એકવખત સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાત આઠ સંતોના મંડળ સાથે લઇને ઉના જળઝીલણી નો ઉત્સવ કરવા પધાર્યા.
Gujarati
સમઢીયાળાના કુંભા વણજર અને કાલસારીના ડુંગર પટેલ
એકવખત સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી સાત આઠ સંતોના મંડળ સાથે લઇને ઉના જળઝીલણી નો ઉત્સવ કરવા પધાર્યા. નાઘેર ને બાબરીયાવાડના ગામડાઓમા જાણે સત્સંગની હેલી થઇ. જળઝીલણી એકાદશી નો ઉત્સવ કરવા સૌને તેડાવ્યા. સૌ હરિભક્તો ને સ્વામી એ નદીમાં ઠાકોરજીને સૌએ જળ ઝીલાવ્યા ને સૌએ અલૌકિક લાભ લીધો. રોંઢો થતા સૌ હરિભક્તો પોતપોતાને ગામ જવા ઠાકોરજીના દર્શન કરીને સ્વામી પાહે રજા લેવા આવ્યા ને ઘરે ગયા. ગામ સમઢીયાળાથી આવેલા કૂંભા વણજર ને પોતાનું ગામ આઘું ને પોતાની પાહે બળદગાડુ કે ઘોડું પણ ન હોવાથી પગપાળા જંગલ ના કેડે નીકળવું યોગ્ય ન હોય મનમા મનમા મૂંજવણ થઇ. પોતાને મનમા મનમા ઘાટ થવા લાગ્યા કે હવે નીકળીશ તો ઘેર કેમ કરીને પહોચાશે..! એમ મનમા વિચારોની ગડમથલ મા સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી પાહે દર્શને આવ્યા. સ્વામી અંતર્યામીપણે ભગતના મનના સંકલ્પ જાણી ને બોલ્યા કે કૂંભાભગત..! મનના વિચારો મુકી દ્યો ને રાત્ય રોકાય જાવ. આમેય હવે મોડીરાતે જંગલ મા કેડે એકલા ચાલવું એ વિવેક ન કહેવાય. સવારે શીરામણ કરીને મારી ઘોડી લઇને જજો. આ સાંભળીને કૂંભો વણજર તો અવાક્ થય ગયા ને થોડીવારે સ્વસ્થ થઇને બોલ્યા કે સ્વામી, તમે આજ મારા અંતરની વાત્ય ને જાણી લીધી. મોરે આત્માનંદ સ્વામી ને ગરું રામાનંદ સ્વામી તે આમ જ મનની વાત ને જાણી જાતા. મને તમારા મા આજે ગરું રામાનંદ સ્વામીની પૃતિત આવી. કૂંભાભગત રાત્ય રોકાયા ને રાતયે મંદિરમા સંતોનો સમાગમ કર્યો ને પોતાને ગામ સંતોને આવવા નો કોલ લઇને સવારે શીરામણ-રોટલા ખાઇને સમઢીયાળા ગયા. કૂંભાભગત ના આગૃહે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી થોડે દિવસે મંડળ સાથે સમઢીયાળા પધાર્યા ને ત્યાં રોકાઇ ને ગીરમાં ચાલીને ગામ કાલસારી પધાર્યા. ત્યાં ના હરિભક્તોએ સ્વામીને વારાફરતી રસોઇઓ આપી ને પાંચ દિવસ રોક્યા. સૌ ગામના હરિભક્તો એ પધરામણી કરાવી, ધોતીયા ઓઢાડી ને સંતોનુ પૂજન કર્યું. છઠ્ઠે જમણ સંતો સવારે વહેલા નીકળ્યા તે સમે ગામના મુમુક્ષુ ડૂંગર પટેલ ને થયું કે આ મોટા સંત આજ આજ આવ્યા છે તો મારી વાડીના મોટા ચીભડા એમને જમાડુ એ સંકલ્પે ફાંટ ભરીને લઇને આવ્યા. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી મુમુક્ષુ ને જાણી ગયા ને બોલ્યા કે આ ચીભડાંનું બિયારણ બવ સારુ છે તે ચીભડા પણ બવ સારા થયા છ. એમ બોલીને ડૂંગર પટેલ ઉપર કૃપાદષ્ટિ કરીને બોલ્યા કે આ ડૂંગર પટેલ પણ સારા સત્સંગી થાય એવા જ છે હો..! પછે સ્વામી ચીભડાઓ ધોઇ સુધારીને ઠાકોરજી ને ધરાવી ને સ્વામી પોતે ને સંતો જમ્યા. પોતે ત્યાંથી ચાલ્યા તે બીલખા થઇને જુનાગઢ મંદિરે પધાર્યા. પેલા ડૂંગર ભગતના અંતર મા સ્વામીના એ આશીર્વાદ જાણે અંતરમાં દીવો જગાવી ગયા તે બહુ સારા સત્સંગી થયા ને સમય વિત્યે પોતે અસાર સંસાર નો ત્યાગ કરીને જુનાગઢ સ્વામી પાસે આવ્યા. સ્વામીના વચને તેઓ સંસાર નો ત્યાગ કરીને જીવ્યા ત્યાં સુધી જુનાગઢ મંદિરની ડેલીએ ચોકીદાર તરીકે સેવા કરી ને અંતે અક્ષરધામમાં સીધાવયા. મોટાપુરુષ ના અનુગૃહ થતા એકજ દર્શને ડૂંગરભગતનું જીવન બદલાઇ ગયુને અક્ષરધામ પણ રોકડું થઇ ગયું.
-શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી… 🙇🏻♂️🙏