સદગુરુ યોગાનંદ સ્વામી (મોટા) કાયમ વાડીએ રહેતા. તેઓ યોગકળા, સંસ્કૃત અને વ્યાકરણમાં ઘણા પારંગત હતા. સ્વામીની વિદ્વતા, સદ્ગુણો ને સત્સંગ કરાવવાની ધગશ અજોડ હતી.
Gujarati
સદગુરુ યોગાનંદ સ્વામીની યોગશક્તિ અને ગઢડા પ્રથમ-૭૮નો મહિમા
સદગુરુ યોગાનંદ સ્વામી (મોટા) કાયમ વાડીએ રહેતા. તેઓ યોગકળા, સંસ્કૃત અને વ્યાકરણમાં ઘણા પારંગત હતા. સ્વામીની વિદ્વતા, સદ્ગુણો ને સત્સંગ કરાવવાની ધગશ અજોડ હતી.
સ્વામી ઉત્તર ગુજરાતના ગળોધર ગામમાં સંવત ૧૮૪૧ના ચૈત્ર સુદ એકમના દિવસે ક્ષત્રિય રાજપૂત કુળમાં પિતા રણજીતસિંહજી અને માતા રૂપબાના ઘરે પ્રગટ્યા હતા. નાનપણથી જ તીવ્ર બુદ્ધિપ્રતિભા ધરાવતા સ્વામી પ્રભુપ્રીતિ કાજે તીર્થયાત્રાએ નીકળ્યા. મધ્ય ગુજરાતના કણભા ગામે શ્રીહરિનાં દર્શન થતાં જ એમના મનોહર સ્વરૂપમાં સમાઈ ગયા. વહેલાલ ગામે મુક્તરાજ જેસંગભાઈના ઘરે શ્રીહરિએ તેમને દીક્ષા આપી યોગાનંદ સ્વામી નામ રાખ્યું. ગોહિલવાડના દરબારો તેમને પોતાના ગુરુ માનતા. તેમણે રચેલું પદ ‘મારે મંદિર પધાર્યા શ્યામ પધાર્યા થઈ બડભાગી’ આજે પણ સંપ્રદાયમાં ભાવથી ગવાય છે.
એક વખત શ્રીજીમહારાજે એક સાધક ભક્તને યોગકળા શીખવા યોગાનંદ સ્વામી પાસે મોકલ્યા. સ્વામીએ કહ્યું, “સર્વ યોગક્રિયાનું મૂળ તો શ્રીજીમહારાજની સાક્ષાત્ મૂર્તિ છે! તમે મહારાજનાં દર્શન કરજો, અમે સાંજે આવીશું.” સાંજે દરબારગઢમાં સભા ચાલી રહી હતી ત્યારે અચાનક આકાશમાં દિવ્ય પવનની લહેરખી સાથે સમગ્ર સભામાં કંકુના છાંટા ઊડવા લાગ્યા! મુક્તાનંદ સ્વામીએ આશ્ચર્યથી પૂછતાં શ્રીહરિએ રહસ્ય ખોલ્યું, “યોગાનંદ સ્વામી ઇન્દ્રના અવતાર છે; તેઓ સૂક્ષ્મ વાયુરૂપે વાડીએથી અમારાં દર્શન કરવા પધાર્યા હતા!”
એકવાર ચોમાસામાં વરસાદ ન હોવાથી જોધાભગતનાં શાકભાજીનાં વેલા સુકાતાં હતાં. વાડીએ દર્શન કરવા ગયેલા જોધાભગતે સ્વામીને પ્રાર્થના કરી, “સ્વામી! વરસાદ વરસાવો તો સૌને રાહત થાય.” યોગાનંદ સ્વામીએ પૂછ્યું, “વાડીએ ગયેલાં મહારાજનાં ગાડાં ઘેલા નદી ઓળંગીને આ કાંઠે આવી ગયાં?” જોધાભગતે કહ્યું કે હજુ આવ્યાં નથી. સ્વામીએ કહ્યું, “ગાડાં સલામત આવી જાય પછી કહેજે.” સાંજે ગાડાં પાર ઊતર્યાના સમાચાર મળતાં જ સ્વામીના સંકલ્પથી મુશળધાર વરસાદ વરસ્યો!
