ભીમભાઈ (ભીમભક્ત) શ્રીજીમહારાજના હજૂરી પાર્ષદ હતા. પોતે મહારાજની સવારી વખતે હંમેશાં બંદૂક ખભે રાખી આગળ-પાછળ સુરક્ષામાં ચાલતા.

Gujarati

ભીમભક્તનો હડૂલો અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો વિનોદ

ભીમભાઈ (ભીમભક્ત) શ્રીજીમહારાજના હજૂરી પાર્ષદ હતા. પોતે મહારાજની સવારી વખતે હંમેશાં બંદૂક ખભે રાખી આગળ-પાછળ સુરક્ષામાં ચાલતા. એક વખત રસ્તામાં ભીમભક્તથી અજાણતાં માનકી ઘોડીના કાન પાસે જ બંદૂકનો જોરદાર ભડાકો થઈ ગયો! અચાનક અવાજથી માનકી ઘોડી ભડકી અને તોફાન કરતાં શ્રીજીમહારાજ ઘોડી પરથી હેઠા પડ્યા. મહારાજે નારાજ થઈ ભીમભક્તની બંદૂક પછાડી ભાંગી નાખી અને તેમને હજૂરી સેવામાંથી દૂર કરી દીધા!

ભીમભક્તને ભારે પશ્ચાત્તાપ થયો. પ્રભુના વિયોગમાં તેમણે ત્રણ દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કરી ઉપવાસ કર્યા. ચોથે દિવસે સવારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઘેલા નદીએ સ્નાન કરતા હતા ત્યાં જઈ ભીમે રડતાં રડતાં પ્રાર્થના કરી, “સ્વામી! મહારાજનાં દર્શન વિના હું જીવી નહીં શકું, મને માફી અપાવો!” દયાળુ સ્વામીએ કહ્યું, “આજે સાંજે હું અને મહારાજ ઘેલાના ખળખળિયામાં જળક્રીડા કરતા હોઈએ ત્યારે તું દર્શન કરી દંડવત કરવા લાગજે.”

સાંજે શ્રીહરિ સંતો સાથે ઘેલામાં સ્નાન અને જળક્રીડા કરતા હતા. ભીમભક્ત કિનારે આવી સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીએ ડાબે હાથે શ્રીજીનું કાંડું પકડ્યું અને જમણા હાથે પાણીથી ભરેલું મોટું તુંબડું ઉપાડી પથ્થર પર એવું પછાડ્યું કે તોપ જેવો મોટો ભડાકો થયો! સ્વામીએ કરડી આંખ કરી ભીને પોતિયે ભીમ પાછળ દોડી તેને પકડી આણ્યા અને રમુજી કવિત (હડૂલો) લલકાર્યો:

ભીમ ભડાકા કિયા ઘોડીકે કાનમેં....!
તબ ખીજે કરતાર આયે બહુ તાનમેં....!
લીનિ હાથ બંદૂક પછાડી પાનમેં...!
ભીમ તેરા નહિં કામ ચલ્યા જા રાનમેં...!
ચલ્યા જા રાનમેં... ચલ્યા જા રાનમેં.... ચલ્યા જા રાનમેં!

તુંબડું ફૂટવાનો તોપ જેવો અવાજ અને કદાવર સ્વામીની આવી રમુજી મુખાકૃતિ જોઈ શ્રીજીમહારાજ ખડખડાટ હસી પડ્યા! પ્રભુ બોલ્યા, “સ્વામી! ફરી એકવાર ભીમને પકડી લાવી હડૂલો બોલી તુંબડું ફોડો!” સ્વામીએ ફરી ભીમ પાછળ દોડીને બીજું તુંબડું ફોડ્યું. સમગ્ર ઘેલા નદીના કોતરોમાં પડઘા પડ્યા અને વૃક્ષો પરથી મોરલા બોલી ઊઠ્યા!

