નાઘેર પંથકના ટીંબી ગામના એકાંતિક ભક્તરાજ વીરા સાંખડના સુપુત્ર અમરા સાંખડ પોતાના પિતા જેવા જ સમર્પિત અને દ્રઢ સત્સંગી હતા.

Gujarati

ટીંબીના અમરા સાંખડનો સત્સંગવિવેક અને આચાર્ય રઘુવીરજી મહારાજ

નાઘેર પંથકના ટીંબી ગામના એકાંતિક ભક્તરાજ વીરા સાંખડના સુપુત્ર અમરા સાંખડ પોતાના પિતા જેવા જ સમર્પિત અને દ્રઢ સત્સંગી હતા. સંતો જ્યારે જ્યારે નાઘેર પંથકમાં વિચરણ અર્થે પધારતા ત્યારે અમરાભગત ભાવપૂર્વક તેમની સરભરા કરતા.

એક વખત ટીંબી ગામમાં કોઈ અન્ય સંપ્રદાયના ધર્મગુરુ પધાર્યા. તેમના શિષ્યોની સ્ત્રીઓએ સો બેડાં પાણી ભરીને તે ગુરુને સ્નાન કરાવ્યું. શિષ્યો આખા ગામમાં બડાશ હાંકવા લાગ્યા કે, “જુઓ, અમારા ગુરુ કેવા મહાન છે કે જેમને સો બેડાં પાણીથી અભિષેક થયો!” અમરાભગતને આ જોઈને મનમાં ખૂબ સંકોચ થયો. તેમને શ્રીહરિની શિક્ષાપત્રીની સ્પષ્ટ આજ્ઞા સાંભરી આવી કે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં આસક્ત થઈ અધર્મ આચરનારા મનુષ્યનો સંગ ક્યારેય ન કરવો. પરંતુ તે વખતે તેઓ મૌન રહ્યા.

થોડા સમય પછી સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ મોટા સંતો-ભક્તો સાથે ટીંબી પધાર્યા. અમરાભગતે ખૂબ પ્રેમથી તેમનો આતિથ્ય સત્કાર કર્યો. બપોરે ચાર વાગ્યે સૌ સંતો-હરિભક્તો સાથે નદીએ સ્નાન કરવા પધાર્યા. તે વખતે અમરાભગતે આચાર્ય મહારાજ સમક્ષ હાથ જોડી વિનંતી કરી, “હે બાપજી! આપ અને સર્વે ત્યાગી સંતો કૃપા કરીને એક-એક અંજલિ (ખોબો) ભરીને મારા મસ્તક પર નદીનું જળ રેડો, તો મારું કલ્યાણ થાય!” અમરાભગતનો ભાવ જોઈ આચાર્યશ્રી અને સમસ્ત સંતમંડળે વારાફરતી તેમના મસ્તક પર અંજલિ ભરીને જળ અર્પણ કર્યું.

સ્નાન પૂરું થતાં જ અમરાભગત ઊભા થઈને મોટેથી બોલ્યા, “ભાઈઓ! કહો જોઈએ, આ વહેતી નદીના પ્રવાહમાં કેટલાં બેડાં પાણી હશે?” સૌ બોલ્યા, “નદીના અખૂટ પ્રવાહમાં તો અસંખ્ય કરોડો બેડાં પાણી સમાયેલું છે!” ત્યારે નિર્દોષ છતાં વિવેકી અમરાભગતે કહ્યું, “થોડા દિવસ પહેલાં પેલા ગુરુ સો બેડાં પાણીએ નાહ્યા તો સૌ તેમની મોટાઈ ગાતા હતા. પરંતુ તેઓ સ્ત્રીઓના હાથે નાહ્યા એટલે તેમનું માહાત્મ્ય ઘટી ગયું! જ્યારે મને તો સાક્ષાત્ પરમ પવિત્ર આચાર્ય મહારાજ અને અષ્ટપ્રહર બ્રહ્મચર્ય પાળનારા નિષ્કામી સંતોએ આ અખૂટ નદીના જળમાંથી અંજલિ ભરીને નવરાવ્યો છે, તો હવે કહો કે કોનું ભાગ્ય મોટું?” સૌ ગ્રામજનો અમરાભગતની આ નિર્મળ વિવેકબુદ્ધિ જોઈ દંગ રહી ગયા! આચાર્ય રઘુવીરજી મહારાજ અને સંતોએ તેમના આધ્યાત્મિક વિવેકથી રાજી થઈ ખૂબ આશીર્વાદ આપ્યા.

