કચ્છ દેશના ભલા-ભોળા અને નિષ્ઠાવાન સત્સંગીઓમાં સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી પરમભક્ત હરભમભાઈ સુથાર અગ્રગણ્ય હતા.
Gujarati
કાળાતળાવના હરભમ સુથારની ભક્તિ અને શ્રીહરિનું ગંગાસ્નાન
કચ્છ દેશના ભલા-ભોળા અને નિષ્ઠાવાન સત્સંગીઓમાં સદગુરુ રામાનંદ સ્વામીના સમયથી પરમભક્ત હરભમભાઈ સુથાર અગ્રગણ્ય હતા. તેમના નિખાલસ અને નિષ્કામ પ્રેમને વશ થઈને અખિલ બ્રહ્માંડના નાથ શ્રીજીમહારાજ તેમના ઘેર ઘણો સમય વિરાજતા અને અનેક દિવ્ય લીલાઓ કરતા.
એક વખત ધોમધખતા ઉનાળાના સમયે શ્રીજીમહારાજ ગામ કાળાતળાવમાં ભક્તરાજ હરભમભાઈના ઘેર પધાર્યા. બહારની આકરી ગરમીમાં ઘોડે સવારી કરીને આવેલા જાણી હરભમભાઈએ પ્રભુને શીતળ સ્નાન કરવા વિનંતી કરી. મહારાજે સ્મિત કરતાં કહ્યું, “હરભમ! આજ તો ગંગાજી આવે તો જ અમે નાહીએ!” હરભમભાઈ મર્મ સમજીને બોલ્યા, “હે મહારાજ! ગંગાજી તો આપની વાટ જ જોઈ રહ્યાં છે કે ક્યારે પ્રભુ બોલાવે ને હું સેવામાં આવું!” મહારાજે કહ્યું, “તો ગંગાજીને બોલાવો!” એમ કહી શ્રીહરિએ હાથનું લટકું કરી ઈશારો કર્યો અને હરભમજીએ ઢાળેલા બાજોઠ પર વિરાજમાન થયા.
કચ્છમાં ઉનાળામાં પાણીની અતિશય અછત રહેતી. ગામના તળાવ સુકાઈ જતાં તેના પટમાં ખોદેલા ઊંડા વીરડાઓમાંથી ટીપે-ટીપે પાણી મળતું. હરભમભાઈએ ફળીના સર્વે ભક્તોને ઘરમાં જેટલાં વાસણો હોય તે બધાં લઈને વીરડામાંથી જળ લાવવા કહ્યું. બહેનો જ્યારે બેડાં લઈને તળાવના પટમાં ગઈ, ત્યારે ચમત્કાર થયો! જે વીરડાઓમાં તળિયાનું પાણી માંડ મળતું હતું, તે વીરડાઓ શ્રીહરિની કૃપાથી મીઠા, શીતળ જળથી છલોછલ ભરાઈ ગયા! સૌ વિસ્મય પામી ઝડપથી બેડાં ભરી ભરીને લાવવા લાગ્યા.
શ્રીજીમહારાજ સ્નાન કરવા બેઠા. હરભમભાઈ જળના બેડાં મૂળજી બ્રહ્મચારીને આપતા જાય અને બ્રહ્મચારીજી મહારાજ પર અવિરત જળધારા કરતા જાય. આમ પચાસ કરતાં પણ વધુ બેડાં જળથી મહારાજે સ્નાન કર્યું! પછી મહારાજ બોલ્યા, “આજ તો ગંગાજીએ બહુ સારું સ્નાન કરાવ્યું, હવે ગંગાજીને ના પાડો!” મહારાજે પવિત્ર ખેસ ધારણ કરી આસને પધાર્યા. બ્રહ્મચારીજીએ થાળ ધરાવ્યો અને મહારાજે સ્વહસ્તે સંતો-ભક્તોને પીરસીને જમાડ્યા. જ્યાં પીવાના પાણીની પણ તંગી હોય ત્યાં શ્રીહરિને આટલા જળથી નવરાવવા એ ભક્ત હરભમની અપાર ભક્તિનું પ્રમાણ હતું.
