વડોદરામા કબૃસ્તાન પાસે થોડાક મુસલમાનોના મકાનો હતા. ત્યાથી થોડે દૂર પડતર જમીનમાં ખંડેર મકાનો ને થોડીક કબરો હતી.
Gujarati
વડોદરામાં જંડનો ઉદ્ધાર અને ગોપાળાનંદ સ્વામી
વડોદરામા કબૃસ્તાન પાસે થોડાક મુસલમાનોના મકાનો હતા. ત્યાથી થોડે દૂર પડતર જમીનમાં ખંડેર મકાનો ને થોડીક કબરો હતી. ત્યાં ખૂણામાં એક સમડાનુ વૃક્ષ ને અવાવરો કૂવો હતો એમા એક મુસ્લીમ મરીને પૃેત થયેલો તે જંડ(જીન) રહેતો હતો. તે જંડ રસ્તે આવતા જાતા માણસો ને થપાટો મારી ને પાડી દેતો. જે માણસ ને થપાટ વાગે એ શરીરમાં લોહી ન રહેતા રીબાઇ-રીબાઇ ને મરી જતા. રસ્તે જતા આવતા ભલભલા લોકો ને હેરાન કરે પણ કોઇ હરિનામ સ્મરણ કરતું ત્યાથી નીકળે તો એને કશુ કરતો નહી.
જોગાનજોગ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ વખતે વડોદરા મંદિરે બીરાજતા હતા. તે વડોદરા રાજના અધિકારીઓ અને મોટેરાઓએ આવીને સ્વામીને અરજ કરી કે આ અવાવરા કૂવા મા જંડ છે એને આયા થી કાઢી મૂકો તો લોકોને સુખ થાય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ લખાભગત ને શીશો લઇને મોકલ્યા. લખાભગત કૂવે ગયા ને ઉંડા હાથે શીશો કૂવામાં રાખ્યો ને સ્વામિનારાયણ…! સ્વામિનારાયણ..! ભજન ચાલુ કર્યું. એ પૃેત કુટુંબે સહીત ધુમાડાના ગોટા સહિત એ શીશામાં ભરાયો એટલે દાટો મારીને લખાભગત સ્વામી બેઠા હતા ત્યાં સભા વચ્ચે લાવીને શીશો મુક્યો. સ્વામીએ પોતે ઓઢેલા ધોતિયાને જરાક વળ ચડાવ્યો ત્યાં તો શીશો ઉછળવા મંડ્યો. સ્વામીએ શીશાનો દાટો ઉઘાડી ને પુછયુ કે તુ કોણ છે ? તો એ પૃેત બોલ્યો કે હુ જંડ છુ. મારા કર્મના બંધને મરીને પૃેતયોની મા જંડ થયો છુ ને મારા આખાય પરિવાર સાથે આ અવાવરા કૂવામાં રહુ છુ. જ્યારે કોઇ રસ્તે આવતા જતા ને જોઉં છુ ત્યારે એને લોહી ચુસી મારી નાખુ છુ. મારુ આંખુય કુટુંબ પણ પૃેતયોની ભોગવે છ. મને અસહ્ય પીડા થાય છે.
તમારા બધાના જ્યારે દર્શન કંરુ છુ ત્યારે નૂરી-ફિરસ્તા જેવા દર્શન થાય છે અને તમને તો હુ પયગંબર સાહેબ જેવા દેખું છુ. તમે મારો ને મારા પરિવાર નો ઉધ્ધાર કરો.
સદગુરુ ગોપાળાનંદ સ્વામી કૃપા કરીને બોલ્યા કે તમે બધા આ અવાવરો કૂવો છોડીને વડતાલ ગોમતીના કાંઠે રહેજો ને સંતો-ભક્તોના આવતા જતા દર્શન કરજો. કોઇને ક્યારેય હેરાન કરશો નહી. ત્યાં તમોને કાયમ કથાવારતા કિરતન હરિસ્મરણ સાંભળવા મળશે ને તમારા આત્માનું શ્રેય થશે. દરરોજ ગોમતીમા સ્નાન કરજો એટલે પૃેતયોનિમાંથી છૂટકારો થઇને મનુષ્ય જન્મ મળી ભગવાન ભજીને ધામમાં જાશો. જંડ તો તુરંત વાયુવેગે વડતાલ ગયાને ત્યાં ગોમતીમા સ્નાન ને ભજનસ્મરણ શ્રવણ કરીને પૃેતયોનિમાંથી છૂટીને મારવાડમાં એક વાઘરી પરિવારમાં જન્મ મળ્યો.
સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સમયજતા કોઇ એકડમલ સાધુ મારવાડમાં સત્સંગ વિચરણ અર્થે વિચરતા હતા એના યોગમાં આવતા સત્સંગ થયો ને પોતે ભગવદ ધર્મનો પામ્યો. અંતે અક્ષરધામના નિવાસી થયો.
- શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણિમાંથી…
🙇🏻♂️🙏