  • આદર્શ ભક્તગાથા માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

टींबी के अमरा सांखड का सत्संग-विवेक और आचार्य रघुवीरजी महाराज

नाघेर क्षेत्र के टींबी गाँव के एकांतिक भक्तराज वीरा सांखड के सुपुत्र अमरा सांखड अपने पिता की भाँति ही परम निष्ठावान और समर्पित सत्संगी थे। जब कभी संत नाघेर क्षेत्र में विचरण करते, अमराभगत अत्यंत प्रेम से उनकी सेवा-सुश्रूषा करते थे।

एक बार टींबी गाँव में किसी अन्य संप्रदाय के एक धर्माचार्य पधारे। उनके गृहस्थ शिष्यों की स्त्रियों ने सौ घड़े जल भरकर उन गुरु को स्नान कराया। उनके शिष्य गाँव भर में गर्व से ढिंढोरा पीटने लगे, “देखो, हमारे गुरुदेव कितने महान हैं कि जिनका सौ घड़ों से अभिषेक हुआ है!” अमराभगत को यह देखकर अत्यंत ग्लानि हुई। उन्हें श्रीहरि की शिक्षापत्री की पावन आज्ञा स्मरण हो आई कि जो स्त्री, धन और रसास्वाद में आसक्त होकर मर्यादा का उल्लंघन करते हैं, उनका संग कभी नहीं करना चाहिए। किंतु उस समय वे मौन रहे।

कुछ काल पश्चात स्वामीनारायण संप्रदाय के प्रथम आचार्य श्री रघुवीरजी महाराज ज्येष्ठ संतों के साथ टींबी पधारे। अमराभगत ने उनका भावभीना आतिथ्य किया। अपराह्न में जब आचार्यश्री और संत मंडल नदी में स्नान हेतु पधारे, तो अमराभगत ने हाथ जोड़कर प्रार्थना की, “हे तात! आप और सभी निष्कामी संत अपनी एक-एक अंजलि (हथेली) जल मेरे मस्तक पर डालने की कृपा करें!” अमराभगत का निष्कपट भाव देखकर आचार्यश्री तथा सभी त्यागी संतों ने अपनी-अपनी अंजलि भरकर उनके सिर पर पावन जल अर्पित किया।

स्नान के पश्चात अमराभगत ने खड़े होकर उच्च स्वर में पूछा, “भाइयो! बताइए कि इस बहती नदी में कितने घड़े जल होगा?” सबने कहा, “नदी की अखंड जलधारा में तो अनंत घड़े जल समाहित है!” तब परम विवेकी अमराभगत बोले, “कुछ दिन पूर्व जब वे गुरु सौ घड़ों से नहाए थे, तो सब उनकी महिमा गा रहे थे। किंतु पराई स्त्रियों के हाथों स्नान करने से उनका मान घट गया! जबकि मुझे तो साक्षात् परम पवित्र धर्मवंशी आचार्य महाराज और अखंड ब्रह्मचर्य का पालन करने वाले निष्कामी संतों ने इस पवित्र नदी के अनंत जल से अंजलि भरकर स्नान कराया है! अब आप ही बताइए कि किसका सौभाग्य बड़ा है?” अमराभगत के इस अद्वितीय सत्संग-विवेक को देखकर सभी ग्रामवासी नतमस्तक हो गए। आचार्य रघुवीरजी महाराज और संतों ने उनके आध्यात्मिक विवेक की मुक्तकंठ से प्रशंसा की।

  • आदर्श भक्तगाथा से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Amra Sankhad of Timbi: Saintly Discrimination and Acharya Raghuvirji Maharaj

In the village of Timbi in the Nagher region, devotee Amra Sankhad—son of the legendary devotee Vira Sankhad—mirrored his father’s unwavering dedication and profound spiritual grounding. Whenever the paramhansas toured the coastal villages of Nagher, Amra joyously welcomed and hosted them.

Once, a sectarian spiritual teacher from another order arrived in Timbi. The female relatives of his disciples fetched one hundred large brass pots of water to bathe him publicly. His followers paraded through the streets boasting, “Look how exalted our master is, bathed with a hundred pitchers of water!” Observing this worldly display, Amra Sankhad felt uneasy, immediately recollecting Shrihari’s clear injunction in the Shikshapatri: never associate with religious leaders who pander to women, wealth, and sensual indulgence while compromising moral purity. However, he maintained a discreet silence at the time.

Some time later, the first Acharya of the Swaminarayan Sampradaya, Shri Raghuvirji Maharaj, arrived in Timbi accompanied by senior ascetic sadhus. Amra hosted them with exemplary devotion. In the afternoon, the entire group went to the local river for an ablution. Approaching Acharya Maharaj with folded hands, Amra requested: “Revered Father! If you and all these celibate, detached sadhus would each kindly pour just one handful (anjali) of sanctified river water upon my head, my soul would be truly sanctified!” Pleased by his guileless humility, Acharya Maharaj and all the sadhus stepped forward, each lovingly pouring a palmful of sparkling water over Amra’s head.

After the bath, Amra turned to the assembled villagers and asked in a booming voice: “Brothers! Tell me, how many pitchers of water flow in this living river?” Everyone replied, “The living flow of a river cannot be counted in pitchers—it contains infinite billions of pitchers of water!” Amra then proclaimed with incisive wisdom: “A few days ago, people praised that guru because he was bathed with a hundred pitchers. Yet because he was bathed by women, his spiritual stature was compromised! Today, I have been bathed with the boundless flow of this sacred river poured by the holy hands of our pure Acharya and celibate paramhansas! Tell me, whose fortune is greater?” The villagers were astounded by Amra’s razor-sharp spiritual discrimination. Acharya Raghuvirji Maharaj and the elderly sadhus rejoiced at his wisdom and showered him with supreme blessings.

  • From Adarsh Bhaktagatha… 🙇🏻‍♂️🙏