એકવખત શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા. સંતોને અવનવા પૃકરણો ફેરવીને નવા નવા નિયમો આપતા હતા.

Gujarati

ગઢપુરમાં ટાટનું વસ્ત્ર પ્રકરણ અને બ્રહ્માનંદ સ્વામીની વિનોદલીલા

એકવખત શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા. સંતોને અવનવા પૃકરણો ફેરવીને નવા નવા નિયમો આપતા હતા. એકદિવસ મુકતાનંદ સ્વામી અને બૃહ્માનંદ સ્વામીને બોલાવી ને કહ્યું જે આજ થી સંતોને ચાર હાથ ટાટ (ગૂણીયા) પહેરાવીને નવું પૃકરણ શરુ કરવું છે. ત્યારે સદગુરુ મુકતાનંદ સ્વામી એ તો હા કહી પણ શ્રીહરિના સખા બૃહ્મમુનિ કહે હે મહારાજ…! સંતોને આવા ભગવા વસ્ત્રો ઉતારીને એવા ટાટ ના વસ્ત્રો તે કાય પહેરાતા હશે? શ્રીહરિ કાય પ્રત્યુત્તર બોલ્યા નહી ને પોતાના વસ્ત્રો ઉતારીને ટાટના વસ્ત્ર નો કટકો પેરીને પોતે જ બેઠા. આ જોઇને સત્સંગની માં સદગુરુ મુકતાનંદ સ્વામીને આંખ્ય મા આંસુ આવી ગયા ને બોલ્યા કે હે પૃભુ…! તમે ટાટ ઉતારીને ફરીને આપના વસ્ત્રો પેરી લયો. અમને ટાટ આપો અમે પહેરીશું. અમારે તો તમારી આજ્ઞા એજ શેષ જીવન કરવું છે. શ્રીહરિ બધા સંતોને ત્રણ હાથ કાપી કાપીને ટાટ આપવા મંડયા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ આવ્યા તે એમને પણ બધા સંતોની જેમ જ શ્રીહરિએ ટાટનું વસ્ત્ર આપ્યું. સદગુરુ બૃહ્માનંદ સ્વામી એ પહેર્યું ને બોલ્યા કે હે પૃભુ, બીજુ એક હાથ લાંબું હોય એ ટાટ આપો. મારો દેહ મોટો તે આ ચાર આંગળ ટૂંકું પડે છે. શ્રીહરિ હસતા હસતા કહે કે બૃહ્મમુનિ শরীর સુકવી નાંખો…! તો સ્વામી બોલ્યા કે અરે મહારાજ..! આજ ઉપવાસ ચાલુ કંરુ તોય દહ દિવસે કદાચ થોડુ ઘણું શરીર ઉતરે..! બાકી એમ તો તુરંત શરીર કેમ ઉતરે..! શ્રીહરિ બોલ્યા કે બધાને ત્રણ હાથ મળે છે તો તમને પણ ત્રણ હાથ જ મળશે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી આમતેમ ઉપર નીચે જોવા મંડયા એટલે શ્રીહરિ કહે સ્વામી, શુ આમતેમ ગોતો છો? તો બૃહ્મમુનિ બોલ્યા કે હે જોઉં છુ કે નખ જેટલીય પૃથ્વી મા ક્યાંય બીજો ભગવાન જડે તો નયા વયો જોઉં ને…! પણ નજર કરતા હાલ તો કોઇ તમારા સીવાય બીજો ભગવાનેય દેખાતો નથી. સ્વામી આટલું બોલી રયા એ સાંભળતા જ શ્રીહરિના હાથમાંથી ટાટના ટુકડા હતા એ નીચે પડી ગયા ને બને આંખ્ય મા હર્ષના આંસુ આવી ગયા, દોડીને બ્રહ્માનંદ સ્વામીને ભેટી પડ્યા ને બહુ રાજી થયા. શ્રીહરિએ સંતોને ટાટનું વસ્ત્ર પેરાવવા નુ પૃકરણ ચાલુ કર્યું તે જીવાખાચર આવ્યાને શ્રીહરિને પગે લાગ્યા ને બોલ્યા કે હે મહારાજ..! અમ જેવા સંસારી હરિભકતોને સુખી રાખવા છે કે નહી…? સર્વસુજાણ શ્રીહરિ કહે કે શુ થયુ જીવાબાપુ? કાય ઉપાધી આવી કે…? જીવાબાપુ બોલ્યા કે હે મહારાજ..! આ સંતોના ટાટ (ગૂણીયા) પહેરાવવાનું ચાલુ કર્યું તે આ ઉપાધી તો સામે જ મૂર્તિમંત દેખાય છે. જે સંતો ભગવા વસ્ત્રો પહેરતા હતા એને હવે તમે ટાટ શુ લેવા પેરાવયા? અમે સંસારીઓ ત્યાગીઓને વસ્ત્રો ઓઢાડીએ તો અમને ભાગ્યમાં વસ્ત્ર મળે, હવે અમારે આ ટાટના બદલામા ટાટના વસ્ત્રો નથી જોઇતા હો..! માટે હરિભક્તોને જો સુખી રાખવા હોય તો આ ટાટ પેરાવવાનુ કૃપા કરીને બંધ કરો તો સારું…! શ્રીહરિ જીવાબાપુની સમજણ જોઇને રાજી થયા ને બોલ્યા કે તમારી વાત તો સાચી હો. હે સંતો..! આ ટાટના વસ્ત્રો ઉતારીને તમારા ભગવા વસ્ત્ર ફરીને પાછા પેરી લયો. આમ ટાટ ના વસ્ત્રપ્રકરણનો જીવાખાચરની વિનંતીએ તાત્કાલિક અંત આવ્યો. જીવાખાચર ને સહુ હરિભક્તો આનંદ મા આવી ગયા.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻‍♂️🙏