ત્રણ વખત આવો નિર્દોષ વિનોદ કરાવી બ્રહ્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂર્ણ રાજી કર્યા. શ્રીહરિએ હસતાં હસતાં ભીમભક્તને બાથમાં લઈ ક્ષમા આપી દીધી. મહારાજે દરબારમાં લઈ જઈ મહામુક્ત જીવુબા પાસે ભીમભક્તને સ્વાદિષ્ટ ભોજન કરાવી પારણું કરાવ્યું અને દાદાખાચર પાસેથી નવી બંદૂક પણ અપાવી પુનઃ હજૂરી સેવામાં સ્થાપ્યા!

  • સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જીવનકવન માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

भीमभक्त का हडूला और सद्गुरु ब्रह्मानंद स्वामी का विनोद

भीमभाई (भीमभक्त) श्रीजी महाराज के अंतरंग अंगरक्षक (पार्षद) थे। जब कभी महाराज की सवारी निकलती, वे कंधे पर बंदूक रखकर सुरक्षा हेतु आगे-पीछे चलते थे। एक बार मार्ग में असावधानीवश भीमभक्त की बंदूक से मानकी घोड़ी के कान के समीप ही भीषण धमाका हो गया! धमाके से मानकी बुरी तरह बिदक गई और श्रीजी महाराज अचानक नीचे गिर पड़े। क्रोधित होकर महाराज ने भीमभक्त की बंदूक छीनकर पत्थर पर पटक दी और उन्हें अपनी सेवा से निष्कासित कर दिया।

भीमभक्त को असह्य पश्चात्ताप हुआ। प्रभु-वियोग की अग्नि में जलते हुए उन्होंने तीन दिनों तक अन्न-जल त्यागकर उपवास किया। चौथे दिन प्रातः जब सद्गुरु ब्रह्मानंद स्वामी घेला नदी में स्नान कर रहे थे, तो भीम ने रोते हुए गुहार लगाई, “हे स्वामी! प्रभु के दर्शन बिना मेरे प्राण निकल जाएँगे, कृपा कर मुझे क्षमादान दिलाइए!” दयालु स्वामीजी बोले, “सायंकाल जब हम और महाराज घेला के गहरे प्रवाह (खलखलिया) में जलक्रीड़ा कर रहे होंगे, तब तुम किनारे आकर दंडवत करना।”

सायंकाल जब जलक्रीड़ा चल रही थी, भीमभक्त ने किनारे पहुँचकर ‘जय स्वामीनारायण’ कहते हुए दंडवत आरंभ किया। उसी क्षण ब्रह्मानंद स्वामी ने बाएँ हाथ से श्रीजी महाराज की कलाई थामी और दाएँ हाथ से जल से भरा भारी तूंबड़ा (कमंडल) उठाकर पत्थर पर ऐसा पटका कि तोप जैसा गगनभेदी धमाका हुआ! स्वामीजी ने कृत्रिम क्रोध का अभिनय करते हुए गीली धोती में भीम को पकड़ने के लिए दौड़ लगाई, उसे खींचकर महाराज के सम्मुख खड़ा किया और हास्य रस से परिपूर्ण ‘हडूला’ कविता का उच्च स्वर में गान किया:

भीम भड़ाका किया घोड़ीके कानमें....!
तब खीझे करतार आये बहु तानमें....!
लीनि हाथ बंदूक पछाड़ी पानमें...!
भीम तेरा नहिं काम चल्या जा रानमें...!
चल्या जा रानमें... चल्या जा रानमें.... चल्या जा रानमें!

