એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે સંતો વડોદરા મંદિરે હતા.

Gujarati

શોભારામ શાસ્ત્રી અને નિત્યાનંદ સ્વામીનો મહીમા

એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે સંતો વડોદરા મંદિરે હતા. દરરોજ બંને સદગુરુ સંતો નાના સંતોને સાંખ્યશાસ્ત્ર ને યોગકળા શીખવતા હતા. એકદિવસ સદગુરુ નિત્યાનંદ સ્વામી ઢોલીયે બેસીને નાના સંતોને શાસ્ત્રનો પાઠ ભણાવતા હતા, બરાબર એજ સમયે પૃખર વિદ્વાન એવા શોભારામ શાસ્ત્રી મંદિરથી દર્શન કરીને ઘરે જાવા નીકળ્યા. એમણે આ વખતે નિત્યાનંદ સ્વામી ઢોલીયે બેસીને સંતોને ભણાવતા જોયા. પોતાને મનમા સંકલ્પ થયો કે નિત્યાનંદ સ્વામી પોતે સાધુ હોવા છતાય ઢોલીયે બેસીને ભણાવવા નો ઠાઠ રાખે છે તે શ્રીહરિ એમને પોતાના અક્ષરધામમાં તેડી જાશે કે કેમ? પોતે ઘરે ગયા ને રાતયે સુતા ત્યારે અધરાતે વિત્યે શ્રીહરિએ એમને ફૂમકાં વાળી સોટી મારીને જગાડયા ને દર્શન દઇ ને સદગુરુ નિત્યાનંદ સ્વામીની માફી માંગવા નુ કહ્યું ને અદ્રશ્ય થઇ ગયા.

શોભારામ શાસ્ત્રી પરોઢીયે રોજ કરતા વહેલા ઉઠ્યા ને પુજાપાઠ વગેરે નિત્યકૃમ પતાવીને સવારમાં ફુલના હાર લઇને ભળકડે મંદિરે પહોંચી ગયા. મંદિરે જઇને એમણે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ને પગે લાગીને અથ તી ઇતિ વાત કરીને અધરાતયે મહારાજે સોટી મારીને દર્શન દીધાને માફી માંગવા મોકલ્યો છે એમ વાતય કરી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમની નિખાલસતા જોઇને બોલ્યા કે ગાંડા, તને નિત્યાનંદ સ્વામી વીશે આવો સંકલ્પ કેમ થયો? સ્વામી તો શ્રીહરિના અંગભૂત છે. શ્રીહરિની વાતને સચોટ ને શાસ્ત્રોક્ત રીતે નિત્યાનંદ સ્વામી જેમ કહી શકે એમ આ આખાયે બ્રહ્માંડ મા કોઇ ન કહી શકે. એમ ઘણી ઘણી વાત કરીને શાસ્ત્રીજીને મનના સંકલ્પો સવળા કરી દીધા. ગોપાળાનંદ સ્વામી શોભારામ શાસ્ત્રીને નિત્યાનંદ સ્વામી પાહે લઇ ગયા.

શોભારામ શાસ્ત્રી તો નિત્યાનંદ સ્વામીના ચરણે દંડવત કરીને સજળ નયણે માફી માંગી ને પોતાના સંકલ્પ ની વાત કરી. ત્યારે સદગુરુ નિત્યાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા કે શાસ્ત્રીજી, મારો આંખોય દેહ મહારાજની પૃસાદીભુત જ છે. કદાચ મારા આખાયે દેહ મા કીડા પડ્યા હોય ને એ પચ-પરું ભર્યા દેહના કોઇ ભાવથી દર્શન કરે તો એને અંતકાળે અક્ષરધામમા તેડવા શ્રીહરિ આવે…! તો પછી મારા પોતાના કલ્યાણ મા મને શો સંશય હોય..? અમે છતા દેહે અખિલ ભૂવન ના નાથની સેવા કરી છે મને તો શ્રીહરિ સહજ પોતાની સેવામાં લેશે.

આમ શ્રીહરિએ અધરાતે સોટી મારીને જગાડીને શોભારામ શાસ્ત્રીજીને દર્શન પણ દીધાને મોટાસંત ના અપરાધથી રક્ષા કરી.

  • શ્રીહરિદિગ્વિજય માંથી… 🙇🏻‍♂️🙏