આ એ જ હરભમ સુથાર હતા જેમના ઘેર શ્રીહરિ તેરાથી ઉઘાડા પગે ચાલીને પધારેલા ત્યારે હરભમભાઈએ પ્રભુના ચરણારવિંદમાંથી પ્રેમપૂર્વક અઢાર કાંટા કાઢ્યા હતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૬, કડી ૪૭માં હરભમભાઈની ભક્તિની સ્તુતિ કરી છે:
દ્વિજ મુળજીને દયારામ, એહાદિ જન કોટડી ગામ..!
ભક્ત સુતાર ભીમજી રવજી, હરિજન તે હરભમજી...!
- શ્રીકચ્છલીલા અધ્યાય-૯ માંથી… 🙇🏻♂️🙏
Hindi
कालातलाव के हरभम सुथार की भक्ति और श्रीहरि का गंगास्नान
कच्छ देश के सरल, निष्कपट और समर्पित सत्संगियों में सद्गुरु रामानंद स्वामी के समय से ही भक्तराज हरभमभाई सुथार अग्रगण्य थे। उनके निश्चल प्रेम के वशीभूत होकर अखिल ब्रह्मांड के स्वामी श्रीजी महाराज उनके घर बारंबार पधारते और अलौकिक लीलाएँ करते थे।
एक बार भीषण ग्रीष्म ऋतु में श्रीजी महाराज धूप में अश्व पर सवार होकर कालातलाव में हरभमभाई के घर पधारे। तेज गर्मी और यात्रा की थकान देखकर हरभमभाई ने प्रार्थना की, “महाराज! शीतल जल से स्नान कर शीतलता प्राप्त कीजिए।” महाराज ने विनोद में कहा, “हरभम! आज यदि साक्षात् गंगाजी आएँ, तभी हम स्नान करेंगे!” हरभमभाई ने रहस्यमयी भाव से कहा, “हे प्रभु! गंगाजी तो आपकी आज्ञा की ही प्रतीक्षा कर रही हैं कि कब मेरे स्वामी बुलाएँ और मैं सेवा में उपस्थित होऊँ!” महाराज बोले, “तो बुलाओ गंगाजी को!” ऐसा कहकर श्रीजी महाराज ने हाथ हिलाकर संकेत किया और हरभमभाई द्वारा बिछाए गए काष्ठ के पाट (बाजोठ) पर विराजमान हो गए।
कच्छ के रेगिस्तानी क्षेत्र में ग्रीष्म काल में जल का घोर संकट रहता था। गाँव का तालाब सूख चुका था और उसके तलवे में खोदे गए गहरे गड्ढों (वीरड़ों) में नाममात्र का पानी बचता था। हरभमभाई के कहने पर मोहल्ले की माताएँ-बहनें जितने बर्तन मिले, उन्हें लेकर तालाब की ओर दौड़ीं। वहाँ पहुँचते ही सबने एक अद्भुत चमत्कार देखा—जो वीरड़े सूखे पड़े थे, वे श्रीहरि की कृपा से शीतल और निर्मल जल से लबालब भर गए! सबने हर्षोल्लास से घड़े भर-भरकर घर पहुँचाना आरंभ किया।
श्रीजी महाराज स्नान हेतु बैठे। हरभमभाई शीतल जल के घड़े मूलजी ब्रह्मचारी को देते जाते और ब्रह्मचारीजी महाराज के मस्तक पर जल की अविरल धारा बहाते जाते। इस प्रकार पचास से भी अधिक घड़ों के जल से महाराज ने स्नान किया! अंत में महाराज तृप्त होकर बोले, “आज तो गंगाजी ने बहुत सुंदर स्नान कराया, अब गंगाजी को विराम दो!” महाराज ने स्वच्छ वस्त्र धारण किए और मूलजी ब्रह्मचारी द्वारा अर्पित थाल आरोगकर सभी संतों और भक्तों को अपने करकमलों से भोजन परोसा। जहाँ बूँद-बूँद पानी का अभाव था, वहाँ भगवान को पचास घड़ों से स्नान कराने का संकल्प केवल हरभमभाई जैसा अनन्य प्रेमी भक्त ही कर सकता था।
यह वही हरभम सुथार थे, जिनके घर जब श्रीहरि तेरा गाँव से नंगे पाँव चलकर पधारे थे, तब हरभमभाई ने प्रभु के पावन चरणारविंदों से बड़े दुलार के साथ अठारह काँटे निकाले थे। सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि ग्रंथ (प्रकरण 116, कड़ी 47) में उनका गुणगान किया है:
द्विज मुळजीने दयाराम, एहादि जन कोटडी गाम..!