સ્વામીની આવી અલૌકિક સ્થિતિ અને નિષ્ઠા જોઈને સ્વયં શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા પ્રથમ-૭૮માં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે, “આત્માનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી ને શિવાનંદ સ્વામી એ ચાર સંતો મોટા છે, માટે એમનું કોઈ પ્રકારે અપમાન થવા દેશો નહીં.” આમ કહી શ્રીહરિએ આદરજ પછી ગઢપુરમાં એ ચાર સંતોને સદગુરુ પદવી અર્પણ કરી હતી.
- શ્રીજીમહારાજ પ્રગટની વાતોમાંથી… 🙇🏻♂️🙏
Hindi
सद्गुरु योगानंद स्वामी की योगशक्ति और गढ़डा प्रथम-78 की महिमा
सद्गुरु योगानंद स्वामी (बड़े) प्रायः बाड़ी (उद्यान) में निवास करते थे। वे अष्टांग योग, संस्कृत भाषा और व्याकरण के महान प्रकांड विद्वान थे। स्वामीजी की विद्वत्ता, अद्वितीय सद्गुण और जीवों को सत्संग कराने का उत्साह अतुलनीय था।
स्वामीजी का प्राकट्य उत्तर गुजरात के गलोधर गाँव में संवत् 1841 की चैत्र शुक्ल प्रतिपदा को क्षत्रिय राजपूत कुल में पिता रणजीतसिंहजी और माता रूपबा के घर हुआ था। बाल्यावस्था से ही तीव्र प्रज्ञावान स्वामीजी ईश्वर-प्राप्ति हेतु तीर्थाटन पर निकले और मध्य गुजरात के कणभा गाँव में श्रीहरि के दर्शन कर कृतार्थ हो गए। वहेलाल गाँव में भक्त जेसंगभाई के घर श्रीजी महाराज ने उन्हें भागवती दीक्षा देकर ‘योगानंद स्वामी’ नाम प्रदान किया। गोहिलवाड़ प्रांत के दरबार उन्हें अपने परम गुरु मानते थे। उनके द्वारा रचित प्रसिद्ध कीर्तन ‘मारे मंदिर पधार्या श्याम पधार्या थई बडभागी’ आज भी बड़े भाव से गाया जाता है।
एक बार श्रीजी महाराज ने एक साधक को योग-साधना सीखने हेतु योगानंद स्वामी के पास भेजा। स्वामीजी ने विनयपूर्वक कहा, “समस्त योग-सिद्धियों का मूल तो साक्षात् श्रीजी महाराज की दिव्य मूरति ही है। आप महाराज के दर्शन में लीन रहें; हम सायंकाल दर्शन हेतु आएँगे।” सायंकाल जब गढ़पुर के दरबार में सभा चल रही थी, तभी आकाश में दिव्य वायु का चक्रवात उठा और संपूर्ण राजदरबार में अलौकिक कुंकुम की वर्षा होने लगी! जब मुक्तानंद स्वामी ने इस विस्मय का कारण पूछा, तो श्रीहरि ने रहस्य उद्घाटित किया, “योगानंद स्वामी देवराज इंद्र के अवतार हैं; वे बाड़ी से सूक्ष्म वायु रूप में हमारे दर्शन करने पधारे थे!”
एक बार वर्षा न होने से जोधाभगत की बाड़ी की फसलें सूख रही थीं। जोधाभगत ने बाड़ी जाकर प्रार्थना की, “स्वामी! यदि आप मेघ बरसाएँ तो समस्त जीवों को राहत मिले।” योगानंद स्वामी ने पूछा, “क्या बाड़ी में घास लेने गई महाराज की गाड़ियाँ घेला नदी के इस पार सकुशल आ गई हैं?” जोधाभगत ने कहा कि अभी रास्ते में हैं। स्वामीजी बोले, “गाड़ियाँ पार आ जाने दो, फिर बताना।” सायंकाल गाड़ियाँ सुरक्षित पहुँचते ही स्वामीजी के संकल्प से मूसलाधार अमृतवर्षा हुई!
