કચ્છના તેરા ગામે સંતદાસજી સ્વામી શ્રીજીમહારાજ સાથે પધાર્યા અને ઓરડાના ખૂણામાં ધ્યાનમાં બેઠા. શ્રીહરિ પાંચ દિવસ રોકાઈને ચાલ્યા ગયા પણ સ્વામી ધ્યાનમાં જ મગ્ન રહ્યા.
Gujarati
સંતદાસજી સ્વામીનું પરમ વૈરાગ્ય અને શ્રીહરિની અખંડ મૂર્તિનું દર્શન
કચ્છના તેરા ગામે સંતદાસજી સ્વામી શ્રીજીમહારાજ સાથે પધાર્યા અને ઓરડાના ખૂણામાં ધ્યાનમાં બેઠા. શ્રીહરિ પાંચ દિવસ ત્યાં રોકાઈને આગળ પધાર્યા, પરંતુ સ્વામી ધ્યાનમાં એટલા લીન હતા કે એમ જ બેસી રહ્યા. હરિભક્તોએ અંધારામાં જોયા નહીં અને તે ઓરડામાં પશુઓ માટેની કડબ (ઘાસચારો) ભરીને ઓરડો બંધ કરી દીધો. છ મહિના પછી જ્યારે શ્રીહરિ ફરી તેરા પધાર્યા, ત્યારે રવજી સુથાર વગેરે ભક્તોએ પ્રાર્થના કરી, “હે પ્રભુ! અમને સદાય સત્સંગનું સુખ આપે તેવા કોઈ સાધુ અહીં મૂકી જાઓ.” શ્રીહરિ હસીને બોલ્યા, “છ મહિના પહેલાં એક મોટા સાધુ અહીં મૂકી ગયા છીએ, તેઓ હજુ પેલા કડબવાળા ઓરડામાં જ બેઠા છે!” સહુએ જઈને કડબ હટાવીને જોયું તો સંતદાસજી સ્વામી અન્ન-જળ વિના અખંડ સમાધિમાં બેઠેલા મળ્યા! સહુ આ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.
સંતદાસજી સ્વામી ભગવાન ઋષભદેવની જેમ પરમ સિદ્ધદશાએ મુક્તભાવે વિચરતા. તેમને નિરાવરણ દ્રષ્ટિ હતી, જેથી તેઓ સદાય સર્વત્ર શ્રીહરિની મૂર્તિ જ નિહાળતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના પ્રકરણ ૧૨૯માં ગાયું છે:
મોટા સંત મહારાજના, શિરોમણી સંતદાસ..!
ફરે એકલા ઉત્તરે, જેને નહીં જન મન ત્રાસ...!!
એક વખત જેતલપુર ગામના તળાવે ગરાસિયાના આરે ભક્તરાજ આશજીભાઈને સંતદાસજી સ્વામી મળ્યા. સ્વામીએ સહજભાવે કહ્યું, “આશજી! મુઝે કુછ રોટી મિલેગી?” ત્યારે આશજીભાઈએ સ્વામીની અવધૂત દશા ન સમજાતાં કહ્યું, “સ્વામી! રોટલાની તો તાણ નથી, પણ આમ વસ્ત્ર વિના ફરો છો તેમાં કલ્યાણ નહીં થાય.” સ્વામી મંદ મંદ હસ્યા અને કશું બોલ્યા વિના રંગમહોલમાં ચાલ્યા ગયા.
