શ્રીહરિ એક વખત ગોંડલ પધાર્યા ત્યારે ગોંડલ રાજ્યના પ્રતાપી રાજા દેવાજીએ રાજરીતે ભવ્ય સામૈયું કરીને શ્રીસ્વામિનારાયણ ભગવાનને પોતાના રાજમહેલમાં ઉતારો આપવા સવારી કાઢી હતી.
Gujarati
ગોંડલના રત્ના કડિયાની ગરીબનિવાજ ભક્તિ અને ફૂલેલો રોટલો
શ્રીહરિ એક વખત ગોંડલ પધાર્યા ત્યારે ગોંડલ રાજ્યના પ્રતાપી રાજા દેવાજીએ રાજરીતે ભવ્ય સામૈયું કરીને શ્રીસ્વામિનારાયણ ભગવાનને પોતાના રાજમહેલમાં પધરાવવા ભવ્ય રાજસવારી કાઢી હતી. મહેલમાં ઉતારાની સર્વ રાજસી તૈયારીઓ થઈ ગઈ હતી.
એ જ વખતે ગોંડલના ગરીબ પણ અનન્ય ભક્ત રત્નાભાઈ કડિયા હાથ જોડીને આગળ આવ્યા અને ગદ્ગદ્ કંઠે પ્રાર્થના કરી:
પ્રભુ રાજ નિવાજ ગણાઓ, ત્યારે રાય ઉતારે ત્યાં જાઓ..!
નામ રાખો ગરીબ નિવાજ, આવી ઉતરો મુજ ઘેર આજ...!
“હે પ્રભુ! આપ જો ‘રાજ-નિવાજ’ હો તો રાજાના મહેલમાં પધારો, પણ જો આપનું નામ ‘ગરીબ-નિવાજ’ સાચું હોય તો આજે મારા જેવા રંક કડિયાના ઘરે ઉતારો કરો!” ભક્તનો આવો નિષ્કપટ સ્નેહ જોઈ શ્રીહરિ રાજમહેલનો વૈભવ છોડીને સીધા રત્ના કડિયાની ઝૂંપડીએ પધાર્યા અને જેમ વિદુરજીની ભાજી જમ્યા હતા તેમ પ્રેમથી જમ્યા!
રત્નાભાઈના પત્ની પણ પરમ ભક્ત હતાં. એક વખત બપોરે તેઓ રસોડામાં મહારાજનું સ્મરણ કરતાં કરતાં બાજરાના રોટલા ઘડતાં હતાં. તાવડીમાં એક રોટલો દડા જેવો સરસ ફૂલ્યો. તે જોઈ તેમને આંખમાં સ્નેહનાં આંસુ સાથે સંકલ્પ થયો, “આવો સુંદર ગરમાગરમ રોટલો જમવા જો મહારાજ પધારે, તો હું મારા હાથે તાજું માખણ ભરીને જમાડું!” ત્યાં જ ડેલીની સાંકળ ખખડી અને મધુર સાદ સંભળાયો, “એ… ડેલી ઉઘાડો!” દોડીને ડેલી ખોલી તો સાક્ષાત્ શ્રીજીમહારાજ સામે ઊભા હતા! પ્રભુએ હસીને કહ્યું, “મને બહુ ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપો!” ભક્તમાતાએ પ્રેમથી ફૂલેલા ગરમ રોટલામાં માખણ અને દૂધની તાંસળી ધરીને મહારાજને તૃપ્ત કર્યા. આજે પણ ગોંડલ સ્વામિનારાયણ મંદિર સામે રત્નાભાઈના ઘરની તે પાવન સાંકળ અને કમાડ ભક્તો માટે દર્શનીય છે.
રત્નાભાઈએ જૂનાગઢ અને મૂળી મંદિરના નિર્માણમાં અનન્ય સેવા આપેલી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાથે તેમને ગાઢ મિત્રતા હતી. જ્યારે શ્રીજીમહારાજ અંતર્ધાન થયા ત્યારે જૂનાગઢ મંદિરના શિખર પર પથ્થર ચડાવતાં બ્રહ્માનંદ સ્વામીએ કાળી સાંઢણી પર ભગુજીને આવતા જોઈ અંતરમાં ધ્રાસકો પડતાં રત્નાને કહ્યું હતું, “રત્ના! પાણો હેઠો મૂક! કાળિયાએ કપટ કર્યું લાગે છે!”
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૬, કડી ૫માં રત્નાભાઈની ભક્તિ ગાઈ છે:
વિપ્ર જેઠો મીઠો ને ભાઈજી, ભક્ત શેઠ રૂડો રાઘવજી..!
કડિયા રતનો અજો નારાયણ, હરભમ હરિપરાયણ..!!
- શ્રીભક્તચિંતામણી મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏
Hindi
गोंडल के रत्ना कड़िया की गरीबनिवाज भक्ति और बाजरे की रोटी
एक बार जब श्रीजी महाराज गोंडल पधारे, तो गोंडल राज्य के प्रतापी नरेश देवाजी ने भव्य शाही सामैया (सत्कार यात्रा) निकालकर भगवान को अपने राजमहल में ठहराने की विशाल व्यवस्था की थी। महल में सभी राजसी तैयारियाँ पूर्ण थीं।
उसी समय गोंडल के निर्धन किंतु अनन्य भक्त रत्ना कड़िया हाथ जोड़कर आगे आए और अश्रुपूरित नेत्रों से प्रार्थना की:
प्रभु राज निवाज गणाओ, त्यारे राय उतारे त्यां जाओ..!
नाम राखो गरीब निवाज, आवी उतरो मुज घेर आज...!
