ગામ ગોઠપ ના કડવાભગત પોતે મુમુક્ષુ હતા ને તેમને આંબાની વાડી હતી. એકવખત સંતો વિચરણ કરતા કરતા પધાર્યા તે સમાગમથી સત્સંગ થયો.
Gujarati
ગોઠપના કડવાભગત અને આંબાનું વિસર્જન
ગામ ગોઠપ ના કડવાભગત પોતે મુમુક્ષુ હતા ને તેમને આંબાની વાડી હતી. એકવખત સંતો વિચરણ કરતા કરતા પધાર્યા તે સમાગમથી સત્સંગ થયો ને પોતે સત્સંગી થયા. સંતો થોડેદિવસ રોકાઇને હવે અમે વડતાલ જઇશુ એમ કહીને ચાલ્યા. કડવાભગત કહે હુ તમારા સાથે આવું ? સંતોએ હા કહી એટલે એમના સાથે વડતાલ આવ્યા. શ્રીહરિના દર્શન થતા જ જાણે પોતાને પરિપૂર્ણ નિશ્ચય થઇ ગયો. થોડીદિવસ વડતાલ રોકાઇને પોતે પોતાના ગામ ગયા પણ મનમા ગાંઠય વળી ગઇ કે હવે આંબાવાડી મા જેટલી કેરી થાય એ બધીય શ્રીહરિને સંતોને અર્પણ કરી દેવી ને મહારાજ પૃસાદી આપે તો જ કેરી જમવી. એ વરહે જેટલી કેરીઓ થઇ એ ગાડાઓ ભરી ને વડતાલ લઇ આવ્યા ને શ્રીહરિને અર્પણ કરી. શ્રીહરિ એ થોડીક કેરીઓ એમને પૃસાદી તરીકે પાછી આપી જે પોતે જમતા ને ગામધણી દરબાર હતા એમને આપી. દરબાર કેરીઓ જમ્યા તે ખુબ વખાણી ને બોલ્યા કે આવી મીઠી કેરીઓ તો ક્યારેય ખાધી જ નથી. દરબારને મનમા થયું કે આ બધીય કેરીઓ કડવા ભગત વડતાલ આપી આવે છે એના કરતા અમને આપે તો સારુ, પણ કડવા ભગતના સામે કશુંય બોલી શક્યા નહી. આમ ચાર પાંચ વરહ વીતી ગયા. કડવાભગત તો બીજુ થોડુ ઘણું ધાન પકવીને પોતાનો ગુજરાન ચલાવતા.
ગામધણી નો કારભારી જરાક અવળચંડો હતો એટલે એણે કાનભંભેરણી કરી કે દરબાર..! તમે આ ખેડૂ પાહેથી જમીન પાછી લઇ લયો ને બધુય તમારા હાથમા જ છેને..! તમે કેતા હોતો હુ તમારાવતી કડવાભગત ને કહી આવું. ગામધણી ની સંમતિ મળતા એ કડવાભગત પાસે ગયો ને બોલ્યો કે આ આંબાવાડીની જમીન તમે પાછી દરબારને આપી દ્યો, દરબાર તમે જેમ કયો એટલી જમીન બીજી આપવા તૈયાર છે. કડવાભગતે વિચાર કર્યો કે આ આંબાવાડીની કેરીઓ થી દરવરહે શ્રીહરિએ સંતો-ભક્તોની સેવા થાય છે એ હવે થશે નહી એમ વિચારીને કારભારીને ચોક્ખી ના પાડી દીધી. એ વાતે પોતે ઉદાસ થઇ ગયા.
મનમા કારભારી ઉપર ઘણો ગુસ્સો આવ્યો પણ સંતોના વચન યાદ આવ્યા કે કૃોધ કરવો નહીને શાંત રહેવું. મનમાં ઉદ્વેગ થવા લાગ્યો કે આ દેહે હવે આંબાવાડીની કેરીઓથી સેવા થાય છે એ પણ હવે થઇ શકશે નહી. પોતે વાડીએ ગયા ત્યાં શ્રીહરિએ દર્શન દીધા ને માથે હાથ મુકીને બોલ્યા કડવા ભગત…! તારી સેવા હવે થઇ ગઇ એટલે તુ હવે ઉપાધી કરીશ નહી. ભગત ને શ્રીહરિ ના વચનથી ધરપત મળી.
પોતે ઘરે આવ્યા ને ફળીયા મા ખાટલો ઢાળીને સુતા હતા. ત્યારે કડવા પટેલ ને એકવખત કથા સાંભળવા ગયા તા ત્યાં ગોરમહારાજે ગણેશ સ્થાપન ને કથા પુરી થયે ગણેશ વિસર્જન વગેરે કરેલ એ શ્લોક યાદ આવ્યા. તેમણે નિશ્ચય કરી લીધો કે આમ જ સ્થાપન-વિસર્જન આંબાવાડીયે પણ થાય. પોતે બીજે દિવસે સવારે વાડીએ ગયા ને બધાય આંબાના થડ પાહે પાણી રેડતા જાય ને કેતા જાય કે આંબામાં રહેલા જીવાત્માઓ તમે શ્રીહરિની સેવા કરી લીધી હવે તમે તમારા આત્માને સદગતિ કરો.
કારભારીએ વાડી પટેલના નામેથી કપટ કરીને લઇ લીધી, પણ કડવાભગતના વિસર્જન મંત્ર સાથે અંજલીઓ દેતા થોડેદિવસ મા બધાય આંબાઓ સુકાઇ ગયા.
કડવાભગત ખેતી જતી રહેતા ઘરે રહેવા મંડયા. પોતાને આર્થિક સંકડામણ ઘણીય થઇ પણ પોતે નિષ્કામભાવે કાયમ પૃારથના કરતા કે હે પૃભુ..! તમે અનંતભૂવન ના નાથને મને હવે કશુંય જોઇતુ નથી બસ અંતસમયે તમારા અક્ષરધામમા તેડી જાજો. પોતાના દેહ મા રોગ હતો પણ શ્રીહરિ મટાડે એ સારુ ક્યારેય પૃારથના કરતા નહી.
પોતે ક્યારેય ફરીને વાડીએ ગયા નહી. પોતે નિસ્પૃહ થઇને થોડેદિવસે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને સુખપુર્વક અક્ષરધામ સીધાવ્યા.
- કટોરે ભર્યા ચંદનમાંથી….. 🙇🏻♂️🙏