નડીયાદ પાસેના ગામ પીપલગના પાટીદારોમા સંતોના યોગથી સારો એવો સત્સંગ થયેલો. એક પાટીદાર હરિભક્ત ના દિકરાને સંસારથી તિવૃ વૈરાગ્ય થયો.
Gujarati
પીપલગના ભગવાનદાસ સ્વામી અને બ્રહ્માજીના દર્શન
નડીયાદ પાસેના ગામ પીપલગના પાટીદારોમા સંતોના યોગથી સારો એવો સત્સંગ થયેલો. એક પાટીદાર હરિભક્ત ના દિકરાને સંસારથી તિવૃ વૈરાગ્ય થયો તે વડતાલ સાધુ થવા જતા રહ્યા. એના પિતા એમને જઇને પાછા ઘરે લઇ આવ્યા. આવું ત્રણ ચાર વખત થયું એટલે એમના પિતાએ વિચાર્યું કે હવે આને પરણાવી દઇએ એટલે પછે બધુય થાળે પડી જાશે. એમ જાણી બાજુના ગામમાં એમના લાયક કન્યા ગોતીને લગ્ન લેવાનું નક્કી કર્યું પણ યુવાન હરિભક્તે તો ના પાડી. સારા ચોઘડીયે લગન ગોઠવી ને જાન રંગેચંગે એને પરણાવવા લેવાના માંડવે સહુ ગયા, પણ વરરાજાએ તો મનની ગાંઠય વાળી લીધેલી કે હવે આ સંસારના ચોગઠામાં પડવું જ નથી. માંડવામાં ફેરા ફરતી વખતે ત્રણ ફેરા પુરા થયા એટલે ચોથે ફેરે વરરાજા અટક્યા તે લગનવિધી કરાવતા બૃાહ્મણે ચોથો ફેરો પુરો કરવા કહ્યું. વરરાજા તો વીફર્યા ને બ્રાહ્મણને કહે હુ તો આ લખચોરાશીની ભવાટવીમાં ઘણીવાર ફેરા ફરીને થાક્યો છવ, તુ હવે ચોથો ફેરો ફર્ય ને મને છૂટો કર્ય. એમ કહીને માંડવેથી કોઇના રોક્યા રોકાયા વીના ચાલી નીકળ્યા. પોતાના ઘરના સભ્યો ને સગા સંબંધીઓએ ઘણા-ઘણા મનાવ્યા પણ માન્યા જ નહી ને મીંઢોળ છોડીને લગન માંડી વાળ્યું. આમ તિવૃ વૈરાગ્ય હોવા છતા ઘરે રહ્યાને વરહો વરહ ઉનાળે પોતાના આંબાવાડીયાની સાંખની કેરીઓ નો ટોપલો ઉપાડીને શ્રીહરિને જમાડી ને રાજી કર્યા. થોડા વરહે પોતે ગઢપુર ગયા ને શ્રીહરિ ને ચરણે દંડવત પૃણામ કરીને બોલ્યા કે હે પૃભુ, હવે સંસાર મા નથી રહેવું મને સાધુ કરો. શ્રીહરિએ એમને ભાગવતિ દીક્ષા આપીને ભગવાનદાસ સ્વામી એવું નામ પાડ્યું.
સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાથે તેઓ મંડળમા કાયમ રહીને માળીયા હાટીના મંદિરની બાગનીવાડી સાચવવાની સેવા કરતા. એકવખત રાત્રે તેઓ માંચડો નાંખી ને વાહૂપુ કરવા વાડીએ હતા તે અધરાતે સંકલ્પ થયો કે બૃહ્માજીને ચારમુખ હતા તે કેમ હશે? તે સમયે સર્વત્ર પૃકાશ છવાય ગયો ને એમને ખુદ બૃહ્માજીએ દર્શન દીધા પૃણામ કર્યા તે સ્વામી બોલ્યા કે આપ કોણ છો? ત્યારે બૃહ્માજી કહે કે તમે સંકલ્પ કર્યો એટલે હુ તુરતંજ આપના દર્શને આવ્યો છું. ભગવાનદાસ સ્વામી બોલ્યા કે આપ તો મોટા દેવ છો ને મને પૃણામ કરો છો એ બરાબર નહી, મારો અપરાધ થશે. મારે તમને પૃણામ કરવા જોઇએ. એ સાંભળી બૃહ્માજી બોલ્યા કે તમે માંડવે ત્રણ ફેરા ફર્યાને ચોથો ફેરો ફર્યા વગર ઘરબાર છોડીને પૃગટ પૃભુને મળ્યા છો. જે અમથી દેવલોક મા પણ થાય નહી. સ્વામી કહે મને તમારા ચાર મુખ ના દર્શન કરાવો એટલે તુરંત જ બૃહ્માજીએ દર્શન દીધા ને પછે બૃહ્માજીની અરજથી બને જુનાગઢ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શને ગયા.
દરવરહે એક મહીનો સદગુરુ ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધારતા હતા. ત્યારે ભગવાનદાસ સ્વામી સ્વામીને પગે લાગીને બોલ્યા કે સ્વામી આજ બધાય સંતોને દાળ-રોટલા તમે પીરસી ને જમાડો, હુ રોટલા બનાવી દઇશ એમ કહીને બસો રોટલા એકલા હાથે ઘડીને સહુ સંતોને ભંડાર મા ચોકે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીએ પીરસ્યા. સ્વામીએ વખતે એમની સેવા જોઇને ખુબ રાજી થયા ને બોલ્યા કે ભગવાનદાસ દેહ તો સહુ કોઇને મળ્યો છે પણ ભગવાન ને ભગવાનના આવા પવિત્ર સંતોના અર્થે આ કાયા તમે વાપરી એ જ જીવનની સાર્થકતા છે.
- શ્રીહરિચરિત્રચિંતામણી માંથી… 🙇🏻♂️🙏