એકવખત શ્રીહરિ કચ્છદેશના ભચાઉ ગામે પધાર્યા હતા. હરિભક્ત વાઘજીભાઇ શાહના ફળીયા મા ઢોલીયે શ્રીહરિ બીરાજી ને હરિભક્તો ને દર્શ-સ્પર્શ નુ સુખ આપતા હતા.

Gujarati

ભચાઉના જેરામભગત અને નિર્લોભાનંદ સ્વામીની દીક્ષા

એકવખત શ્રીહરિ કચ્છદેશના ભચાઉ ગામે પધાર્યા હતા. હરિભક્ત વાઘજીભાઇ શાહના ફળીયા મા ઢોલીયે શ્રીહરિ બીરાજી ને હરિભક્તો ને દર્શ-સ્પર્શ નુ સુખ આપતા હતા. ગામના સહુ મુમુક્ષુઓ સભામા પધાર્યા હતા. એ વખતે શ્રીહરિ સંતોભકતો ને સમાધીમા મોકલી ને ધામોધામના દર્શન કરાવતા એ જાણી ને મુમુક્ષુ એવા ગામના ખેડૂ ખીમા પટેલે બે હાથ જોડીને વિનંતી કરી હે પૃભુ..! સમાધી તો વર્ષોની તપશ્ચર્યા કરતા યોગીઓને થાય, એ અમ જેવા પામર ને કેવી રીતે થાય? તમે તો દયાના સાગર છોવ તે અમ માથી કોઇને કૃપા કરો તો સારુ..! એવી પોતાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે શ્રીહરિના ઢોલીયા પાસે જ હરિભક્ત જેરામભગત બેઠેલા હતા. શ્રીહરિએ એમને કહ્યું કે જેરામભગત તમે આંખો બંધ કરીને ભગવાન નુ ધ્યાન કરો તો સમાધી થશે. જેરામભગત આંખો બંધ કરીને થોડીવાર બેસી રહ્યા ને જાગ્યા ત્યારે શ્રીહરિએ પુછયુ કે તમે શુ જોયું. ત્યારે નિખાલસ હૃદયના જેરામભગત બોલ્યા કે હે પૃભુ..! બાજુના ઘરે બાયુ કજીયો કરતી હતી તે મારુ ચિત્ત એકાગૃ થયું જ નહી ને સમાધી નુ સુખ ન આવ્યું. એ સાંભળી શ્રીહરિ બોલ્યા કે કાય વાંધો નહી, તમને જે દેવ મા શ્રધ્ધા હોય એમને આંખો બંધ કરીને સંભારો હવે સમાધી થશે. જેરામભગત તો તુરંત જ આંખો બંધ કરીને પોતાના ઇષ્ટદેવ શ્રીરામચંન્દ્રપૃભુને સંભારવા મંડયા. એમને તુરતંજ સમાધી થઇને ગૌલૌક, વૈકુંઠ, ઇન્દ્રલોક, બૃહ્મલોક વગેરે ધામોના દર્શન થયા ને શ્રીહરિની કૃપાથી અત્યંત સુખ જણાયું. સમાધિમાંથી જાગીને સૌ ગામજનોને એ વાત કરી તે સૌ આશ્ચર્ય પામ્યા. સભા પુરી થતા સૌ ઉઠીને પોતપોતાના ઘેર ગયા.

રાતે શ્રીહરિએ સદગુરુ અખંડાનંદ સ્વામીને બોલાવ્યા ને કહ્યું કે આ ગામમાં મુમુક્ષુઓ ઘણા છેને એમને સત્સંગ નો ખપ છે, માટે તમે રોકાઓ ને સૌને સત્સંગ કરાવો. અખંડાનંદ સ્વામી ભચાઉ રોકાયા ગામમાં સત્સંગ કરાવયો. જે જેરામભગત ને શ્રીહરિએ સમાધી કરાવેલી એ પણ સ્વામી પાસે રોજ સત્સંગ કરવા પધારતા ને ધ્યાન વગેરે શીખતા. પોતાને ધ્યાન સીધ્ધી થતા શ્રીહરિના સ્વરુપમા અત્યંત હેત થયું ને અસાર સંસાર નો ત્યાગ કરીને ભાગવતિ દીક્ષા લઇને સાધુ થયા ને નિર્લોભાનંદ સ્વામી એવું નામ રાખ્યું. પોતે કાયમ એમના ગુરુ એવા સદગુરુ અખંડાનંદ સ્વામી સાથે જ સત્સંગ વિચરણ મા ફરતા. પોતાને ધ્યાન નુ અંગ હોવાથી ધ્યાની નિર્લોભાનંદ તરીકે ઓળખાતા.

એકવખત વિચરણમા ફરતા ફરતા ગુરુ-શિષ્ય ગઢપુર શ્રીહરિના દર્શન પધાર્યા હતા. એ વખતે સંવત ૧૮૮૪ ના શ્રાવણ મહીને શ્રીહરિ ગઢપુર દરબારગઢ મા ઉગમણા બારની ઓહરીએ રઘુવીરજી મહારાજ વગેરે સહુ સંતો ભક્તો સાથે બીરાજયા હતા. એ સભામા ધ્યાની નિર્લોભાનંદ સ્વામીએ પૃશ્ન પુછયો હતો કે પૃભુ..! જાગૃત અવસ્થા મા દિઠા કે સાંભળ્યા ન હોય એવા પદાર્થ સ્વપ્નમાં સફ્રૂરી આવે એનું શુ કારણ હશે? ત્યારે શ્રીહરિએ કહ્યું કે એતો જીવના પુરવજનમ ના કર્મની વાસનાએ કરીને છે ને એ મોટા સત્પુરુષ ના સમાગમે કરીને કરીને જેમ ચારપાંચ વરહ જુની ડાંગર વાવો તો ઉગે નહી એમ જનમોજનમની વાસના જીર્ણ થાયને ફરીને સ્ફૂરે નહીને જીવને જનમમરણ કરાવે નહી. (ગઢડા અંત્ય નુ ૧૮મું).

  • વચનામૃતના પાત્રો - સંતસુમન સ્રજ માંથી… 🙇🏻‍♂️🙏