એકવખત હૂતાશણી ના દિવસે ગઢપુર મા શ્રીહરિ લીંબવૃક્ષની નીચે ઢોલીયે ગાદી તકીયે બિરાજમાન હતા.
Gujarati
ખોખરાના વસતાભગત અને સત્સંગ નિશ્ચય
એકવખત હૂતાશણી ના દિવસે ગઢપુર મા શ્રીહરિ લીંબવૃક્ષની નીચે ઢોલીયે ગાદી તકીયે બિરાજમાન હતા. એ સમયે ગામ ખોખરાના વસ્તોભગત પોતાના ગામથી સંઘ સાથે દર્શને આવ્યા ને દંડવતપૃણામ કર્યા. સર્વ ભકતજનો ને કુશળ સમાચાર પુછયા ને યથાયોગ્ય સ્થાને બેસારયા. અંતર્યામી શ્રીહરિએ વસતાભગતને પૃશ્ન પુછયો કે તમને સત્સંગ કેમ થયો ? ત્યારે વસતો ભગત કહે કે હે મહારાજ…! અમે તો પૃથમ નાનકના પંથમા હતા, પછી માર્ગી ના પંથમા ગયા, ત્યાથી કબીરના પંથમા ગયા પણ મારા આત્મકલ્યાણ ને મોક્ષમુલ્લક વાત ન જાણી…! પછે એકવખત અમારા ગામનો તેજો કોળી મળ્યો તે બોલ્યો કે મોક્ષ જોઇ તો હોય તો હાલ પૃગટ પરબૃહ્મ શ્રીસ્વામિનારાયણ મહાપૃભુ ગઢડા બીરાજે છે એના શરણે થાઓ, આ કળીકાળ મા મોક્ષનું સદાવૃત શરુ છે. મને એની વાત્ય મનાણી. થોડેદીએ એના ઘરે રાઘવાનંદ સ્વામી આવ્યા તે હુ ગયો ને પગે લાગીને કબીરના ચાર પદ બોલ્યો ને પુછયુ કે આ ચાર પદ સમજાવો તો સત્સંગી થાઇ. રાઘવાનંદ સ્વામીએ ચાર પદ રૂડીરીતે સહુને સમજાવ્યા. પછે અમે સહુ સત્સંગી થયા ને ફાગણ મહીના ની પેલી અગીયારહે નિયમ લીધો. થોડો સમય વિત્યે અમારા ઘર સળગ્યા તે અમારા સગાસબંધી આવ્યાને મેંણા-ટોણા કરવા લાગ્યા કે તમે સ્વામિનારાયણ ના નવા પંથમા ગયા એટલે તમારા ઘર સળગ્યા, ને ગામ સળગ્યું. તમે આ નવા પંથની કંઠીયુ કાઢી નાખો. અમે એમને કહ્યું કે ઇ તો અમારા અગાઉના પાપ હતા તે ઘર-ખોરડા સાથે સળગ્યા જે અમે જાતે સળગતા જોયા છે. હવે આ કંઠી તો માથા સાટે છે. શ્રીજીમહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે વસતાભગત..! ઘર-ખોરડા સળગી ગયા તે તમને વસમું ન લાગ્યું ? ત્યારે વસતો ભગત ખુમારી સાથે બોલ્યા કે હે મહારાજ..! આપ તો અમારા સંકલ્પ સુજાણ છોવ, તમથી કયા અજાણ્યું છે. આ લોકના વસ્તુ પદાર્થ તો આવે છે ને જાય છે પણ આવું પૃગટ કલ્યાણ કયા ઠેકાણે મળે છે. અમે એમ જાણી ને ત્રણ ત્રણ ઠેકાણે પંથ ફેરવ્યો પણ હવે તો અમારા આત્માના કલ્યાણ ને જાણીને તમારા ચરણે સત્સંગ કર્યો છે. ભગતની વાત્ય સાંભળતા જ શ્રીજીમહારાજ તો ઢોલીયે થી અતિ પૃસન્ન થતા થકા ઉભા થઇ ગયાને તાળી વજાડીને સભામા સૌ પૃતયે બોલ્યા કે જેણે પોતાના કલ્યાણ સારુ સત્સંગ કરવો તેણે આવો કરવો. એમ કરીને બધાજ ભક્તોને માથ મુક્યા ને છાતીમાં ચરણારવિંદ દીધા.