तूंबड़ा फूटने का प्रचंड शब्द और महाकाय स्वामीजी की यह अनोखी चेष्टा देखकर श्रीजी महाराज ठहाका मारकर हँस पड़े! महाराज बोले, “स्वामी! एक बार पुनः भीम को पकड़कर हडूला सुनाइए और तूंबड़ा फोड़िए!” स्वामीजी ने तीन बार जल-तूंबड़ा फोड़कर नदी तट को गुंजायमान कर दिया।

इस बालसुलभ निर्दोष विनोद से श्रीजी महाराज का संपूर्ण रोष विलीन हो गया। प्रभु ने भीमभक्त को गले लगाकर अभयदान दिया। महाराज उन्हें दरबार ले गए, पूज्य जीवूबा से कहकर सुंदर भोजन करवाकर उनका व्रत खुलवाया और दादा खाचर से एक नई बंदूक भेंट करवाकर पुनः अपनी निजी सेवा में नियुक्त कर लिया।

  • सद्गुरु ब्रह्मानंद स्वामी जीवन-चरित्र से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Bhim Bhakat’s Hadulo and Sadguru Brahmanand Swami’s Divine Humor

Bhimji (Bhim Bhakat) served as Bhagwan Swaminarayan’s personal bodyguard and attendant (parshad), faithfully carrying a loaded matchlock musket to ensure security whenever Maharaj traveled on horseback. On one journey, Bhim inadvertently discharged his musket inches away from the ear of Maharaj’s mare, Manki! Terrified by the deafening blast, the fiery mare bucked violently, throwing Shriji Maharaj to the ground. In a flare of anger, Maharaj snatched the musket, smashed it against a rock, and banished Bhim from His personal attendance!

Stricken with utter grief and remorse, Bhim Bhakat refused food and water, fasting for three days in self-reproach. On the fourth morning, he approached Sadguru Brahmanand Swami as the poet-saint was bathing in the Ghela river. Weeping inconsolably, Bhim pleaded: “Swami, without Maharaj’s darshan I cannot survive! Please intercede on my behalf.” Moved with compassion, Swami instructed: “This evening, while Maharaj and I are engaged in water sports in the deep Khalkhaliya pool of the river, come to the bank and perform prostrations.”

In the evening, as Shrihari and Brahmanand Swami were joyfully splashing water in the river, Bhim arrived on the rocky bank and began offering prostrations. Seizing the moment, Brahmanand Swami grasped Shrihari’s wrist with his left hand, lifted a massive water-filled dried gourd (tumbdu) with his right hand, and hurled it violently against the rocks, detonating a sonic boom that echoed like a cannon shot! Feigning stern fury, the massive poet-saint sprinted out of the water in his dripping dhoti, dragged the trembling Bhim before Maharaj, and bellowed his uproarious improvised Hadulo poem:

Bhim bhadaka kiya ghodi ke kaan me....!
Tab kheejhe Kartaar aaye bahu taan me....!
Leeni haath bandook pachhadi paan me...!
Bhim tera nahin kaam chalya ja raan me...!
Chalya ja raan me... chalya ja raan me.... chalya ja raan me!

(Bhim fired a blast right in the mare’s ear! The Creator flew into righteous rage! He seized the musket and smashed it on the stone! Bhim, your job is finished—run off into the wilderness!)

The explosive blast of the bursting gourd coupled with the comical, theatrical fury of the colossal swami threw Shriji Maharaj into uncontrollable fits of laughter! Wiping tears of mirth from His eyes, Maharaj exclaimed, “Swami! Fetch Bhim once again and shatter another gourd!” Swami chased Bhim through the shallows two more times, shattering water-filled gourds until the entire river valley reverberated with the explosive roars and peacocks cried out from the trees.

Through this innocent, affectionate humor, Brahmanand Swami melted away all divine displeasure. Maharaj warmly embraced Bhim Bhakat, granting him complete forgiveness. Leading him back to the royal court, Maharaj instructed devotee Jivuba to prepare a feast to break Bhim’s three-day fast, procured a brand new musket for him from Dada Khachar, and reinstated him as His beloved personal bodyguard.

  • From Life and Works of Sadguru Brahmanand Swami… 🙇🏻‍♂️🙏