भक्त सुतार भीमजी रवजी, हरिजन ते हरभमजी...!
- श्रीकच्छलीला अध्याय-9 से… 🙇🏻♂️🙏
English
Harbham Suthar of Kalatalav: Pure Devotion and Shrihari’s Ganga Bath
Among the innocent, wholehearted, and steadfast devotees of Kutch, Bhaktaraj Harbham Suthar had been foremost since the era of Sadguru Ramanand Swami. Bound by his guileless, unalloyed love, Shriji Maharaj, the Sovereign Lord of infinite universes, frequently resided at his house in Kalatalav and enacted myriad divine leelas.
Once during the scorching summer heat, Shriji Maharaj arrived at Harbham’s home on horseback, exhausted and dust-covered from the long trail. Seeing the Lord weary from the sweltering heat, Harbham lovingly implored, “Maharaj! Please allow us to offer You a cooling bath.” Maharaj smiled playfully, “Harbham! We shall bathe today only if mother Ganga herself arrives!” Understanding the divine mystery, Harbham replied humbly, “O Maharaj! Mother Ganga is ever awaiting Your holy summon, yearning for the moment You call her into Your presence!” Maharaj exclaimed, “Then call Ganga immediately!” With a gracious sweep of His hand, Shrihari summoned the sacred waters and sat upon a polished wooden pedestal (bajoth) arranged by Harbham.
In the arid terrain of Kutch, summer brought acute water shortages; village reservoirs dried up completely, leaving only trickle pools in deep pits (viradas) dug into the dry bed. Harbham urged all family and neighborhood members to gather every metal pitcher and utensil to fetch whatever water could be drawn from the viradas. When the women arrived at the dry reservoir with their pots, an astonishing miracle unfolded—the parched, empty pits were miraculously overflowing to the brim with sweet, crystal-clear, icy water! Marveling at Shrihari’s divine compassion, they rapidly filled their pitchers and hurried back.
Shriji Maharaj sat on the bathing seat. Harbham passed pitcher after pitcher of cool water to Mulji Brahmachari, who continuously poured the sanctified torrent over Shrihari. In this manner, Maharaj bathed in over fifty large pitchers of water! Thoroughly refreshed, Maharaj smiled, “Mother Ganga has bathed Us wonderfully today; now you may request Ganga to rest.” Draping a fresh khes over His shoulders, Maharaj sat in the hall, relished the sanctified feast prepared by Mulji Brahmachari, and personally served the meal to all the sadhus and devotees. In a drought-stricken desert village where drinking water was treasured like gold, offering such a lavish bath was testament to Harbham’s extraordinary devotion.
This was the very same Harbham Suthar who, when Shrihari had walked barefoot through the night from Tera, had lovingly sat Maharaj upon a cot and painstakingly removed eighteen thorns from His holy lotus feet. Extolling his pure devotion, Sadguru Nishkulanand Swami sang in the Bhaktachintamani (Chapter 116, Verse 47):
Dwij Muljine Dayaram, ehadi jan Kotadi gaam..!
Bhakt sutaar Bhimji Ravji, harijan te Harbhamji...!
- From Shri Kutch Leela, Chapter 9… 🙇🏻♂️🙏