સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરા શ્રીસ્વામિનારાયણ મંદિરે બીરાજતા હતા. એ સમયે વડોદરા મા એક મેરાલભાઉ નામે દક્ષિણી બૃાહ્મણ હતા.

Gujarati

વડોદરાના મેરાલભાઉ અને હનુમાનજીની કૃપા

સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરા શ્રીસ્વામિનારાયણ મંદિરે બીરાજતા હતા. પોતાના પૃૌઢપૃતાપથી સત્સંગીઓને દિવ્ય કથાવારતા ને દર્શનથી હરિભક્તોને સર્વપૃકારે સુખરુપ હતું. એ સમયે વડોદરા મા એક મેરાલભાઉ નામે દક્ષિણી બૃાહ્મણ પાંચ કરોડ નો આસામી હતા. એ મેરાલભાઉને નાની ઉંમરે કાંક જીવલેણ રોગ લાગુ પડ્યો તે દિવસે દીવસે શરીર ગળવા મંડયુ ને મરણ પથારીવશ થયા. ઘણાય વૈદો-હકીમો પાહે દવા કરાવરાવી પણ કાય ફાયદો ન થાય. પોતાને આ બીમારી મા અંતકાળ નજીક દેખાવા મંડ્યો. એ બૃાહ્મણ મેરાલભાઉ દૈવી જીવ હતા તે એણે વડોદરા મા જેટલા શ્રીહનુમાનજી ના મંદિર હતા ત્યાં બૃાહમણો ને પોતાના વતિ શ્રીહરિનામ જપ કરવા બેસારયા, પણ શરીરે સુધારો ન થયો.

એ સમયે મંદિરે કોઇ સત્સંગી આવી ને સ્વામીને કહ્યું કે મેરાલભાઉએ આખાયે શહેર મા બધેય શ્રીહનુમાનજી ના મંદિરો મા મુર્તી પાસે હરિનામ જપ કરવા બૃાહ્મણ બેસારયા પણ આપણા સ્વામિનારાયણ મંદિર ના પૃગટ એવા હનુમાનજી પાસે હજુ કોઇને બેસારયા નથી.

ત્યારે સ્વામી હસ્યા ને બોલ્યા ને કહે કે એને કહો કે બીજે થી પાંચ બૃાહ્મણ ઉઠાડીને અહીયા મંદિરમા જપ કરવા બેસાડે, શ્રીહનુમાનજી મહારાજ એના મનનો સંકલ્પ તુરંત જ પુરો કરશે.

મેરાલભાઉને કોઇએ જઇને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદની વાત કહી તે એમણે એ પૃમાણે તુરંત જ કર્યું. હનુમાનજીની કૃપાએ ત્રીજે દિવસે એમને શરીરે સુવાણ થઇ. મેરાલભાઉ પોતે જ ઉઠીને મેનામાં બેસીને મંદિરે હનુમાનજીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શને આવ્યા. પોતે પૃગટ હનુમાનજી સારુ રુપીયા ૨૦૦૦ ના વાઘા કરાવ્યા ને રુપીયા ૮૦૦ ની કિમતી શાલ સ્વામી ને ઓઢાડી ને સ્વામી ને પગે લાગ્યા.

સ્વામી કહે અમે તો સાધુ છઇએ અમારે આવા કિંમતી વસ્ત્ર શોભે નહી, તમે પાછા લઇ જાઓ.

ત્યારે મેરાલભાઉ કહે આપના આશીર્વાદ થી મારા દેહની શ્રીહનુમાનજીએ રક્ષા કરી છે તો તમે મારા વતિ સ્વીકારો જ, આજ થી રહોડે મારા વતિ તમે વડોદરા રોકાઓ ત્યાં લગી ઠાકોરજીને થાળ ને સાધુના રહોડે રસોઇ પણ કરો.

સ્વામી કહે આ કિમતી શાલ અમે આચાર્ય શ્રીરઘુવિરજી મહારાજને તમારા વતી અર્પણ કરીશુ, ને તમારા વતિ રોજ તો નહી પણ અઠવાડીયે બે ટંકની રસોઇ ને ઠાકોરજીને થાળ કરીશુ.

આમ, સ્વામીના વેણે વડોદરે બીરાજતા થકા દક્ષિણી બૃાહ્મણની શ્રીહનુમાનજીએ રક્ષા કરી ને પછે મેરાલભાઉ પોતે જીવ્યા ત્યાં લગી વડોદરા મા હોય એટલે મંદિરે અચુક દર્શને આવતા. પોતે સ્વામી પાહે વર્તમાન ધરાવી ને સારા સત્સંગી થયા.

  • શ્રીજીમહારાજ પૃગટની વાતો માથી….

🙇🏻‍♂️🙏