ગઢપુરમાં દોસાજી દવે નામે હરિભક્ત રહેતા હતા જે હરજીવન દવેના ભાઈ હતા. હરજીવનભાઈના સત્સંગ જોગથી તેમને પણ શ્રીજીમહારાજનો દ્રઢ નિશ્ચય થયો હતો.
Gujarati
ગઢપુરના દોસાજી દવેનો પૂર્વજન્મ અને શ્રીહરિની કૃપા
ગઢપુરમાં દોસાજી દવે નામે હરિભક્ત રહેતા હતા જે હરજીવન દવેના ભાઈ હતા. હરજીવનભાઈના સત્સંગ જોગથી તેમને પણ શ્રીજીમહારાજનો દ્રઢ નિશ્ચય થયો હતો. ભક્તરાજ દોસાજી દવે કાયમ દાદાના દરબારમાં સંતોની સેવા અને સમાગમ કરતા.
એક વખત તેમને લાંબા સમય સુધી સખત તાવ આવ્યો. અનેક ઔષધો કરવા છતાં તાવ ન ઊતર્યો, એટલે તેઓ દાદાખાચરના દરબારમાં ગયા. શ્રીજીમહારાજ ઉગમણા બારની ઓસરીએ બિરાજતા હતા ત્યાં જઈ પ્રણામ કરી પ્રાર્થના કરી, “હે મહારાજ! આ અસહ્ય તાવમાંથી મને મુક્ત કરો.” મહારાજે મંદ હસીને તેમની સામે દ્રષ્ટિ કરી, ત્યાં તો ચમત્કાર થયો—ક્ષણવારમાં જ તાવ સાવ ગાયબ થઈ ગયો! મહારાજે પૂછ્યું, “ગોર મહારાજ! હવે કેમ છે?” દોસાજી બોલ્યા, “મહારાજ! હવે તો સાવ સાજોનરવો છું!” પ્રભુના દર્શનમાત્રથી વર્ષોનો રોગ શમી ગયો.
એક વખત પિતાના શ્રાદ્ધ નિમિત્તે દોસાજી દવેએ શ્રીજીમહારાજ અને સંતોને પોતાના ઘરે પધરાવી પૂજન કર્યું અને ભાવથી થાળ જમાડ્યો. ભોજન બાદ દોસાજીએ હાથ જોડી વિનંતી કરી, “હે પ્રભુ! મને અંતરમાં એવો ભાસ થાય છે કે હું આપને બહુ જૂના કાળથી ઓળખું છું, પણ તે રહસ્ય સમજાતું નથી; કૃપા કરીને મને સત્ય સમજાવો.” શ્રીહરિએ રહસ્ય ખોલ્યું, “દોસાજી! ઘણા જન્મો પૂર્વે તમે રાક્ષસ કુળમાં હતા. પ્રહ્લાદજીના પુત્ર વિરોચન અને વિરોચનના પુત્ર રાજા બલિ હતા; તે સમયે તમે મહારાજા બલિના મિત્ર રાક્ષસ હતા. જ્યારે અમે વામન સ્વરૂપે બલિરાજાના યજ્ઞમાં પધારેલા, ત્યારે તમે અમારાં દર્શન કરેલાં. પરંતુ અસુરભાવને લીધે તમે અમને પરબ્રહ્મ તરીકે ઓળખી ન શક્યા. તે વામન ભગવાનનાં દર્શનના પુણ્યપ્રતાપે આજે તમને અમારો આ સાક્ષાત્ મનુષ્ય જોગ મળ્યો છે! જુઓ, તે સમયે તમારું કેવું સ્વરૂપ હતું!”