એ દિવસ હૂતાશનીનો હતો તે રોંઢો ઢળતા બધાય સંતો ભક્તો સાથે ગઢાળીના માર્ગે ઘેલા નદીએ નાવા પધાર્યા. ત્યાં ઉન્મતગંગા નદીના પટમાં ગાડા ઉપર પાટ્ય નખાવીને પોતે વિરાજમાન થયા ને સહુ સભામા બેઠા. એ વખતે વસતાભગત ને વળી સંકલ્પ થયો કે ગરું રાઘવાનંદ સ્વામીએ પુર્ણ પુરુષોતમ નારાયણ કહ્યા હતા. તો મારા સંકલ્પ જાણીને મારો જમણો હાથ ઝાલીને મને કહે કે હવે પૃભુ ભજજો તો ભગવાન ખરા..! ત્યાં તો તરતજ શ્રીહરિએ જમણા હાથનું લટકું કરીને ભગતને પડખે બોલાવ્યા ને એમનો જમણો હાથ પકડીને સંકલ્પ પુરો કર્યો. ત્યારે સદગુરુ રાઘવાનંદ સ્વામી પુછયુ કે ભગત..! તમે શ્રીજીમહારાજને કેવા જાણો છો? તો વસતો ભગત કહે કે બવ મોટા પુરુષ હો..! ત્યારે રાઘવાનંદ સ્વામી કહે કે જો આ પૃગટ મુરત એના સ્વામિનારાયણ ભગવાન ન હોય તો ચૌદલોક નુ પાપ મારા માથે…! આ સાંભળીને વસતાભગતને પરિપૂર્ણ નિશ્ચય થયો ને શ્રીહરિ ચરણે ધબોધબ દંડવત કરવા લાગ્યા.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ માંથી… 🙇🏻♂️🙏
Hindi
खोखरा के वसताभगत और सत्संग का अगाध निश्चय
एक बार हुताशनी (होली) के पावन पर्व पर गढ़पुर में श्रीहरि नीम के वृक्ष के नीचे ढोलिए पर गद्दी-तकिया लगाकर विराजमान थे। उसी समय खोखरा गाँव से वसताभगत अपने गाँव के संघ (सत्संगियों के समूह) के साथ दर्शन करने आए और उन्होंने श्रीहरि को दंडवत प्रणाम किया। अंतर्यामी श्रीहरि ने सभी भक्तों के कुशल-समाचार पूछे और उन्हें यथायोग्य आसन पर बैठाया। तत्पश्चात श्रीहरि ने वसताभगत से पूछा, “आपको सत्संग की प्राप्ति कैसे हुई?”
तब वसताभगत ने हाथ जोड़कर कहा, “हे महाराज! पहले हम नानक पंथ में थे, फिर मार्गी पंथ में गए, और वहाँ से कबीर पंथ में गए, किंतु अपने आत्म-कल्याण और मोक्ष की यथार्थ बात कहीं न समझ पाए! फिर एक बार हमारे गाँव का तेजा कोली मिला। उसने कहा कि यदि सच्चा मोक्ष चाहिए, तो इस समय साक्षात् प्रकट परब्रह्म श्री स्वामीनारायण महाप्रभु गढ़डा में विराजमान हैं, उनकी शरण ग्रहण करो; इस कलिकाल में मोक्ष का अक्षय सदाव्रत खुला हुआ है। मुझे उसकी बात पर विश्वास हो गया। कुछ दिनों बाद उसके घर सद्गुरु राघवानंद स्वामी पधारे। मैं वहाँ गया और उनके चरणों में प्रणाम करके कबीर के चार पद सुनाए और कहा कि यदि आप इन चारों पदों का मर्म समझा दें, तो मैं सत्संगी बन जाऊँगा। राघवानंद स्वामी ने उन चारों पदों का दिव्य और यथार्थ अर्थ हम सभी को भली-भाँति समझाया। उसके बाद हम सब सत्संगी बने और फाल्गुन मास की पहली एकादशी को हमने पंचवर्तमान धारण किए।
कुछ समय बीतने के बाद हमारे घरों में भीषण आग लग गई। हमारे सगे-संबंधी आए और ताने-उलाहने देने लगे कि तुम स्वामीनारायण के नए पंथ में गए, इसी कारण तुम्हारे घर और पूरा गाँव जल गया! तुम इस नए पंथ की कंठी उतार फेंको!
