મોરબીના ચારણ રાજકવિ દેદલભક્તને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. પોતે સત્સંગી થયા એટલે અફીણ, કસુંબા અને મદ્યપાનનો કાયમ માટે ત્યાગ કરી પંચવર્તમાન દ્રઢપણે પાળતા હતા.

Gujarati

મોરબીના રાજકવિ દેદલભક્તની ટેક અને માળિયાના મોડજી દરબારનો આશરો

મોરબીના ચારણ રાજકવિ દેદલભક્તને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. પોતે સત્સંગી થયા એટલે અફીણ, કસુંબા અને મદ્યપાનનો કાયમ માટે ત્યાગ કરી પંચવર્તમાન દ્રઢપણે પાળતા હતા. રાજદરબારના અન્ય ઈર્ષાળુ દરબારીઓને આ પસંદ ન આવ્યું, તેથી તેમણે મોરબીના રાજા રવાજી ઠાકોરના કાન ભંભેર્યા.

એક દિવસ રવાજી ઠાકોરે સભામાં દેદલભક્તને લાલચ અને દબાણ આપતાં કહ્યું, “દેદલ! તારા ગળામાંથી આ સ્વામિનારાયણની કંઠી તોડી નાખ, તો તને એક આખું ગામ અને દસ હજાર કોરી રોકડા ઇનામ આપું!” દેદલભક્તે ખુમારીપૂર્વક ઉત્તર આપ્યો, “બાપુ! હું સત્સંગી થયો તેમાં રાજ્યનું શું અહિત થયું? સંતોના સંગથી હું વ્યસનમુક્ત અને પ્રામાણિક બન્યો છું. જો મારા કામમાં કોઈ ક્ષતિ હોય તો કહો, હું સુધારી લઈશ; પરંતુ આ કંઠી તો મારા માથાના સાટે છે, આ ગળામાંથી કંઠી ક્યારેય નહીં નીકળે!” પોતાનું વેણ ન પળાતાં ક્રોધિત થયેલા રવાજી ઠાકોરે ચોવીસ કલાકમાં મોરબી રાજ્યની સરહદ છોડી ચાલ્યા જવાનો દેશવટો ફરમાવ્યો.

દેદલભક્તનો મોટો પરિવાર હતો. રાતોરાત આજીવિકા છીનવાઈ જતાં ચિંતા થઈ, પરંતુ બ્રહ્માનંદ સ્વામીએ કરાવેલો ભગવાનનો નિશ્ચય અડગ હતો. તેમણે વિચાર્યું કે ‘દાસના દુશ્મન હરિ કદી હોય નહીં!’ તેમણે શ્રીહરિ આગળ આર્તનાદ કર્યો: “મદદ કરોને મહારાજ… હમણે અંસાંજી મદદ કરોને મહારાજ!”

તે જ રાત્રે અંતર્યામી શ્રીહરિએ માળિયાના સત્સંગી રાજા મોડજી દરબારને સ્વપ્નમાં સાક્ષાત્ દર્શન આપી આજ્ઞા કરી, “મોડજી! મોરબીમાં દેદલભક્તને કંઠી ખાતર અન્યાય થયો છે; તુરંત ગાડાં મોકલી તેમને સહપરિવાર સન્માનપૂર્વક માળિયા તેડી લાવો અને આશ્રય આપો!” સવાર થતાં જ મોડજી દરબારનાં ગાડાં મોરબી પહોંચી ગયાં. દેદલભક્ત સહપરિવાર માળિયા પધાર્યા. મોડજી દરબારે તેમને રહેવા સુંદર હવેલી, પાંચ કળશી અનાજ, ઘોડા, દૂઝણી ગાયો, ૫૦૦ કોરી રોકડ અને માળિયાના રાજકવિ તરીકે સ્થાપી કાયમી વર્ષાસન બાંધી આપ્યું!

આ વાત આખા કાઠિયાવાડમાં વાયુવેગે પ્રસરી ગઈ. થોડા દિવસ પછી શ્રીજીમહારાજે રવાજી ઠાકોરને પણ સ્વપ્નમાં દર્શન આપી તેમની ભૂલનું ભાન કરાવ્યું. પશ્ચાત્તાપની અગ્નિમાં બળતા રવાજી ઠાકોરે માળિયા માણસો મોકલી દેદલભક્તને ક્ષમાયાચના સાથે મોરબી પાછા બોલાવ્યા, પુનઃ રાજકવિ બનાવ્યા અને તેમનું વર્ષાસન પણ બમણું કરી આપ્યું.

