એકવખત શ્રીહરિ ગઢપુરમા વિરાજતા હતા. એકદિવસ જાંબૂડા વાળા આથમણા બાર ના ઓરડામા આથમણા મુખે ઢોલીયા ઉપર બીરાજયા હતા.
Gujarati
પુર્ણાનંદ સ્વામીનો વિરહ અને ગજો ગઢવીની નિષ્ઠા
એકવખત શ્રીહરિ ગઢપુરમા વિરાજતા હતા. એકદિવસ જાંબૂડા વાળા આથમણા બાર ના ઓરડામા આથમણા મુખે ઢોલીયા ઉપર મશરું ના ગાદી તકીયે ઓઠિંગણ દઇને બીરાજયા હતા. બારણામા આડો પડદો નાખેલ હતો. પુર્ણાનંદ સ્વામી ઝાલાવાડના ગામડાઓમાંથી સત્સંગ વિચરણ ફરતા હતા. એમને શ્રીજીમહારાજના દર્શન નો તિવૃ વિયોગ થયો તે ગઢપુર પધાર્યા. શ્રીહરિ આથમણા બારના ઓરડે જાણીને દર્શન કરવા સારુ દોટ મુકી. પાર્ષદોએ એમને દરવાજે રોક્યા. પુરણાનંદ સ્વામીને વિરહ સહન થયો નહી તે પોતાની ચારણી શૈલીમાં પોતે પોતાનો સતાર હાથે લઇને કિરતનો ગાવા મંડયા કે…. તારા વિરહ બાણે વેંધાણી, જાણી રે મુને માર્યા મોહનજી..! પુરણાનંદ કહે આવી જો પીડ્યે, પાડશો મા કોઇ પૃાણી જાણી..!!
આમ એક કેડ્યે એક પદો ગાતા જાય ને આંખ્ય મા દડ-દડ આંસુઓ પડતા જાય, હજુ બે ત્રણ પદ ગાઇ રહ્યા ત્યાતો શ્રીહરિ અકળાઇ ઉઠ્યા ને ઢોલીયે થી ઉઠીને જાતે પડદો આઘો કરીને દોડ્યા. પુરણાનંદ સ્વામી ને સિતાર સાથે ગાતા હતા એમ જ ભેટી પડ્યા ને ફુલનો હાર પહેરાવ્યો ને માથે હાથ મુકીને આશિષ દીધા.
સમયજતા પોતાના માનના અંગથી પુર્ણાનંદ સ્વામી સાધુ મટીને સંસાર મા પરત આવ્યા ને ફરીને મૂળનામે ગજો ગઢવી થયા. પરંતુ તેમને શ્રીહરિ નો નિશ્ચય એકવખત થયો તે એવો ને એવો અણિશુદ્ધ જીવનભર રહ્યો. એકવખત ધાંગધ્રાના મહારાજા રણમલસીંહજીએ પોતાના યુવરાજ અમરસીંહજીના લગન પૃસંગે એમને પોતાના અગાઉના રાજકવિ, દશૌંદી ને વિદ્વાન ચારણ જાણીને પોતાને ખાસ આમંત્રણ દીધું. પોતે લગનપૃસંગે ધાંગધ્રા પધાર્યા. મહારાજશ્રીએ પોતાના યુવરાજના લગ્નોયોચિત કવિત રચવા એમને ખાસ આગૃહ કર્યો. પોતે થોડીવાર સુધી તો સુનમુન થય ગયા ને રાજાને હાથ જોડીને બોલ્યા કે મહારાજ શ્રી..! જે મુખે અખિલ ભૂવન ના નાથ એવા પૃગટ પૃભુના ગુણ ગાયા છે, જે મુખે પૃગટના પાનબીડા ચાવ્યા છે, એ મુખે હવે મનુષ્યના ગુણ ગાવા એ તો કોલસા ચાવવા બરાબર છે. માટે મને ક્ષમા આપો. ત્યારે ધાગંધ્રા નરેશ મહારાજા રણમલસીંહજી કહે કે તમને બે ગામ બક્ષિસ આપીશ..! ત્યારે ગજો ગઢવી બોલ્યા કે જેણે આખુયે અક્ષરધામ મારા નામે કરી દીધું એની સામે હવે બે ગામનું પરગણું તો મને કાય ગણતરીમાં નથી. હવે તો ગામ-ગરાસ ની તો એની સામે શી ગણતિ..? ત્યારે મહારાજા કહે કે તમે ભલે કવિત ન રચ્યું પણ અમારા દ્વારે થી દેવીપુત્ર ચારણ ને ખાલી હાથે જાવા ન દેવાય. તમારી ઇષ્ટદેવની પૃત્યેની નિષ્ઠાને હુ નમન કંરુ છુ. તમોને રાજ તરફથી પવનિયો ઘોડો બક્ષિસ આપું છુ.
- પુર્ણાનંદ કાવ્ય માથી….
🙇🏻♂️🙏