બોચાસણના પરમભકત કાશીદાસ પટેલના ઘરે એમના પૃેમને વશ શ્રીહરિ અવારનવાર પધારતા.
Gujarati
બોચાસણના કાનદાસ પટેલ અને મહારાજનું અભયવચન
બોચાસણના પરમભકત કાશીદાસ પટેલના ઘરે એમના પૃેમને વશ શ્રીહરિ અવારનવાર પધારતા. એકવખત શ્રીહરિ સદગુરુ મુકતાનંદ સ્વામી વગેરે મોટા સંતો સાથે બોચાસણ પધાર્યા હતા. કાશીદાસે તો શ્રીહરિનુ ભાવથી પુજન કર્યું ને શ્રીહરિ ને ઢોલીયે પધરાવ્યા. શ્રીહરિને કાશીદાસ પટેલ કે હે મહારાજ..! તમે આજ કૃપા કરીને મારા ઘરે પધાર્યા તો મારા પિતાજીને વર્તમાન ધરાવો ને તમારા શરણે લઇ ને તમારા સત્સંગી કરો. શ્રીહરિ હસ્યા ને કહે ભલે જેવી તમારી ઇચ્છા, અમે પૃયતન કરીશુ.
શ્રીજી મહારાજ ને સદગુરુ મુકતાનંદ સ્વામીએ કાશીદાસ ના પીતા કાનદાસ પટેલ ને સત્સંગી થવા આગૃહ કર્યો. કાનદાસ પટેલને કશુય સમજાયુ નહી ને પોતાના સ્વભાવગત કશુંય બોલ્યા પણ નહી.
થોડીવારે કાશીદાસ પટેલ શ્રીહરિ પાસે આવ્યા ને દિલગીર થયા રડવા લાગ્યા ને બોલ્યા કે હે મહારાજ..! મારા પિતાજી ને આપ પૃગટ ભગવાન મળ્યા ને એ આપના શરણે ન થયા, હવે એ નરક મા જાહે ?
ત્યારે મહારાજ કહે.. કાશીદાસ, અમે એમને વાત્ય કરી પણ હવે એને ન મનાય તો અમે શુ કરીએ..!
કાશીદાસ પટેલ કહે કે મહારાજ..! જ્યારે વાત્ય ને સમજાવવા વાળા ખુદ પુરુષોતમ નારાયણ હોય ને જીવને મનાય નહી એ કેમ બને? તમે ધારો એ બધુ જ થાય, તમથી તો શુ ન થાય. કાશીદાસ નો આવો શ્રીહરિ પૃતયે અડગ વિશ્વાસ જોઇને સદગુરુ મુકતાનંદ સ્વામી સામું જોઇને હસ્યા ને કરુણા કરીને પોતાના ભક્તના દુખને ટાળવા બોલ્યા કે હમણાં આનંદાનંદ સ્વામી સુરત ગયા છે, એ ગુજરાત આવશે ત્યારે બોચાસણ પધારશે ને તમારા પિતાજીને સત્સંગ કરાવશે.
આમ કાશીદાસ પટેલને વચન આપીને પોતે થોડેદિવસ રહીને વડતાલ ચાલ્યા. થોડેસમયે સદગુરુ આનંદાનંદ સ્વામી બોચાસણ પધાર્યા ને મંદિરે ઉતર્યા એટલે કાશીદાસ પટેલ ને તુરંત મહારાજનું દીધેલ અભયવચન યાદ આવ્યું.
પોતે ઘરે જઇને પોતાના પિતા ને બોલ્યા કે બાપુજી..! હુ ખેતરે જાઉં છુ. આજે આપડા ગામના મંદિરે સાધુ આવ્યા છે તો તમે સીધું આપવા જાજો..!
મોડેક થી કાનદાસ પટેલ પોતાના ઘરે થી સીધું લઇને મંદિરે સંતોને આપવા ગયા એ સમે એમને સદગુરુ આનંદાનંદ સ્વામીમા પોતાના ઉપાસ્ય દેવ મર્યાદા પુરુષોતમ રામચંન્દ્ર પૃભુ અને લક્ષ્મણજી ના દર્શન થયા. એતો સીધું નીચે મુકીને દોડીને દંડવત કરવા જ લાગ્યા. ત્યારે સદગુરુ આનંદાનંદ સ્વામી એ એમને ઉભા કર્યા ને પુછયુ કે કાનદાસજી..! ઐસા પૃેમ કયું ઉભર આયા..? ત્યારે કાનદાસ પટેલ કહે કે આપતો ભગવાન છો મને તમારે શરણે લયો..! ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા કે ભગવાન તો એક સ્વામિનારાયણ હૈ, હમ તો સબ ઉનકે દાસ હૈ.શ્રી સહજાનંદ સ્વામી એક હી હૈ જો સર્વ અવતાર કે અવતારી હૈ, હમ સબ ઉન્હીકા ભજન કરતે હૈ..! તુમ ભી ઉનકે શરણ મે આઓ ઔર અપને ઇસ દુર્લભ માનુષદેહ કા શ્રેય કર લો..!
કાનદાસજીએ તો તુરંત જ સદગુરુ આનંદાનંદ સ્વામી પાસે વર્તમાન ઘરાવયા ને સત્સંગી થયા. આમ શ્રીહરિએ કાશીદાસ પટેલને આપેલા અભયવચન ને સાચું કર્યું.
- સદગુરુ શ્રી પૃસાદાનંદ સ્વામીની વાતો માંથી… 🙇🏻♂️🙏