી. બીજેદિવસે મહારાજને પણ એકસો આઠ દંડવત કર્યા.
ભગૂજી નો શરીરે મજબૂત બાંધો, શુરવીર ને બળૂંકા હતા એટલે દાદાખાચરના ગરાસની જમીનનુ ધ્યાન રાખતા એ માંયલા પાર્ષદો મા પોતે મુખ્ય હતા. એકવખત ખબડ ને મતારો બેઉ ભાઇએ ભગૂજીને મારવાનું પૃણ લીધું. એ વખતે માંડવધાર ને રામપરાની સીમમાં દાદાખાચરની જમીનનુ ભગૂજી વગેરે શુરવિર પાર્ષદો ધ્યાન રાખતા હતા. શ્રીહરિએ દાદાખાચર ને પુછયુ કે ભગૂજીની સાથે કોણ છે? ત્યારે દાદાખાચર કહે કે હે મહારાજ..! માનોજી ને કેસરીજી..! ત્યારે મહારાજ કહે કે બરાબર છે, એ બેઉ તો ખભે ભરેલ તેલનું કોડીયુ મુકયુ હોય તો કોડિયાની વાટ ને વીંધી નાંખે પણ કોડિયાનું તેલ ઢોળાવા ન દેય એવા બેઉ છે. બીજા કોણ છે? ત્યારે દાદાખાચર કહે કે હે મહારાજ..! રતનજી છે. શ્રીજીમહારાજ બોલ્યા કે એ પણ એવા જ ભારે શુરવિર..! રણમાં પડે ત્યારે જેમ ભેંહ માંદણા (માંદણુ એટલે થોડા પાણી વાળા ખાડ્ય મા ભેંસો બેસતા જે ગારો થાય તે) માંથી છૂટી પડે એમ એક એક ને છૂટા પાડીને વધેરી નાંખે એવા કુશળ છે. વળી શ્રીહરિ એ પુછયુ કે બીજા કોણ છે? ત્યારે દાદાખાચર કહે કે મિયાંજી ને લાખોજી..! ત્યારે શ્રીજીમહારાજ કહે કે એ બેઉ પણ ખરા નિશાનબાજ..! એમના નિશાન ખાલી જાય જ નહી..! એ સિવાય કોણ કોણ છે? ત્યારે દાદાખાચર બોલ્યા કે વીરોજી, દેવોજી, ભીમોજી, ગુમાનજી, બેચર ચાવડો, ધનોજી અને નથુજી છે. શ્રીજીમહારાજ બાકી બધાયના નામ સાંભળતા જ ઘણા રાજી થયા ને બોલ્યા કે આ તેર શુરવિરો તો સામે તેરસો ઉભા હોય તો પણ રણમેદાનમા ભારે પડે એવા છે. અમારા હારુ પણ ઢાલ તલવાર, ભાલો ને બખ્તર તૈયાર રાખજો. ધીંગાણા ના ઢોલ વાગી રહ્યા છે. અમારે પણ કાલે ત્યાં જાવુ છે. અમે જાશુ તો અમારુ રૌદ્રરુપ જોઇને એમને પણ શૂરાતન ચડશે. ત્યારે દાદાખાચર બોલ્યા કે અરે મહારાજ..! આપને તે કાય જાવાનું હોય..! અમે હજુ કયા મરી પરવાર્યા છીએ..! આપના કૃપાબળથી તો અમારે ઝઝુમવાનુ છે.
બે દિવસ કેડ્યે ખબડ ને મતારા વગેરે સાથે ધિંગાણું થયું. શુરવિર ભગૂજીએ એ ઘાયલ થવા છતા ભેંટવાળીને એક તલવારના ઘાએ ખબડને ઘોડા સહિત વધેરી નાંખ્યો. પાર્ષદોની જીત થઇ. સૌ ઘાયલ પાર્ષદો ને ગઢપુર લાવી ને શ્રીજીમહારાજ કાયમ પાર્ષદોને ખાટલે જઇને સૌને દર્શન દઇને બધાય પાર્ષદોની ચાકરી કરાવતા. શ્રીહરિ બધા જ પાર્ષદો ઉપર ખુબ રાજી થયા ને કાયમ પોતાની સેવામાં સાથે રાખ્યા.
- માળાનાં મણકાં - ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી…
🙇🏻♂️🙏