ત્યાં શ્રીજીમહારાજ અને સદગુરુ મુક્તાનંદ સ્વામી બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામીએ સંતદાસજીને પ્રેમથી વસ્ત્રો પહેરાવ્યાં. સંતદાસજીએ શ્રીહરિને સાષ્ટાંગ દંડવત કર્યા. શ્રીહરિએ રાજી થઈને કહ્યું, “સ્વામી! હવે તમે અમારા સંગાથે રહી સત્સંગમાં વિચરણ કરો.” બપોરે મુળજી બ્રહ્મચારીએ થાળ તૈયાર કરી મહારાજને જમવા બેસાર્યા. તે દરમિયાન અવધૂત સંતદાસજી ત્યાંથી ચાલતા થઈ ગયા. મહારાજને ખબર પડી કે સંતદાસજી એકલા નીકળી ગયા છે, એટલે શ્રીહરિ હાથનું ચળું કર્યા વગર, અડધા થાળેથી ઊભા થઈને દોડ્યા! થોડે દૂર જઈ પ્રભુએ સાદ પાડ્યો, “એ સંતદાસજી! તમને રોકાવાનું કહ્યું તોય કેમ ચાલી નીકળ્યા?” સિદ્ધદશામાં સ્થિત સંતદાસજી પાછા વળ્યા, પ્રભુના ચરણોમાં ઢળી પડ્યા અને આંખમાં પ્રેમાશ્રુ સાથે બોલ્યા, “હે પ્રભુ! મને તો આગળ આપની જ દિવ્ય મૂર્તિ દેખાતી હતી એટલે હું આપની પાછળ પાછળ ચાલતો હતો! મારી ગતિ તો આપના હાથમાં છે; જ્યાં આપ દોરી જાઓ ત્યાં હું વિચરું છું.” શ્રીહરિ ગદગદ થઈને ભેટી પડ્યા અને સ્વામીનો હાથ પકડી રંગમહોલ લાવ્યા. મહારાજે થાળ જમીને પોતાની પ્રસાદી સંતદાસજીને આપી અને સર્વે સંતો-હરિભક્તો સમક્ષ કહ્યું કે સંતદાસજી પરમ સિદ્ધ મુક્ત છે.
- શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી… 🙇🏻♂️🙏
Hindi
संतदासजी स्वामी का परम वैराग्य और श्रीहरि का अखंड दर्शन
कच्छ के तेरा गाँव में संतदासजी स्वामी श्रीजी महाराज के साथ पधारे और एक कक्ष के कोने में ध्यानस्थ बैठ गए। श्रीहरि पाँच दिन विश्राम कर आगे प्रस्थान कर गए, किंतु स्वामीजी प्रभु के ध्यान में ऐसे निमग्न रहे कि उन्हें देह का तनिक भी भान न रहा। गाँव वालों ने अंधकार में उन्हें देखा नहीं और उस कक्ष में पशुओं का चारा (कड़ब) भरकर द्वार बंद कर दिया। छह मास पश्चात जब श्रीजी महाराज पुनः तेरा पधारे, तो रवजी सुथार आदि भक्तों ने प्रार्थना की, “हे प्रभु! हमें सदैव सत्संग का सुख देने वाले किसी समर्थ साधु को यहाँ रखिए।” श्रीहरि मुस्कुराए, “छह महीने पहले हम एक महासमर्थ साधु को यहीं छोड़ गए थे, वे आज भी उसी चारे वाले कमरे में विराजमान हैं!” सबने जाकर चारा हटाया तो देखा कि संतदासजी स्वामी बिना अन्न-जल के उसी अवस्था में अखंड समाधि में लीन बैठे थे! यह अलौकिक दृश्य देखकर सभी स्तब्ध रह गए।
संतदासजी स्वामी भगवान ऋषभदेव की भाँति सिद्ध अवधूत दशा में विचरते थे। उन्हें अखंड निरावरण दृष्टि सिद्ध थी, जिससे वे प्रतिक्षण सर्वत्र श्रीहरि के ही दर्शन करते थे। सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि (प्रकरण 129) में उनका यशोगान किया है:
मोटा संत महाराजना, शिरोमणी संतदास..!
फरे एकला उत्तरे, जेने नहीं जन मन त्रास...!!
