એકવખત ચોટીલા ના આજુબાજુ ના ગામનો સંઘ શ્રીહરિના દર્શને આવ્યો એ સાથે ડૂંગરજી ભક્ત પણ આવ્યા હતા.

Gujarati

ચોટીલાના ડૂંગરજી ભક્ત અને સંતોની સાધુતા

એકવખત ચોટીલા ના આજુબાજુ ના ગામનો સંઘ શ્રીહરિના દર્શને આવ્યો એ સાથે ડૂંગરજી ભક્ત પણ આવ્યા હતા. બધા ગઢપુર થોડા દિવસ રોકાઇ ને શ્રીહરિને મોટા મોટા સંતો ભક્તો ના દર્શન કરીને ધન્ય થયા. ઘણાય નવા મુમુક્ષુઓ વર્તમાન ધરાવયા ને સંઘ પાછો પોતાને ગામ ગયો. ડૂંગરજી ભક્ત ને શ્રીહરિના દર્શન થતા જ જાણે દિવ્ય કેફ ચડી ગયો. પોતે હાલતા ચાલતા ભગવાન શ્રીહરિનુ ભજન કરવા લાગ્યા. આવીને ગામના બાવા ગંગદાસ ને કહ્યું કે અમે હવે તમ જેવા ઠગ ગુરુઓનો સંગ છોડી દીધો છ. ત્યારે ગંગદાસ બાવો કહે કે મારા જેવા સનાતન ગુરુ ને છોડીને બીજા ગુરુ કરતા તને કોટી ગૌહત્યાનુ પાપ લાગશે. ત્યારે શુરવિર ડુંગરજી ભક્ત બોલ્યા કે મડદા ને તો તજવા મા જ શ્રેય છે. પહેલા અમે તમને સારા સંત જાણીને ગુરુ કર્યા, પણ તમે તો ક્રોધની ખાણ્ય છોવ. અમને લાગે છ અટાણ લગી અમે તો આંબા ના વૃક્ષ જાણીને આંકડાને ઉજેર્યો, હવે જ્યારે આંબો બીજે જોયો ત્યારે આ આંકડો તો ખારો ઝેર લાગે છ. આ સાંભળતા જ ગંગદાસ બાવોને એના ખાખીઓ ધુંવાપુવા થતા લાકડીઓ લઇને ઉભા થયા ને હારે એમના દશ-વીશ ચેલાઓ ભળતા બધાએ ઉશ્કેર્યા. ખાખીઓએ ડૂંગરજીને લાકડીઓ મારી. ડૂંગરજી ભક્ત હસ્યા ને બોલ્યા કે ગંગદાસ બાપું, તમે તો તમારી અટાણ લગણ કરેલ સેવાનું ફળ પણ તમે મને અપાવી દીધું લયો. ખાખી બાવાઓ વધારે આક્રમક થતા ડૂંગરજી ભક્તએ તલવાર કાઢી એટલે ગામજનો આઘા ખસી ગયા. એક ખાખી બાવો મારવા ઘસી આવતા ડૂંગરજી ભક્તએ તલવાર ઉગામી તે એ બાવાનો હાથ કપાઇ ગયો. બધાય બાવાઓ ભગતનું વિકરાળ સ્વરુપ જોઇને ડરીને ભાગી ગયા. આ વાત્ય તો વેગેવેગે આજુબાજુના ગામમાં પહોંચી ગઇ એટલે બીજા બાવાઓ આવ્યા ને એ ખાખીને ખાટલે સુવારીને ચોટીલા ખાતે સુબાનું લશ્કર નુ થાણું હતું ત્યાં લઇ ગયા.

સુબાને ફરિયાદ કરી કે આ સ્વામિનારાયણ ના પંથ ને બંધ કરાવો, એ બધા કામણ-ટૂંમણ કરે છે એટલે એકવખત એમના હારે કોઇ જાય એ પછે કાયમ એમનો જ થય જાય છે. સુબાની કચેરીએ લાંચ વગર કામ થતું નહોતું એટલે સૌ વીલે મોઢે પાછા ફર્યા. થોડા દિવસ થયા ત્યાં આનંદસ્વામી નુ મંડળ સત્સંગ વિચરણ મા ફરતું ફરતું ચોટીલા આવ્યું, એમણે સુબાની કચેરી પાસે જ ઉતારો કર્યો. સુબો પોતે મુમુક્ષુ હતો તે પોતાના કામે આવતા જતા આ સંતોની સઘળી કૃીયાઓ ને નિરખી ને જોતો હતો. સુબાને આનંદ થયો તે એણે સંતોને રહેવા ની બધી વ્યવસ્થા કરાવીને રોક્યા. સંતો રોજ રાતે ચાર ઘડી સુતા ને સવારે ચાર ઘડી રહે ત્યારે જાગે ને નદીએ નાહીને સવાર ના શાંત પહોર મા શ્રીહરિને સંભારી ને ઉચ્ચ સ્વરે પ્રભાતિયા ગાય, ભાવથી પુજાપાઠ કરે, ધ્યાન કરે ને ભજન કરીને દિવસ વ્યતિત કરે. કોઇ દિવસ કોઇ ગ્રામ્યવાર્તા ન કરે. આ બધુ જોઇને સુબાને સંતોનો બહુ ગુણ આવ્યો. એણે આવીને આનંદ સ્વામીને પૃણામ કર્યા ને વાત્ય કરી કે અમે આવા સાધુ તો હજુ સુધી ક્યારેય ક્યાંય જોયા જ નથી. સ્વામીએ એમને શ્રીહરિના મહીમાં ની ઘણી ઘણી વાતો કરી ને પંચ વર્તમાન ને જીવન ઉપદેશ કર્યો. સુબાને સ્વામિનારાયણ ભગવાન પૃતયે ભાવ થયો. સંતોના ઉપદેશ થી પોતાની પલટન મા પણ એમણે જરુરી સુધારાઓ કરાવ્યા. થોડેદિવસ વિત્યે ઓલા બાવાઓ ફરીને સુબા પાસે ફરિયાદ કરવા આવ્યા, ત્યારે બાવાઓને સુબાએ ભગાડી મેલ્યા ને કહ્યું કે આ વિસ્તાર મા રહેવું હોય તો સુધરી જાજો નહીતર તમારી ખેર નથી. સુબાએ શ્રીહરિ ને પત્ર લખાવ્યો ને પોતાને તયા પધારવાનું આમંત્રણ લઇને પોતાનો માણસ ને ગઢપુર મોકલ્યો. આમ સંતોની સઘળી કૃીયાઓ જોઇને સુબાને હૃદય પરિવર્તન થયું ને પોતે સત્સંગી થયો. એ સારુ જ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે હરિલિલામૃતમા લખ્યુ છે કે… સંતોની એવી સઘળી કૃીયાય, કુસંગી દેખી સત્સંગી થાય..!

  • શ્રીહરિચરિત્રામૃતસાગર માંથી…. 🙇🏻‍♂️🙏