પડધરી પાસેના રતનપર ગામના દરબાર રતનસીંહજીના બેન કુસુમકુંવરબાં ને મોરબી સ્ટેટમા પરણાવેલા.

Gujarati

રતનપુરના રતનસીંહજી અને દેવાનંદ સ્વામીના આશીર્વાદ

પડધરી પાસેના રતનપર ગામના દરબાર રતનસીંહજીના બેન કુસુમકુંવરબાં ને મોરબી સ્ટેટમા પરણાવેલા. રતનસીંહજી ને એમના બેન કુસુમકુંવરબાં ને બાળપણથી જ સંસ્કાર મળેલ હતા ને પોતે દૈવી જીવ હતા. કુસુમકુંવરબાં સાસરે ગયા ને થોડા વરહ થયે સંતાન ન થતા એમના પતિએ બીજુ લગન કર્યું. બીજા નવા રાણીએ કુંવરને જન્મ દીધો એટલે રાજા એ નવા રાણીને માનિતી રાણી તરીકે રાખીને રહેવા લાગ્યા. કુસુમકુંવરબાં ને ક્ષોભ થયો પણ મનમા થયું કે મારા કર્મસંસ્કારે સંતાન સુખ નહી હોય એમ માની ને મન મનાવી લીધું. પોતે ભકિતમય જીવન વિતાવવા લાગ્યા.

રતનસીંહજી ને ઘોડેસવારી કરવા નો ઘણો શોખ હતો. પોતે અસવારી કરવામા કુશળ હતા. એકવખત રતનસીંહજી પાસે આ નવા રાણીના દિકરા મોરબીથી ઘોડેસવારી શીખવા આવ્યા. રતનસીંહજી પોતે ભાલો સાથે રાખીને ઘોડેસવારી કાયમ કરતા, એકદિવસ ઘોડો અણધાર્યો કૂદ્યો તો ભાલો એ નાનકડા કુંવરને વાગી ગયો ને કુંવર નુ અચાનક અવસાન થયું. મોરબી ના રાજા ને એમના બનેવી નો ઠપકો મળશે તો શુ કરીશુ ?

ઉપરાંત ભાણેજ રાજકુંવર મરી જતા દરબાર રતનસીંહજી તો મનમા બહુ મુંજાયા પણ થયુકે આ પંથકમાં મૂળી મંદિરના મહંત સદગુરુ દેવાનંદ સ્વામી મોટા પૃતાપી સાધુ છે તો એને મળીને વાત કંરુ. મને જરુર એ આ દુખ મા કાંક રસ્તો કાઢી આપશે.

દરબાર રતનસીંહ તો તુરંત જ મૂળી ગયા ને સદગુરુ દેવાનંદ સ્વામીના દર્શન કરીને એમને વાત્ય કરી. સ્વામીએ એમને ધિરજ આપી ને બોલ્યા કે દરબાર, શ્રીજીમહારાજ સૌ સારા વાના કરશે, એજ સર્વ કર્તાહર્તા છે. પોતાના ભક્ત ઉપર શૂળીનુ દુખ હોય તો કાંટાના દુખે ઉગારે છે. તમે નચિંત રહોને મંદિરે દેવના દર્શન કરીને હમણાં અહી રોકાઓ.

દરબાર ને આશ્વાસન મળ્યુ ને પોતાના મનનો ભાર હળવો થયો. પોતે અઠવાડીયુ ત્યાજ સ્વામીના કહેવા થી રોકાયા. મૂળી મંદિર થી પોતે પોતાના ગામ જાવા નીકળવાનો સંકલ્પ કરતા હતા તે સદગુરુ દેવાનંદ સ્વામી પાસે રજા લેવા આવ્યા. ત્યાં ઘોડેસવાર સમાચાર લઇને આવ્યો તે દરબારને મનમા સંકલ્પ થયો ને મનમાં થયુકે હવે શુ કાય ખરાબ સમાચાર તો નહી હોય ને?

દેવાનંદ સ્વામીએ દરબાર મનનાં સંકલ્પને જાણીને ધરપત આપતા બોલ્યા કે દરબાર..! આ અસવાર તમને પકડવા નહી પણ તમને વધામણી દેવા આવ્યો છે.

ઘોડેસ્વાર ઘોડેથી ઉતરીને સ્વામીને પગે લાગીને લાલ અક્ષરે લખેલ કંકોતરી દરબારના હાથ મા દીધી. કંકોતરી મા લખેલ હતું કે ભાઇ રતનસીંહજી ને માલુમ થાય કે તમારા બહેન કુસુમકુંવરબાં એ પુત્ર નો જન્મ દીધેલ છે. તમારા થી થયેલ અપરાધ માફ કરવા મા આવે છે ને તમારા ભાણેજ ની વધામણી તરીકે તમને ગામ રતનપુર બક્ષીસ ગરાસમા આપવામાં આવે છે.

દરબારના આનંદનો પાર ન રહ્યો. દોડીને સ્વામીને પગમાં પડી ગયા ને આંખમાં થી આંસુઓની ધારાઓ વહેવા લાગી. સદગુરુ દેવાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા ને પોતે સત્સંગી થયા. સ્વામીને મૂળી મંદિરના દેવોની સેવા સારુ એકસો વિઘા જમીન કૃષ્ણાર્પણ કરી.

  • શ્રી દેવાનંદ કાવ્યમાંથી…. 🙇🏻‍♂️🙏