एक बार जेतलपुर के सरोवर पर भक्तराज आशजीभाई को संतदासजी मिले। स्वामीजी ने सहज भाव से पूछा, “आशजी! क्या हमें रोटी मिलेगी?” आशजीभाई उनकी परमहंस दशा को न समझकर बोले, “स्वामी! रोटी की कमी नहीं है, किंतु आप वस्त्रहीन विचरते हैं, इससे मोक्ष कैसे होगा?” स्वामीजी केवल मुस्कुराए और मौन रहकर महल की ओर बढ़ गए।
वहाँ श्रीजी महाराज और सद्गुरु मुक्तानंद स्वामी विराजमान थे। मुक्तानंद स्वामी ने बड़े आदर से उन्हें वस्त्र पहनाए। संतदासजी ने श्रीहरि के चरणों में साष्टांग दंडवत किया। महाराज ने प्रसन्न होकर कहा, “स्वामी! अब आप हमारे साथ रहकर सत्संग में विचरण कीजिए।” दोपहर में जब मूलजी ब्रह्मचारी ने थाल परोसा और महाराज भोजन करने बैठे, तभी अवधूत संतदासजी पुनः अकेले ही निकल पड़े। महाराज को जब यह ज्ञात हुआ, तो वे बिना हाथ धोए, अधूरी थाली छोड़कर नंगे पाँव स्वामीजी के पीछे दौड़े! कुछ दूरी पर पहुँचकर महाराज ने पुकारा, “स्वामी! आपको रुकने को कहा था, फिर आप क्यों चल दिए?” संतदासजी ने प्रभु के चरणों में गिरकर अश्रुपूरित नेत्रों से कहा, “हे दयालु प्रभु! मुझे तो आगे-आगे आपकी ही दिव्य मूरति दिखाई दे रही थी, मैं तो केवल आपके पीछे-पीछे चल रहा था! मेरी गति तो आपके अधीन है; जहाँ आप ले जाएँ, वहीं मैं जाता हूँ।” श्रीहरि ने भावविभोर होकर स्वामीजी को गले से लगा लिया और हाथ पकड़कर वापस लाए। महाराज ने भोजन कर अपने थाल का महाप्रसाद संतदासजी को दिया और सबके सम्मुख उद्घोष किया कि संतदासजी परम सिद्ध, निरावरण मुक्तात्मा हैं।
- श्रीहरिचरित्र चिंतामणि से… 🙇🏻♂️🙏
English
Santdasji Swami: Supreme Detachment and Unbroken Vision of Shrihari
In the village of Tera in Kutch, Sadguru Santdasji Swami accompanied Shriji Maharaj and sat in deep meditation in a quiet corner of a room. Shrihari stayed in the village for five days before departing, but Santdasji remained absorbed in such an ecstatic transcendental trance that he had no consciousness of his physical body. Unaware of his presence in the dark corner, the villagers filled the room to the ceiling with dried fodder (kadab) for cattle and locked the door. Six months later, when Shrihari returned to Tera, devotee Ravji Suthar and others pleaded, “O Lord! Please bless us with an elevated sadhu who may stay here permanently and grant us spiritual bliss.” Shrihari smiled, “Six months ago, We left a great saint right here; he is still sitting in that fodder room!” The astonished devotees cleared away mountains of fodder to find Swami sitting in the exact same meditative posture—alive, radiant, and without having consumed a single drop of water for six months!
Santdasji Swami lived in an exalted state of divine consciousness akin to Lord Rishabhdev. Endowed with continuous divine vision (niravaran drashti), he perceived nothing other than Shrihari everywhere. Sadguru Nishkulanand Swami extolled his divine stature in the Bhaktachintamani (Chapter 129):
Mota sant Maharajna, shiromani Santdas..!
Fare ekla uttare, jene nahi jan man traas...!!
Once, at the lake of Jetalpur, devotee Ashjibhai encountered Santdasji Swami. In a simple tone, Swami asked, “Ashji! May I have some bread to eat?” Failing to recognize his divine avadhut state, Ashjibhai remarked, “Swami, food is plenty, but wandering without clothes will not bring liberation.” Santdasji simply smiled without arguing and walked towards the royal mansion.
Inside, Shriji Maharaj and Sadguru Muktanand Swami were seated. Muktanand Swami lovingly draped clothes upon Santdasji, who then offered prostrations at Maharaj’s lotus feet. Shrihari welcomed him with open arms, asking him to tour and preach alongside Him. At noon, as Mulji Brahmachari served lunch and Maharaj sat down to eat, the detached Santdasji quietly slipped away on his wandering path. Learning that Santdasji had departed, Shrihari immediately abandoned His meal, left the plate unfinished, and ran barefoot without even rinsing His hands! Catching up with Swami down the road, Maharaj called out, “O Santdasji! We asked you to stay; why did you run away?” Falling at Shrihari’s feet with tear-filled eyes, Santdasji replied, “O Supreme Lord! Your divine form was walking right ahead of me; I was merely following You! My life and movements belong entirely to You; wherever You lead me, there I go.” Deeply touched, Shrihari embraced Swami warmly, brought him back by the hand, finished His meal, and lovingly fed Santdasji the divine remnants from His plate, proclaiming to all that Santdasji was an exalted, liberated soul free from all material veils.
- From Shri Haricharitramrut Chintamani… 🙇🏻♂️🙏