स्वामीजी की इस पराकाष्ठा की आध्यात्मिक स्थिति को देखकर स्वयं श्रीजी महाराज ने वचनामृत गढ़डा प्रथम-78 में उद्घोष किया, “आत्मानंद स्वामी, योगानंद स्वामी, भगवदानंद स्वामी और शिवानंद स्वामी—ये चारों संत सत्संग में अति महान हैं, अतः इनका कभी किसी प्रकार से अपमान न होने पाए।” इस प्रकार श्रीहरि ने गढ़पुर में इन चारों संतों को सद्गुरु पद से अलंकृत किया।
- श्रीजी महाराज प्रगट की बातों से… 🙇🏻♂️🙏
English
Sadguru Yoganand Swami: Yogic Mastery and the Glory of Gadhada I-78
Sadguru Yoganand Swami (the Elder) frequently resided in the tranquility of the lush orchards (wadi) of Gadhpur. He was an accomplished master of classical Ashtanga Yoga, profound Sanskrit literature, and Vedic grammar. Swami’s intellectual brilliance, saintly virtues, and tireless zeal in spreading Satsang were peerless.
Born on Chaitra Sud 1, Samvat 1841, into a noble Rajput Kshatriya lineage in Galodhar (North Gujarat) to father Ranjitsinhji and mother Rupba, he embarked on a spiritual pilgrimage at an early age seeking God. Arriving at Kanbha in central Gujarat, his soul found eternal rest the moment he beheld Shrihari’s captivating divine form. In the village of Vehelal, at the home of devotee Jesangbhai, Shrihari initiated him into the paramhansa fold as Yoganand Swami. The Kathi and Rajput rulers of Gohilwad held him in veneration as their supreme spiritual preceptor. His devotional hymn, “Maare Mandir Padharya Shyam… Padharya Thai Badbhagi,” continues to be sung throughout the fellowship with deep reverence.
Once, Shriji Maharaj directed an aspirant seeking mastery over yogic powers to learn from Yoganand Swami. Swami humbly guided him, “The fountainhead and ultimate fruit of all yogic realization is nothing other than the divine murti of Shriji Maharaj Himself! Immerse yourself in Maharaj’s darshan; we shall arrive this evening for His holy darshan.” That evening, during the divine assembly in the royal court, a sudden celestial gust swirled through the heavens, showering crimson kumkum powder across the entire gathering! When Muktanand Swami asked about this miracle, Shrihari revealed, “Yoganand Swami is the incarnation of Indra; he traversed the sky from the orchard in subtle aerial form solely to offer his respects at Our lotus feet!”
During a prolonged summer drought, crops and vegetable vines tended by devotee Jodha Bhagat were withering. Visiting Swami in the grove, Jodha pleaded, “Swami, if you command the rainclouds, all beings will find relief.” Yoganand Swami asked, “Have Maharaj’s ox-carts hauling fodder safely crossed the Ghela river to this bank?” Jodha replied they were still in transit. Swami instructed, “Notify me once the carts have safely crossed.” As soon as word came in the evening that the carts had reached safety, torrents of life-giving rain poured down across the parched land at Swami’s will!
Recognizing his supreme spiritual realization, Bhagwan Swaminarayan Himself proclaimed in Vachanamrut Gadhada I-78: “Atmanand Swami, Yoganand Swami, Bhagvadanand Swami, and Shivanand Swami are truly eminent elder satgurus in Satsang; ensure that no one ever disrespects them in any manner.” Maharaj conferred the prestigious status of Satguru upon these four eminent ascetics in Gadhpur.
- From Shriji Maharaj Pragat ni Vato… 🙇🏻♂️🙏