એકવખત ઇડરના રાજાએ બૃાહમણો ઉપર કર નાંખ્યો. બૃાહમણો ને વિશ્વાસ હતો કે ટોડલા ગામે ખુશાલ ભટ્ટ ને મળીએ તો એ કાંઇક રાહત જરૂર કરાવશે.

Gujarati

ખુશાલ ભટ્ટ અને ઇડરના રાજાનો કરવેરો

એકવખત ઇડરના રાજાએ બૃાહમણો ઉપર કર નાંખ્યો. બૃાહમણો ને વિશ્વાસ હતો કે ટોડલા ગામે ખુશાલ ભટ્ટ ને મળીએ તો એ ચોક્કસ આપડી વાત્ય રાજાને કરીને કાંઇક રાહત જરૂર કરાવશે. એમ માની ને ચારસો જેટલા બૃાહ્મણો ભેગા થઇને ટોડલા ગામે ખુશાલ ભટ્ટ પાહે આવ્યા ને પૃાર્થના કરી. નાના એવા ખુશાલ ભટ્ટ સૌને પૃણામ કરીને બોલ્યા કે ચાલો હુ અત્યારે જ તમારી સાથે આવુ છુ એમ કરીને બધાય બૃાહ્મણોને લઇને ઇડર રાજા ના દરબાર મા લઇ ગયા. ત્યાં જઇને રાજા ને બૃાહ્મણો પાસેથી કરવેરો ન લેવાય એમ શાસ્ત્રસંમત ઘણી ઘણી વાત્ય કરી ને સમજાવવા મહેનત કરી, પણ રાજાએ અવળચંડાઇ કરી ને માન્યો નહી. ખુશાલ ભટ્ટે જાણ્યું કે આ રાજા એમ સહજ વાત્ય કરયે નહી માને એમ વિચારીને બધાય બૃાહ્મણો સાથે ઇડરનગરને ઉગમણે દરવાજે વાવ હતી ત્યાં વૃક્ષની નીચે મુકામ કર્યો. પોતે ત્યાં સ્નાન કરે પોતાના નિત્યકૃમ પૃમાણે સંધ્યા કરી, બધાય બૃાહ્મણો પાસે નારાયણ ધૂન્ય કરાવી. પોતાની યોગશકિત વાપરી તે રાજા ને એના تمام દરબારીઓના મળમુત્ર બંધ થઇ ગયા ને નેત્ર ફરી ગયા. બધાને કબજિયાત થતા પેટ ચડી ગયા ને પૃાણ નીકળી જાય એમ આકુળ-વ્યાકુળ થવા લાગ્યા. રાજાએ જાણ્યું કે પવિત્ર બૃાહ્મણોના અપરાધ કરયે આ દુખ આવી પડ્યું છે. એમ પોતાની ભૂલ્ય જાણી ને માફી માંગવા આવ્યો. પોતે બધાય બૃાહ્મણો ની પ્રદક્ષિણા કરી ને પૃણામ કરીને માફી માંગી ને કરવેરો નાબૂદ કર્યો. સહુ બૃાહ્મણો ખુશાલ ભટ્ટ ઉપર ઘણા રાજી થયા ને રાજા ને સર્વ રાજદરબારીઓને પણ નાના એવા ખુશાલ ભટ્ટ ના ઐશ્વર્ય ઉપર અહોભાવ થયો. રાજા એ ખુશાલ ભટ્ટ ને પોતાના રાજદરબારમાં પધરાવ્યા ને હાથ જોડીને અરજ કરી કે મારે પુત્ર નથી તો રાજકુંવર વગર તો રાજવંશ કેમ કરીને રહેશે? તમે કાંઇક કૃપા કરો તો મારે પુત્ર થાય. હુ તમને હવેલી બંધાવી આપું ને તમોને રાજ્ય ગુરુ તરીકે સ્થાપન કંરુ..! ઇડરના રાજાની વાત્ય સાંભળીને ખુશાલ ભટ્ટ તો ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા કે મારે હવેલી નથી જોઇતી કે ગામ નથી જોઇતુ ને મારે તો રાજ્યગુરુ પણ નથી થાવુ. તમારે જો પુત્ર જોઇએ તો માણસાના રાજાની કુંવરીને પરણજો તમને પુત્ર થશે. એ ભગવાન નો ખરો ભક્ત પણ થાશે. એમ કહીને રાજા ને આશીર્વાદ દીધા ને પોતે પોતાના ઘરે ગામ ટોડલા આવ્યા.

સમયજતા ઇડરના રાજાએ માણસા ની રાજકુંવરી સાથે લગન કર્યા ને એમના દિકરા એ કુંવર જવાનસંગજી થયા. જે ખુશાલ ભટ્ટ (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) ના આશીર્વાદથી ખરેખરા એકાંતિક ભક્ત થયા ને જેમણે મહેલના સામે જ મોટું શીખરબંધ ભગવાન શ્રી સ્વામિનારાયણ નુ ભવ્ય મંદિર બંધાવ્યું. પોતે અવારનવાર સંતોને પોતાના મહેલ ને દરબાર વગેરેમાં ભાવથી પધરામણીઓ કરાવતા ને ખુબ ભાવથી સેવાઓ કરતા.

  • શ્રીસ્વામિનારાયણ ચરિત્રચિંતામણિમાંથી…. 🙇🏻‍♂️🙏