“हे प्रभु! यदि आप केवल राजाओं के ही स्वामी हैं, तो राजमहल में पधारिए; किंतु यदि आपका नाम ‘गरीबनिवाज’ (दीनबंधु) सत्य है, तो आज मेरी इस टूटी झोपड़ी को पावन कीजिए!” भक्त का यह निष्कपट प्रेम देखकर श्रीहरि राजमहल का वैभव त्यागकर सीधे रत्ना कड़िया के घर पधारे और विदुरानी के शाक की तरह प्रेमपूर्वक रूखा-सूखा भोजन स्वीकार किया।
रत्नाभाई की धर्मपत्नी भी परम निष्ठावान भक्त थीं। एक दिन दोपहर में वे श्रीजी महाराज का स्मरण करते हुए बाजरे की रोटी (रोटला) बना रही थीं। तवे पर एक रोटी गेंद की तरह सुंदर फूल गई। उसे देखकर उनके हृदय में तीव्र भाव जगा: ‘काश! इस समय साक्षात् महाराज पधारें, तो मैं अपने हाथों से इस गरमागरम रोटी में ताजा मक्खन भरकर उन्हें खिलाऊँ!’ उसी क्षण आँगन की सांकल खटखटाई और श्रीहरि का मधुर स्वर गूँजा, “अरे! दरवाजा खोलो!” जब दौड़कर किवाड़ खोले तो सामने साक्षात् श्रीजी महाराज खड़े थे! प्रभु बोले, “हमें बहुत भूख लगी है, शीघ्र भोजन कराओ!” उस भाविक माता ने प्रेमपूर्वक वह फूली हुई बाजरे की रोटी, ताजा मक्खन और दूध का कटोरा परोसकर प्रभु को तृप्त किया। गोंडल मंदिर के सामने रत्ना कड़िया के घर की वह पावन सांकल और किवाड़ आज भी दर्शनार्थ सुरक्षित हैं।
रत्नाभाई ने जूनागढ़ और मूली मंदिर के निर्माण में अभूतपूर्व शिल्पकला सेवा की थी। सद्गुरु ब्रह्मानंद स्वामी के साथ उनकी अगाध मित्रता थी। जब श्रीजी महाराज स्वधाम पधारे, उस समय जूनागढ़ मंदिर के शिखर पर पत्थर चढ़ाते हुए ब्रह्मानंद स्वामी ने काली ऊँटनी पर समाचार लाते भगूजी को देखा, तो व्यथित होकर पुकार उठे थे, “रत्ना! पत्थर नीचे रख दो! साँवरिया ने कोई छल किया लगता है!”
सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि (प्रकरण 116, कड़ी 5) में इस महान भक्त का स्मरण किया है:
विप्र जेठो मीठो ने भाईजी, भक्त शेठ रूडो राघवजी..!
कडिया रतनो अजो नारायण, हरभम हरि Budhrayan..!!
- श्रीभक्तचिंतामणि मुक्तों के चिंतन से… 🙇🏻♂️🙏
English
Ratna Kadiya of Gondal: The Humility of a True Devotee and the Divine Bajra Rotlo
When Bhagwan Swaminarayan once visited the princely city of Gondal, the ruler King Devaji organized an opulent royal procession with trumpets, horses, and elephants to escort Maharaj directly to the royal palace where sumptuous arrangements had been prepared.
At that pinnacle moment of royal splendor, a humble mason named Ratna Kadiya stepped forward with folded hands and recited with deep emotion:
Prabhu Raaj Niwaaj ganao, tyare raay utare tyan jaao..!
Naam raakho Garib Niwaaj, aavi utaro muj gher aaj...!
“O Lord! If You wish to be known merely as the patron of kings, go lodge in the royal palace; but if Your eternal title of ‘Garib Niwaz’ (Protector of the Poor and Humble) is true, grace my modest cottage today!” Enchanted by such pure, egoless love, Shrihari turned aside from the royal palace and walked straight into Ratna’s humble home, savoring a simple meal just as Lord Krishna once cherished the spinach offered by Vidurji.
Ratna’s wife was equally steeped in pure devotion. One afternoon, while rolling out pearl millet flatbread (bajra rotlo) on the hearth and meditating on Maharaj, one rotlo puffed up beautifully into a sphere. Tears welled in her eyes as a tender prayer welled up: ‘If only Maharaj were here right now, how joyfully would I serve Him this hot rotlo filled with fresh, churned butter!’ At that precise moment, the courtyard chain rattled, and a melodious voice called out: “Open the door!” Running to open the gate, she stood face to face with Shriji Maharaj! Smiling radiantly, He said, “I am famished; serve Me lunch immediately!” Overwhelmed with devotion, she served the piping-hot bajra rotlo laden with golden butter alongside a bowl of fresh milk, which Maharaj savored with delight. The sacred doorway and chain graced by Shrihari are preserved for pilgrims in Gondal to this day.
Ratna Kadiya rendered monumental artisan service in the construction of the monumental stone temples in Junagadh and Muli, sharing an intimate spiritual bond with Sadguru Brahmanand Swami. When Shrihari departed for Akshardham, Swami and Ratna were positioning a pinnacle stone atop the Junagadh temple. Spotting attendant Bhaguji approaching on a black camel, the clairvoyant poet-saint felt a premonition of grief and cried: “Ratna! Put down the stone! The Dark One has played a devastating trick upon us!”
Sadguru Nishkulanand Swami celebrated this master builder and supreme devotee in the Bhaktachintamani (Chapter 116, Verse 5):
Vipra Jetho Mitho ne Bhaiji, bhakt Sheth Rudo Raghavji..!
Kadiya Ratno Ajo Narayan, Harbham Hariparayan..!!
- From Bhaktachintamani: Meditations on the Muktas… 🙇🏻♂️🙏