ભાવનગર જીલ્લા ના તળાજા પાસેના ઉંચળી ગામના જેઠા ઠક્કર વહાણવટાંનો ધંધો કરતા હતા. એમને મોટી ખેતીવાડી પણ હતી.
Gujarati
ઉંચળીના જેઠા ઠક્કર અને ગઢપુરની કારભારી સેવા
ભાવનગર જીલ્લા ના તળાજા પાસેના ઉંચળી ગામના જેઠા ઠક્કર વહાણવટાંનો ધંધો કરતા હતા. એમને મોટી ખેતીવાડી પણ હતી. એ જમાના મા તેઓ ની ગણતરી લખપતિ શેઠિયાઓમા થતી હતી. જેઠા ઠક્કર યુવાન થતા એમનુ વેવિશાળ શ્રીહરિના કૃપાપાત્ર કારભારી એવા મુકતરાજ હરજીભાઇ ઠકકરના દીકરા મનજીભાઇની દિકરી તેજબાઇ સાથે થયું. તેજબાઇને તો નાનપણથી પોતાના દાદા હરજી ઠક્કરના સંસ્કાર મળેલા, પોતે નાની ઉંમરે મોટા મોટા નંદસંતો ને સાંખયયોગી બાઇઓના દર્શન કરેલા એટલે ધર્મનિયમ પુરા પાળતા હતા. એમના બાં દેવબાઇને પોતાની દીકરી અજાણ્યા ઘરે સાસરે જશે ને સત્સંગ રહેશે કે નહી એવી ચિંતિ રહ્યા કરતી. જમાઇ જેઠા ઠક્કર નો પરીવાર પણ મુમુક્ષુ હતો એ વાતે જ સગપણ કરેલુ.
બંને વેવાઇઓએ લગન નુ મુહૂર્ત લીધુને જેઠા ઠક્કર ની ગઢપુર જાન આવી. વાજતે ગાજતે વરઘોડો માંડવે આવ્યો ને કન્યાને માંડવે પધરાવી ને લગનવીધી શરુ થયો. તેજબાઇના માતુશ્રી દેવબાઇ પોતાની દિકરીની ચિંતા કરતા કરતા રડવા લાગ્યા. આ માંડવામાં બેઠા થકા જમાઇ જેઠા ઠક્કર જોઇ ગયા. એમણે પોતાના સાસુ દેવબાઇને રડવાનું કારણ પુછયુ તો બોલ્યા કે અમારી દીકરી તેજબાઇને આજ સુધીતો પિયરમાં સત્સંગનો યોગ રહ્યો પણ હવે એ છૂટી જશે એની મને વેદના થાય છે. જમાઇ જેઠા ઠક્કર પોતે સમજુ હતા તે સાનમાં સમજી ગયા ને બોલ્યા કે આજથી લગનવીધી એ કરીને તેજબાઇ અમારુ અર્ધુ અંગ થયા તો એમનુ દુખ એ અમારુ દુખ છે. તમે એના માં છોવ તો આજથી અમારાપણ માં થયા. હુ તમને ખાતરી આપીને કહુ છુ કે એની કાય ચિંતા ન કરશો, તમે નચિંત રહેજો. હુ આજથી સત્સંગી થાઉં છુ ને પંચવર્તમાન ને પૂરેપૂરા પાળીશ. સાંજ સવાર ઠાકોરજીને નૈવૈધ ધરાવીને જ અમો પુરો પરિવાર જમીશું.
લગ્નના માંડવે જેઠા ઠક્કર સત્સંગી થયાને બધાય સમક્ષ પોતે સત્સંગ ના નિયમો નુ પાલન કરવા કટીબદ્ધ થયા.
જેઠા ઠક્કર પરણી ને પોતાને ગામ ઉંચળી ગયા ને શ્રેષ્ઠ સત્સંગી થયા. તેઓ અવારનવાર ગઢપુર આવતા તો પૃગટદેવ શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરીને ધન્ય ધન્ય થઇ જતા. સમયજતા પોતે વહાણવટા નો ધંધો સંકેલી ને પોતાનું શેષજીવન શ્રીગોપીનાથજી મહારાજની સેવા કરવાનો સંકલ્પ કર્યો. પોતે પરિવાર સાથે ગઢપુર રહેવા જ આવી ગયા ને મુકતરાજ હરજી ઠક્કર અક્ષરધામમાં ગયા પછે મંદિરના કારભારી બનીને જીવનપર્યંત ખુબજ નિષ્ઠા થી સેવા કરી ને મોટા મોટા સંતો-ભક્તો નો રાજીપો રળીને અક્ષરધામના અધિકારી થયા.
- કટોરે ભર્યા ચંદનમાંથી…. 🙇🏻♂️🙏