हमने उनसे निर्भय होकर कहा कि वे तो हमारे पूर्व जन्मों के संचित पाप थे, जो घरों और झोपड़ियों के साथ जलकर भस्म हो गए, जिन्हें हमने अपनी आँखों से जलते देखा है। अब यह कंठी तो शीश के बदले बंधी है, चाहे सिर कट जाए पर कंठी नहीं उतरेगी!”
श्रीजी महाराज मंद-मंद मुस्काए और बोले, “वसताभगत! घर-मकान जल गए, क्या तुम्हें तनिक भी कष्ट या आघात नहीं लगा?” तब वसताभगत पूरी आध्यात्मिक खुमारी और दृढ़ता से बोले, “हे महाराज! आप तो हमारे अंतःकरण के ज्ञाता हैं, आपसे क्या छिपा है? इस संसार के नाशवान पदार्थ तो आते हैं और जाते हैं, परंतु ऐसा साक्षात् प्रकट कल्याण और कहाँ मिल सकता है? इसी की खोज में हमने तीन-तीन पंथ बदले थे, किंतु अब अपनी आत्मा का परम कल्याण समझकर आपके पावन चरणों में सत्संग अंगीकार किया है।”
भगत के ऐसे निष्ठावान वचन सुनते ही श्रीजी महाराज ढोलिए से अत्यंत प्रसन्न होकर उठ खड़े हुए। उन्होंने ताली बजाकर संपूर्ण सभा से कहा, “जिसे अपने कल्याण के लिए सत्संग करना हो, वह वसताभगत जैसा करे!” ऐसा कहकर महाराज ने सभी भक्तों के शीश पर अपने कर-कमल रखे और वसताभगत की छाती में अपने चरणारविंद प्रदान किए।
वह होली का दिन था। दोपहर ढलने पर श्रीजी महाराज समस्त संतों-भक्तों के साथ गढ़ाली के मार्ग से घेला नदी में स्नान करने पधारे। वहाँ उन्मत्त गंगा (घेला) नदी के तट पर गाड़े के ऊपर पाट (तख्त) बिछवाकर स्वयं विराजमान हुए और सभी भक्त सभा बनाकर बैठे। उस समय वसताभगत के मन में पुनः एक संकल्प उठा, “गुरु राघवानंद स्वामी ने इन्हें पूर्ण पुरुषोत्तम नारायण कहा है। यदि ये मेरे मन का संकल्प जानकर मेरा दायाँ हाथ पकड़कर कहें कि अब प्रभु-भजन करना, तब मैं मानूँ कि ये साक्षात् भगवान हैं!”
तभी अंतर्यामी श्रीहरि ने अपने दाहिने हाथ से विशेष भाव-भंगिमा करते हुए वसताभगत को अपने निकट बुलाया और उनका दायाँ हाथ थामकर उनका मनवांछित संकल्प पूर्ण कर दिया।
तब सद्गुरु राघवानंद स्वामी ने पूछा, “भगत! आप श्रीजी महाराज को कैसा जानते हैं?” वसताभगत बोले, “स्वामी, ये तो बहुत बड़े महापुरुष हैं!” तब राघवानंद स्वामी ने अत्यंत निश्चयपूर्वक कहा, “भगत! यदि यह प्रकट स्वरूप ही साक्षात् स्वामीनारायण भगवान न हों, तो चौदह लोकों का महापाप मेरे शीश पर आए!”
यह सुनते ही वसताभगत को श्रीजी महाराज के साक्षात् परब्रह्म होने का पूर्ण निश्चय हो गया और वे भाव-विभोर होकर श्रीहरि के पावन चरणों में बारंबार दंडवत प्रणाम करने लगे।
- श्रीहरिचरित्र चिंतामणि से… 🙏
English
Vasta Bhagat of Khokhra and His Resolute Faith in Satsang
Once, on the auspicious festival of Hutashani (Holi), Shri Hari was seated upon a cot adorned with a mattress and bolsters under the shade of a neem tree in Gadhpur. At that time, Vasta Bhagat from the village of Khokhra arrived for divine darshan along with a congregation of pilgrims from his village and offered prostrations (dandvat pranam). The omniscient Shri Hari affectionately inquired about the well-being of all devotees and had them comfortably seated in the assembly. Shri Hari then asked Vasta Bhagat, “How did you come to embrace Satsang?”