એટલું કહેતાં જ દોસાજીને સમાધિ થઈ ગઈ! સમાધિમાં તેમને પોતાના પૂર્વજન્મના વિશાળ રાક્ષસ દેહનાં પ્રત્યક્ષ દર્શન થયાં. જાગૃત થઈને દોસાજી મહારાજના ચરણોમાં ઢળી પડ્યા અને આંખમાં આંસુ સાથે બોલ્યા, “હે કૃપાનિધિ! ક્યાં પેલો ભયાનક તામસી રાક્ષસ દેહ અને ક્યાં આપનો આ પરમ પવિત્ર સત્સંગ! હવે કૃપા કરી મને આ ભવસાગરમાંથી ઉગારી આપના અક્ષરધામમાં અખંડ સેવા આપો!” શ્રીહરિએ કહ્યું, “સંતોનો સંગ કરી અંતરના બાકી રહેલા વાસનાના અંશો બાળી નાખો, એટલે અમે તમને અક્ષરધામ તેડી જઈશું.” દોસાજીએ તત્કાળ સર્વ સંસારી વ્યવહાર પુત્રો અને ભાઈને સોંપી દીધો. દાદાના દરબારમાં રહી અહર્નિશ સંતોની સેવા કરી નિર્વાસનિક બન્યા અને અંતકાળે પ્રભુના ધામને પામ્યા.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૨, કડી ૫૦માં ગાયું છે:
દ્વિજ મકન કુરજી નામ, ભગો બેચર ને લખીરામ..!
રામચંદ્ર ને રત્નેશ્વર, હરજીવન ડોસો જાગેશ્વર...!!
- આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ રચિત ‘શ્રીદુર્ગપુર માહાત્મ્ય’માંથી… 🙇🏻♂️🙏
Hindi
गढ़पुर के दोसाजी दवे का पूर्वजन्म और श्रीहरि की कृपा
गढ़पुर में दोसाजी दवे नामक एक निष्ठावान भक्त रहते थे, जो हरजीवन दवे के भ्राता थे। हरजीवनभाई के पावन सत्संग से उन्हें भी भगवान स्वामीनारायण की अनन्य निष्ठा प्राप्त हुई थी। भक्तराज दोसाजी नित्य दादा खाचर के दरबार में संतों की सेवा और समागम में लीन रहते थे।
एक बार वे लंबे समय तक भीषण ज्वर (बुखार) से पीड़ित रहे। अनेक औषधियों के बाद भी जब ताप शांत न हुआ, तो वे दादा खाचर के दरबार पहुँचे। पूर्वाभिमुख बरामदे में विराजमान श्रीजी महाराज के सम्मुख नतमस्तक होकर प्रार्थना की, “हे प्रभु! इस असहनीय ज्वर से मेरी रक्षा कीजिए।” दयालु श्रीहरि ने मुस्कुराते हुए उन पर एक अमृतमयी दृष्टि डाली, और आश्चर्य! उनका ज्वर उसी क्षण सर्वथा नष्ट हो गया। केवल प्रभु के दर्शन मात्र से असाध्य रोग विलीन हो गया।
एक बार अपने पिता के श्राद्ध के अवसर पर दोसाजी दवे ने श्रीजी महाराज और संतों को अपने घर भोजन हेतु आमंत्रित किया। विधिपूर्वक पूजन और थाल अर्पण करने के पश्चात दोसाजी ने करबद्ध निवेदन किया, “हे अंतर्यामी प्रभु! मुझे निरंतर ऐसा प्रतीत होता है मानो मैं आपको युगों-युगों से जानता हूँ; कृपा कर इस गूढ़ रहस्य को स्पष्ट कीजिए।” सर्वज्ञ श्रीहरि ने रहस्योद्घाटन किया, “दोसाजी! अनेक जन्म पूर्व आप असुर कुल में उत्पन्न हुए थे। भक्त प्रह्लाद के पुत्र विरोचन और उनके पुत्र दानवीर राजा बलि थे। उस समय आप राजा बलि के प्रिय सखा एक राक्षस थे। जब हमने वामन रूप धारण कर राजा बलि के यज्ञ में प्रवेश किया था, तब आपने हमारे वामन रूप का दर्शन किया था। किंतु असुर बुद्धि होने के कारण आप हमें यथार्थ नहीं पहचान सके। उसी वामन दर्शन के संचित पुण्य से आज आपको हमारा यह साक्षात् मानव मिलन प्राप्त हुआ है! देखिए, उस समय आपका कैसा स्वरूप था!”
