ગઢપુરમાં હીરાશેઠ નામે એક વણિક રહેતા હતા જેઓ જીવા ખાચરનું કારભારું કરતા હતા. જીવા ખાચરને દાદા ખાચર સાથે વિરોધ હોવાથી હીરાશેઠ પણ મહારાજના દર્શને આવતા નહીં.

Gujarati

ગઢપુરના હીરાશેઠની જમપુરીથી રક્ષા અને બ્રહ્માનંદ સ્વામીનો મહિમા

ગઢપુરમાં હીરાશેઠ નામે એક વણિક રહેતા હતા જેઓ દરબાર જીવા ખાચરનું કારભારું કરતા હતા. જીવા ખાચરને દાદા ખાચર સાથે ગરાસની ખટપટ અને વેરભાવ હોવાથી હીરાશેઠ પણ શ્રીજીમહારાજના દર્શન કરવા આવતા નહોતા; સામા મળે તોય મોઢું ફેરવીને ચાલ્યા જતા. પરંતુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું આસન જીવા ખાચરના દરબારગઢ તરફ હોવાથી હીરાશેઠને સ્વામી પ્રત્યે સ્વાભાવિક હેત અને આદરભાવ હતો.

સમય જતાં હીરાશેઠ સખત બીમાર પડ્યા અને પોતાના ઘરની ઓસરીમાં ખાટલા પર સૂતા હતા. તેમનો અંતકાળ નજીક આવ્યો એટલે ભયાનક જમદૂતો તેમને લેવા આવ્યા અને પાશ નાખી માર મારવા લાગ્યા. યમદૂતોના ત્રાસથી હીરાશેઠ થરથર ધ્રૂજવા લાગ્યા અને અસહ્ય પીડા ભોગવવા લાગ્યા. તે સંકટના સમયે હીરાશેઠને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાંભર્યા અને તેમણે મનોમન સ્વામીને પોકાર કરી રક્ષા કરવા આર્તભાવે પ્રાર્થના કરી.

ભક્તવત્સલ બ્રહ્માનંદ સ્વામી તે જ ક્ષણે સૂક્ષ્મરૂપે સહાયે પધાર્યા! સ્વામીનું દિવ્ય તેજસ્વી સ્વરૂપ જોઈને યમદૂતો ભયભીત થઈને નાઠા. નાસતાં નાસતાં શેઠની બંધ ખડકી સાથે યમદૂતો અથડાયા, જેથી ખડકીનાં કમાડ, બારસાખ અને આખી ભીંત તૂટીને બજારમાં જઈ પડી! યમદૂતો પલાયન થઈ ગયા. થોડીવારે હીરાશેઠ ભાનમાં આવ્યા. પરિવારના સભ્યો આશ્ચર્યથી ચર્ચા કરતા હતા કે કોઈ વાવાઝોડું કે ધરતીકંપ નહોતો તોય આખી ડેલી અને દિવાલ ઉડીને રસ્તા પર કેમ પડી ગઈ? ત્યારે હીરાશેઠે ગદગદ થઈને કહ્યું, “મને તો જમડા લેવા આવ્યા હતા અને મારી રહ્યા હતા, પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ આવીને મને જમપુરીથી બચાવ્યો અને જમદૂતો ભાગ્યા ત્યારે આ દિવાલ તોડી નાખી!”

હીરાશેઠ પૂર્ણ સાજા થઈ ગયા. આ નવજીવન મળતાં તેમણે કૃતજ્ઞભાવે શ્રીજીમહારાજ અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પોતાના ઘરે પધરાવી ભોજન કરાવવાનો સંકલ્પ કર્યો. શ્રીહરિ સંતો સહિત પધાર્યા. હીરાશેઠે પ્રેમપૂર્વક બાજોઠ ઢાળી થાળ પીરસ્યો. સર્વજ્ઞ શ્રીહરિ મંદ મંદ હસીને બોલ્યા, “શેઠ! તમે તો ક્યારેય અમારું મુખ પણ જોતા નહોતા, આજે અચાનક અમને થાળ જમવા કેમ તેડ્યા?” ત્યારે હીરાશેઠે બંને હાથ જોડી, આંખમાં આંસુ સાથે બ્રહ્માનંદ સ્વામીએ પોતાને યમપાશમાંથી મુક્ત કર્યાની સમગ્ર લીલા કહી સંભળાવી. શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને કહ્યું, “હીરાશેઠ! બ્રહ્માનંદ સ્વામી જેવા સમર્થ સંત ઉપર જે સાચું હેત રાખશે, તેના સાતે પેઢી સુધી જમદૂતો ક્યારેય સામે પણ નહીં જોઈ શકે!” એમ કહી પ્રભુએ શેઠને અભયદાન આપ્યું.

  • શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

गढ़पुर के हीरा सेठ की यमदूतों से रक्षा और ब्रह्मानंद स्वामी की महिमा

गढ़पुर में हीरा सेठ नामक एक प्रतिष्ठित वणिक (व्यापारी) रहते थे, जो दरबार जीवा खाचर का कारभार संभालते थे। जीवा खाचर का दादा खाचर के साथ वैमनस्य होने के कारण हीरा सेठ भी श्रीजी महाराज के दर्शन करने नहीं आते थे; मार्ग में कभी आमना-सामना होता तो मुख फेरकर निकल जाते थे। किंतु सद्गुरु ब्रह्मानंद स्वामी का निवास जीवा खाचर के दरबार की ओर होने से हीरा सेठ के मन में स्वामीजी के प्रति स्वाभाविक स्नेह और आदर था।

समय बीतने पर हीरा सेठ असाध्य रूप से बीमार हो गए। जब उनका अंतकाल आया, तो विकराल यमदूत उन्हें लेने पहुँचे और उन्हें यमपाश में बाँधकर प्रताड़ित करने लगे। असहनीय पीड़ा से काँपते हुए हीरा सेठ को उस घोर संकट में केवल सद्गुरु ब्रह्मानंद स्वामी का स्मरण हुआ। उन्होंने आर्तभाव से स्वामीजी को पुकारा, “हे स्वामी! मुझे इन यमदूतों के त्रास से बचाइए!”

उसी क्षण सद्गुरु ब्रह्मानंद स्वामी दिव्य रूप में रक्षा हेतु प्रकट हुए! स्वामीजी के प्रचंड तेज और सामर्थ्य को देखकर यमदूत भयभीत होकर भागने लगे। भागते समय वे बंद मुख्य द्वार (खड़की) से ऐसे टकराए कि किवाड़, चौखट और दीवार सब उखड़कर सड़क पर जा गिरे! यमदूत भाग गए और हीरा सेठ की चेतना लौट आई। परिजन आश्चर्यचकित थे कि न कोई आँधी थी न भूकंप, फिर यह मजबूत दीवार और दरवाजा कैसे उड़ गया? तब अश्रुपूरित होकर हीरा सेठ बोले, “मुझे क्रूर यमदूत मार रहे थे, किंतु दयालु ब्रह्मानंद स्वामी ने साक्षात् आकर मुझे यमदंड से मुक्त कराया। भागते हुए यमदूतों के धक्के से ही यह द्वार टूटा है!”

रोगमुक्त होने के बाद हीरा सेठ ने कृतज्ञतापूर्वक श्रीजी महाराज और ब्रह्मानंद स्वामी को अपने घर भोजन का निमंत्रण दिया। श्रीहरि संतों सहित पधारे। जब सेठ ने प्रेम से थाल परोसा, तो सर्वज्ञ श्रीहरि मुस्कुराते हुए बोले, “सेठजी! आप तो कभी हमारी ओर देखते भी नहीं थे, आज अचानक हमें भोजन कराने का भाव कैसे जाग उठा?” हीरा सेठ ने हाथ जोड़कर अपनी रक्षा की पूरी घटना सुनाई। श्रीजी महाराज ने अत्यंत प्रसन्न होकर कहा, “हीरा सेठ! ब्रह्मानंद स्वामी जैसे समर्थ ब्रह्मस्वरूप संत पर जो जीव सच्चा स्नेह रखता है, यमदूत कभी उसके स्वप्न में भी नहीं आ सकते!” ऐसा कहकर प्रभु ने उन्हें मोक्ष का वरदान दिया।

  • श्रीहरिचरित्र चिंतामणि से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Hira Sheth of Gadhpur: Salvation from Yamadoots and Brahmanand Swami’s Glory

In Gadhpur lived a wealthy merchant named Hira Sheth, who managed the affairs of Darbar Jiva Khachar. Owing to Jiva Khachar’s bitter disputes with Dada Khachar, Hira Sheth avoided Bhagwan Swaminarayan entirely, often deliberately looking away whenever their paths crossed. However, since Sadguru Brahmanand Swami often resided near Jiva Khachar’s courtyard, Hira Sheth harbored a genuine, affectionate reverence for the saintly poet.

Years later, Hira Sheth was struck by a severe illness that confined him to his porch cot. As his physical life ebbed away, terrifying messengers of death (Yamadoots) arrived, binding him in subtle chains and tormenting him mercilessly. Shivering in dreadful agony, Hira Sheth desperately called upon the only holy refuge he remembered: Sadguru Brahmanand Swami. With a weeping heart, he prayed inwardly for salvation.

Instantly, the glorious form of Sadguru Brahmanand Swami manifested to protect him! Overawed by Swami’s overwhelming spiritual brilliance and majesty, the Yamadoots panicked and fled in terror. In their desperate retreat, they crashed violently into the sealed courtyard gates, ripping the heavy wooden doors, framework, and solid wall right out of their foundations and hurling them into the street! When Hira Sheth regained his composure, his relatives were bewildered as to how the heavy fortified wall had collapsed without any storm or earthquake. Hira Sheth revealed with folded hands, “The dreadful minions of Yama were dragging me away, but Sadguru Brahmanand Swami personally arrived to shatter my bonds! As the terrified Yamadoots fled, they smashed through that wall.”

Fully restored to health, Hira Sheth extended an earnest invitation to Shriji Maharaj and Brahmanand Swami to dine at his residence. Shrihari arrived with the sadhus and was lovingly served a grand meal. With a gentle smile, the omniscient Lord asked, “Sheth! You never used to even look in Our direction; what made you invite Us for lunch today?” With tears of gratitude, Hira Sheth recounted how Brahmanand Swami had rescued his soul from perdition. Shriji Maharaj praised Swami’s towering spiritual stature, proclaiming: “Hira Sheth! Whoever holds genuine, pure love for a divine saint like Brahmanand Swami will never have to fear the messengers of death for seven generations!”

  • From Shri Haricharitramrut Chintamani… 🙇🏻‍♂️🙏