Vasta Bhagat devoutly answered, “O Maharaj! Initially, we were followers of Guru Nanak’s path; then we joined the Margi tradition, and from there we went to the Kabir sect. Yet, nowhere did I find the ultimate truth regarding the eternal salvation and redemption of the soul! Later, Teja Koli of our village met me and told me, ‘If you truly seek ultimate moksha, then seek the refuge of the manifest Supreme Lord Parabrahman Shri Swaminarayan, who currently resides in Gadhada; in this Kaliyuga, an everlasting haven of supreme liberation is operating under His grace.’ His words deeply resonated with me. A few days later, Sadguru Raghavanand Swami visited his home. I went there, paid my respects, recited four verses of Kabir, and submitted, ‘If you can explain the true spiritual meaning of these four verses to me, I shall embrace Satsang.’ Raghavanand Swami lucidly explained the profound essence of all four verses to everyone. Thereupon, we all embraced Satsang and took the sacred vows on the first Ekadashi of the month of Fagun.
After some time, our homes caught fire and were reduced to ashes. Our relatives gathered and began mocking and taunting us, saying, ‘You embraced this new path of Swaminarayan, which is why your houses and the entire village burned down! Remove the kanthi of this new faith immediately!’
We fearlessly replied to them, ‘Those were simply our past sins being consumed and incinerated along with the thatched houses, which we witnessed burning before our very eyes. But as for this kanthi, it is pledged at the cost of our very lives; even if our heads are severed, this kanthi shall never be removed!’”
Shriji Maharaj smiled gently and asked, “Vasta Bhagat! When your homes and belongings were burnt to ashes, did you not feel deep distress or sorrow?” Vasta Bhagat responded with radiant spiritual pride and conviction, “O Maharaj! You are the knower of every inner thought; what is hidden from You? The material things of this mundane world come and go, but where else could one ever attain such manifest supreme liberation (pragat kalyan)? Seeking this alone, we wandered across three different religious sects, but now, recognizing the ultimate redemption of our soul, we have taken eternal shelter at Your divine lotus feet.”
Hearing the devotee’s unyielding faith, Shriji Maharaj rose from His cot in immense delight, clapped His hands, and declared to the entire assembly, “Whoever desires Satsang for the true salvation of their soul should cultivate faith just like Vasta Bhagat’s!” Saying this, Maharaj placed His sanctifying hands upon the heads of all devotees and pressed His divine lotus feet (charanarvind) to Vasta Bhagat’s chest.
It was the day of Hutashani (Holi). As late afternoon approached, Shri Hari proceeded along the Gadhali path towards the river Ghela to bathe, accompanied by all the santos and devotees. There, upon the sands of the Unmatta Ganga (Ghela) river, a wooden cot was arranged atop a cart, where Maharaj presided gracefully while the assembly sat before Him. At that moment, a subtle thought arose in Vasta Bhagat’s mind: “Guru Raghavanand Swami extolled Him as the supreme Purushottam Narayan Himself. If He perceives my inner thought, holds my right hand, and tells me to worship God with devotion, only then shall I truly believe Him to be Bhagwan!”
Instantly, the omniscient Shri Hari made an affectionate gesture with His right hand, beckoned Vasta Bhagat closer, held his right hand, and fulfilled his innermost wish.
Sadguru Raghavanand Swami then asked, “Bhagat! How do you perceive Shriji Maharaj?” Vasta Bhagat replied, “He is indeed an exceedingly great spiritual personality!” Thereupon, Raghavanand Swami proclaimed with absolute conviction, “Bhagat! If this manifest divine form before us is not Swaminarayan Bhagwan Himself, may the sins of all the fourteen realms fall upon my head!”
Hearing this fearless declaration from his guru, Vasta Bhagat was blessed with absolute, unwavering faith in the supreme divinity of Shriji Maharaj, and overwhelmed with devotion, he continuously prostrated at Shri Hari’s holy feet.
- From ‘Shri Haricharitra Chintamani’… 🙏