  • આદર્શ ભક્તગાથા માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

मोरबी के राजकवि देदलभक्त की टेक और मालिया के मोड़जी दरबार का आश्रय

मोरबी के चारण राजकवि देदलभक्त को सद्गुरु ब्रह्मानंद स्वामी ने सत्संग का रंग लगाया था। सत्संगी बनते ही उन्होंने अफीम, कसुंबा, मदिरा और समस्त व्यसनों का सर्वथा त्याग कर दिया तथा पंचवर्तमान का निष्ठापूर्वक पालन करने लगे। राजदरबार के ईर्ष्यालु सामंतों को यह सहन न हुआ और उन्होंने मोरबी नरेश रवाजी ठाकोर को भड़काना शुरू किया।

एक दिन भरी सभा में रवाजी ठाकोर ने प्रलोभन देते हुए कहा, “देदल! तुम अपने गले से यह स्वामीनारायण की कंठी उतार दो, तो हम तुम्हें एक पूरी जागीर का गाँव और दस हजार कोरी नकद पुरस्कार देंगे!” देदलभक्त ने अडिग स्वाभिमान से उत्तर दिया, “अन्नदाता! सत्संगी बनकर मैंने राज्य का क्या अहित किया है? संतों की कृपा से मैं व्यसनमुक्त होकर अधिक निष्ठा से राज्य की सेवा कर रहा हूँ। मेरे कार्य में कोई त्रुटि हो तो बताइए, किंतु यह कंठी मेरे शीश के बदले बंधी है; सिर कट सकता है, पर कंठी नहीं उतर सकती!” अपनी आज्ञा की अवहेलना देख क्रोधित ठाकोर ने उन्हें चौबीस घंटे के भीतर राज्य की सीमा छोड़ने का देशनिकाला दे दिया।

विशाल परिवार के भरण-पोषण की चिंता होते हुए भी देदलभक्त का भगवान पर से विश्वास नहीं डिगा। उन्होंने आर्तभाव से श्रीजी महाराज को पुकारा: “मदद करोने महाराज… हमणे अंसांजी मदद करोने महाराज!”

उसी आधी रात को सर्वव्यापक श्रीहरि ने मालिया के सत्संगी नरेश मोड़जी दरबार को स्वप्न में प्रत्यक्ष दर्शन देकर आदेश दिया, “मोड़जी! मोरबी में कंठी की रक्षा हेतु देदलभक्त पर अन्याय हुआ है; अभी गाड़ियाँ भेजकर उन्हें ससम्मान अपने दरबार में ले आओ और यथोचित आश्रय दो!” प्रातःकाल होते ही मोड़जी दरबार के रथ और गाड़ियाँ देदलभक्त के द्वार पर पहुँच गईं। मालिया नरेश ने देदलभक्त को रहने के लिए सुंदर भवन, पाँच कलशी अनाज, दुधारू गायें, अश्व, 500 कोरी नकद और अपने राज्य के मुख्य राजकवि का पद देकर स्थायी वृत्ति (पेंशन) बांध दी!

यह चमत्कार संपूर्ण सौराष्ट्र में फैल गया। कुछ समय पश्चात श्रीहरि ने रवाजी ठाकोर को भी दिव्य प्रेरणा दी, जिससे उन्हें अपने अन्याय का तीव्र पश्चात्ताप हुआ। उन्होंने मालिया दूत भेजकर देदलभक्त से क्षमा माँगी, उन्हें ससम्मान मोरबी वापस बुलाया और उनका वार्षिक मानदेय दोगुना कर दिया।

  • आदर्श भक्तगाथा से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Royal Poet Dedalbhakat of Morbi: Faith in the Kanthi and Refuge in Maliya

Dedalbhakat, the esteemed royal poet (Charan) of the court of Morbi, was introduced to the Satsang fellowship by Sadguru Brahmanand Swami. Upon embracing the faith, he completely foreswore opium, intoxicating concoctions, meat, and liquor, strictly abiding by the moral disciplines of the Panch Vartaman. Jealous courtiers resented his purity and righteous standing, repeatedly inciting King Ravaji Thakor against him.

One day in open court, King Ravaji attempted to coerce him, “Dedal! Break that Swaminarayan kanthi around your neck, and I will grant you an entire estate village along with ten thousand silver koris in cash!” Dedalbhakat replied with unyielding courage: “Your Highness, what harm has Satsang brought to the state? The holy sadhus have freed me from all vices, making me a devoted and loyal servant of the throne. Point out any flaw in my duty and I shall rectify it; but this holy necklace was pledged with my life—my head may roll, but the kanthi will never be severed from my neck!” Infuriated by his defiance, King Ravaji decreed that Dedalbhakat and his large family be exiled from the borders of Morbi within twenty-four hours.

Faced with sudden destitution and exile, Dedalbhakat placed his entire trust in Bhagwan Swaminarayan, praying fervently from the depths of his soul: “Madad karone Maharaj… Help us, O Lord!”

That very midnight, the omniscient Shrihari appeared in a dream to King Modji Darbar of Maliya—a devout disciple—commanding him: “Modji! Dedalbhakat has suffered injustice in Morbi for the sake of My kanthi; dispatch carriages immediately, bring him and his family to Maliya with high honor, and provide them sanctuary!” At daybreak, royal wagons from Maliya arrived at Dedalbhakat’s threshold. Welcoming him warmly, King Modji gifted him a grand residence, fertile provisions, milking cows, horses, five hundred silver coins, and appointed him the chief royal poet of Maliya with an enduring royal stipend!

News of this miraculous divine intervention swept through Kathiawad. Soon after, Shrihari also enlightened King Ravaji Thakor in a dream, filling him with deep remorse. Realizing his grave folly, Ravaji Thakor dispatched messengers to Maliya to plead for Dedalbhakat’s pardon, reinstated him in Morbi with supreme dignity, and doubled his lifetime royal emoluments.

  • From Adarsh Bhaktagatha… 🙇🏻‍♂️🙏