સંવત ૧૮૮૬ ના જેઠ સુદી દશમીએ શ્રીહરિ સ્વધામ સીધાવયા પછે સંવત ૧૯૦૨ મા મુળજી બૃહમચારી માંદા થયા.

Gujarati

મુળજી બ્રહ્મચારીની છેલ્લી સેવા અને અક્ષરધામ ગમન

સંવત ૧૮૮૬ ના જેઠ સુદી દશમીએ શ્રીહરિ સ્વધામ સીધાવયા પછે સંવત ૧૯૦૨ મા મુળજી બૃહમચારી માંદા થયા. પોતે ધામમાં જાવા સારુ શ્રીહરિને આર્તનાદ થી પૃારથના કરવા લાગ્યા. શ્રીહરિ પૃસન્ન થયા તો બૃહ્મચારીજી બોલ્યા કે હે પૃભુ મને હવે આપની સેવા મા અક્ષરધામ તેડી જાઓ. ત્યારે શ્રીહરિ કહે અમે શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર બંધાવ્યું છે, એને તમે છોવરાવો પછે અમે તમને તેડવા આવીશું. બૃહ્મચારીજી એતો ઉતાવળે કડીયા બોલાવરાવીને આખાયે મંદિરને છોવરાવવાની કામગીરી તાબડતોબ ઉપાડી. સંવત ૧૯૦૪ મા બે વરહે મંદિર નુ સેવાકાર્ય પુરુ થયું.

મુળજી બૃહમચારીએ આદિ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી વગેરે ઘણાય મોટા મોટા મુક્તો ને ગઢપુર જળઝીલણી ના ઉત્સવ કરવા તેડાવ્યા. જળઝીલણીના પવિત્ર દિવસે ઠાકોરજીને ઘેલાના પવિત્ર જળમાં ઝીલાવ્યા ને એ સમે સદગુરુ નિત્યાનંદ સ્વામી ને પાટ ઉપર બીરાજીને કથા કરતા બોલ્યા કે બૃહ્મચારીજીએ ઘણી મોટી સેવા કરીને શ્રીગોપીનાથજી મહારાજના મંદિરને છોવરાવ્યુ છે. હાલ આરસના કળશ ચડાવ્યા છે એ દેવની કૃપાએ ભવિષ્ય મા સોનાના થશે, હાલ નિજ મંદિરમા લાકડાના સીહાસન છે છે એ સોના-રુપા ના થશે, પ્રદક્ષિણા મા ફરતે આરસ પથરાશે, વળી કોઇ રાજા હરિભક્ત થાશે તો મંદિરના શિખર, ઘૂંમટ ને કાંગરાઓ હાલ પત્થર ના છે એને સોને-રુપે હોતન મઢશે, બધુય થશે પણ આ રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય, સદગુરુ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતિતાનંદ સ્વામી જેવા સાધુ, મુળજી બૃહમચારી ને આનંદ બૃહમચારી, દાદાખાચર જેવા હરિભક્ત તો કરોડો દેતાય પણ નહી મળે, એમ કહીને નિત્યાનંદ સ્વામી એ બધાય મોટેરાઓનો ઘણો ઘણો મહિમા કહ્યો. સભા પુરી થઇ એટલે સહુ શણગાર આરતિ કરવા ગયા.

દર્શન કરીને આવીને મુળજી બૃહમચારીએ કડીયાઓને પુછયુ કે હવે કેટલા દિવસ નુ કામ બાકી રહ્યું છે ? ત્યારે કડીયાઓ કહે કે બસ હવે ત્રણ દિવસ મા કામ પુરુ થઇ જાહે.

ત્રીજા દિવસે બૃહમચારીજી ને જરાક શરીરે કસર હતી તો સભામાં આવીને સૌને કહે કે મારે તો આજ અક્ષરધામમાં જાવુ છે. સહુ સાથે ચાલો છેલ્લીવાર બધેય દર્શન કરી આવીએ..! એમ કહીને બધા સાથે અક્ષરઓરડી આવ્યા ને ત્યા બેસી ગયા ને શ્રીહરિને સંભારીને પોતે ગળગળા થઇ ગયા ને દડ-દડ આંસુઓની ધારા થવા લાગી, સાથે સહુ સાધુ હરિભક્ત હતા એ પણ રોઇ પડ્યા. ગળગળા કંઠે પોતે અક્ષરઓરડી ને પ્રદક્ષિણા કરીને દરબારગઢના સ્થાનો ને મહારાજે કરેલી દરેક લીલાઓ ને હરખના આંસુ હારે સંભારતા મંદિરમા આવ્યા. શ્રીગોપીનાથજી મહારાજના દર્શન કર્યા એ સમે રાજભોગના થાળ થયા તે પૃસાદી જમ્યા ને દરબારગઢ મા સહુને પૃસાદી મોકલાવી ને કડીયાઓ ઉપર ઘણા રાજી થયા ને પોતે હાથે જ એમને પણ પૃસાદી દીધી ને પ્રસાદીના વસ્ત્રો અપાવ્યા.

શ્રીહરિના અંગભૂત સમર્પિત સેવક મુળજી બૃહમચારી એ સમે જરુરી ભલામણો કરી ને બોલ્યા કે હવે સહુ ભજન કરો, શ્રીજીમહારાજને સહુ મોટેરાઓ ઘણાંક વિમાન સાથે મને તેડવા આવ્યા છે. આખાયે ગામમાં તેજ તેજ છવાય ગયું ને સાધુ-હરિભક્તોને પણ મહારાજના દર્શન થયા ને પોતે દિવસ દેહે વિમાન મા બેસીને અક્ષરધામમા સીધાવ્યા.

  • શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી…. 🙇🏻‍♂️🙏