એકવખત હૂતાશણી ના દિવસે ગઢપુર મા શ્રીહરિ લીંબવૃક્ષની નીચે ઢોલીયે ગાદી તકીયે બિરાજમાન હતા.

Gujarati

ખોખરાના વસતાભગત અને સત્સંગ નિશ્ચય

એકવખત હૂતાશણી ના દિવસે ગઢપુર મા શ્રીહરિ લીંબવૃક્ષની નીચે ઢોલીયે ગાદી તકીયે બિરાજમાન હતા. એ સમયે ગામ ખોખરાના વસ્તોભગત પોતાના ગામથી સંઘ સાથે દર્શને આવ્યા ને દંડવતપૃણામ કર્યા. સર્વ ભકતજનો ને કુશળ સમાચાર પુછયા ને યથાયોગ્ય સ્થાને બેસારયા. અંતર્યામી શ્રીહરિએ વસતાભગતને પૃશ્ન પુછયો કે તમને સત્સંગ કેમ થયો ? ત્યારે વસતો ભગત કહે કે હે મહારાજ…! અમે તો પૃથમ નાનકના પંથમા હતા, પછી માર્ગી ના પંથમા ગયા, ત્યાથી કબીરના પંથમા ગયા પણ મારા આત્મકલ્યાણ ને મોક્ષમુલ્લક વાત ન જાણી…! પછે એકવખત અમારા ગામનો તેજો કોળી મળ્યો તે બોલ્યો કે મોક્ષ જોઇ તો હોય તો હાલ પૃગટ પરબૃહ્મ શ્રીસ્વામિનારાયણ મહાપૃભુ ગઢડા બીરાજે છે એના શરણે થાઓ, આ કળીકાળ મા મોક્ષનું સદાવૃત શરુ છે. મને એની વાત્ય મનાણી. થોડેદીએ એના ઘરે રાઘવાનંદ સ્વામી આવ્યા તે હુ ગયો ને પગે લાગીને કબીરના ચાર પદ બોલ્યો ને પુછયુ કે આ ચાર પદ સમજાવો તો સત્સંગી થાઇ. રાઘવાનંદ સ્વામીએ ચાર પદ રૂડીરીતે સહુને સમજાવ્યા. પછે અમે સહુ સત્સંગી થયા ને ફાગણ મહીના ની પેલી અગીયારહે નિયમ લીધો. થોડો સમય વિત્યે અમારા ઘર સળગ્યા તે અમારા સગાસબંધી આવ્યાને મેંણા-ટોણા કરવા લાગ્યા કે તમે સ્વામિનારાયણ ના નવા પંથમા ગયા એટલે તમારા ઘર સળગ્યા, ને ગામ સળગ્યું. તમે આ નવા પંથની કંઠીયુ કાઢી નાખો. અમે એમને કહ્યું કે ઇ તો અમારા અગાઉના પાપ હતા તે ઘર-ખોરડા સાથે સળગ્યા જે અમે જાતે સળગતા જોયા છે. હવે આ કંઠી તો માથા સાટે છે. શ્રીજીમહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે વસતાભગત..! ઘર-ખોરડા સળગી ગયા તે તમને વસમું ન લાગ્યું ? ત્યારે વસતો ભગત ખુમારી સાથે બોલ્યા કે હે મહારાજ..! આપ તો અમારા સંકલ્પ સુજાણ છોવ, તમથી કયા અજાણ્યું છે. આ લોકના વસ્તુ પદાર્થ તો આવે છે ને જાય છે પણ આવું પૃગટ કલ્યાણ કયા ઠેકાણે મળે છે. અમે એમ જાણી ને ત્રણ ત્રણ ઠેકાણે પંથ ફેરવ્યો પણ હવે તો અમારા આત્માના કલ્યાણ ને જાણીને તમારા ચરણે સત્સંગ કર્યો છે. ભગતની વાત્ય સાંભળતા જ શ્રીજીમહારાજ તો ઢોલીયે થી અતિ પૃસન્ન થતા થકા ઉભા થઇ ગયાને તાળી વજાડીને સભામા સૌ પૃતયે બોલ્યા કે જેણે પોતાના કલ્યાણ સારુ સત્સંગ કરવો તેણે આવો કરવો. એમ કરીને બધાજ ભક્તોને માથ મુક્યા ને છાતીમાં ચરણારવિંદ દીધા.

એ દિવસ હૂતાશનીનો હતો તે રોંઢો ઢળતા બધાય સંતો ભક્તો સાથે ગઢાળીના માર્ગે ઘેલા નદીએ નાવા પધાર્યા. ત્યાં ઉન્મતગંગા નદીના પટમાં ગાડા ઉપર પાટ્ય નખાવીને પોતે વિરાજમાન થયા ને સહુ સભામા બેઠા. એ વખતે વસતાભગત ને વળી સંકલ્પ થયો કે ગરું રાઘવાનંદ સ્વામીએ પુર્ણ પુરુષોતમ નારાયણ કહ્યા હતા. તો મારા સંકલ્પ જાણીને મારો જમણો હાથ ઝાલીને મને કહે કે હવે પૃભુ ભજજો તો ભગવાન ખરા..! ત્યાં તો તરતજ શ્રીહરિએ જમણા હાથનું લટકું કરીને ભગતને પડખે બોલાવ્યા ને એમનો જમણો હાથ પકડીને સંકલ્પ પુરો કર્યો. ત્યારે સદગુરુ રાઘવાનંદ સ્વામી પુછયુ કે ભગત..! તમે શ્રીજીમહારાજને કેવા જાણો છો? તો વસતો ભગત કહે કે બવ મોટા પુરુષ હો..! ત્યારે રાઘવાનંદ સ્વામી કહે કે જો આ પૃગટ મુરત એના સ્વામિનારાયણ ભગવાન ન હોય તો ચૌદલોક નુ પાપ મારા માથે…! આ સાંભળીને વસતાભગતને પરિપૂર્ણ નિશ્ચય થયો ને શ્રીહરિ ચરણે ધબોધબ દંડવત કરવા લાગ્યા.

  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ માંથી… 🙇🏻‍♂️🙏