महाराज के ऐसा कहते ही दोसाजी को दिव्य समाधि लग गई! समाधि में उन्होंने अपने पूर्वजन्म के विशालकाय भयानक राक्षस स्वरूप का साक्षात् दर्शन किया। समाधि से लौटकर वे थरथर काँपते हुए प्रभु के पावन चरणों में गिर पड़े, “हे करुणासिंधु! कहाँ वह तामसी असुर देह और कहाँ आपका यह परम पवित्र सान्निध्य! मुझ दीन पर कृपा कर अब इस संसार चक्र से मुक्त कर अपने दिव्य धाम में स्थान दीजिए।” श्रीजी महाराज ने आज्ञा दी, “सच्चे संतों की संगति कर चित्त की बची हुई वासनाओं को भस्म कर दीजिए, समय आने पर हम आपको अक्षरधाम ले चलेंगे।” दोसाजी ने उसी दिन समस्त सांसारिक व्यवहार अपने पुत्रों और भ्राता को सौंप दिया और दरबार में रहकर संतों की अनन्य सेवा करते हुए निर्वासना की स्थिति प्राप्त कर अंत में प्रभु के परम धाम सिधारे।
- आचार्य श्री रघुवीरजी महाराज कृत ‘श्रीदुर्गपुर माहात्म्य’ से… 🙇🏻♂️🙏
English
Dosaji Dave of Gadhpur: Past Life Revelation and Shrihari’s Grace
In Gadhpur lived devotee Dosaji Dave, brother of the devoted Harjivan Dave. Through his brother’s sacred influence, Dosaji developed resolute faith in Bhagwan Swaminarayan, spending his days serving sadhus and absorbing spiritual discourses in Dada Khachar’s courtyard.
Once, Dosaji was afflicted by an agonizing, relentless fever that defied all medical remedies. Weak and trembling, he staggered to Dada Khachar’s residence where Shriji Maharaj was seated on the eastern veranda. Prostrating before the Lord, he cried, “O Maharaj! Please deliver me from this tormenting fever!” Maharaj cast a gentle, compassionate glance upon him, and instantly—like mist before the morning sun—the fever vanished completely! Beholding this spontaneous miracle, Dosaji stood rejuvenated.
Later, on the solemn occasion of his father’s annual memorial feast (shradh), Dosaji invited Shriji Maharaj and the paramhansas to his home for an offering of sanctified food. After serving the meal with deep veneration, Dosaji bowed with folded hands and prayed: “O Supreme Lord! Deep within my soul, I feel an inexplicable, ancient bond with You, yet its reality eludes my mind. I implore You to unveil this mystery.” Shrihari revealed with divine grace: “Dosaji! Many ages ago, you were born into the demonic race. Devotee Prahlada had a son named Virochana, whose son was the benevolent demon king Bali. In that era, you were a trusted demon compatriot of King Bali. When We manifested in the dwarf form of Lord Vamana at Bali’s sacrifice, you were blessed with Our direct vision. Yet, bound by demonic nature, you failed to comprehend Our supreme identity. By virtue of having beheld Lord Vamana, you have earned this rare human birth and Our direct divine association today! Look now upon your former form!”
The moment Maharaj spoke, Dosaji was plunged into transcendental samadhi! Within the vision, he witnessed his colossal, fearsome demonic physique from that distant epoch. Awakening in awe, he clasped Maharaj’s lotus feet with tears streaming down his cheeks: “O Compassionate Lord! What contrast between that dark, sinful demon form and this sacred fellowship with You! Have mercy upon this fallen soul and grant me eternal refuge in Your Akshardham!” Maharaj comforted him: “Serve the holy sadhus, purge the remnants of worldly attachment from your heart, and We shall personally escort you to Our eternal abode.” Dosaji immediately handed over his worldly affairs to his sons and brother, dedicating the rest of his life to unceasing service of the paramhansas in Gadhada, ultimately attaining the supreme state of Akshardham.
- From Shri Durgapur Mahatmya by Acharya Shri Raghuvirji Maharaj… 🙇🏻♂️🙏