કોવાયાના મુક્તરાજ કાળુભાઈ વાવડીયાના સંબંધથી રાધાભાઈ આહીર અને તેમના મોટાભાઈ નાજાભાઈ આહીરને શ્રીજીમહારાજનો દ્રઢ સત્સંગ થયો હતો.
Gujarati
કોવાયાના નાજા આહીરનો અક્ષરવાસ અને મહાપુરુષદાસ સ્વામીનું વચન
કોવાયાના મુક્તરાજ કાળુભાઈ વાવડીયાના સંબંધથી રાધાભાઈ આહીર અને તેમના મોટાભાઈ નાજાભાઈ આહીરને શ્રીજીમહારાજનો દ્રઢ સત્સંગ થયો હતો. નાજાભાઈ અત્યંત ભોળા, ભક્તિવાન અને સદાય પ્રભુભજનમાં મસ્ત રહેતા ભક્ત હતા.
વૃદ્ધાવસ્થામાં એક વખત નાજાભાઈ સખત બીમાર પડ્યા અને એમ લાગ્યું કે તેમનો અંતકાળ નજીક છે. પરંતુ તે વર્ષ અતિ નબળું હતું અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. નાજાભાઈના પુત્ર દેસુરભાઈને ચિંતા થઈ કે આ કપરા વર્ષમાં જો પિતાશ્રી દેહ છોડશે તો ઉત્તરક્રિયા અને કારજનો ખર્ચ કેમ પહોંચી વળાશે? તે સમયે જૂનાગઢના મહાન સમાધિનિષ્ઠ જોગી સદગુરુ મહાપુરુષદાસજી સ્વામી નાર ગામે સત્સંગ વિચરણમાં પધાર્યા હતા. દેસુરભાઈ ત્યાં જઈને સ્વામીના ચરણોમાં રડી પડ્યા અને પોતાની વિપદા કહી. દયાળુ મહાપુરુષદાસ સ્વામીએ દેસુરભાઈના માથે હાથ મૂકીને વચન આપ્યું, “દેસુર! તું ચિંતા ન કર, હું જ્યારે તારે ગામ આવીશ ત્યારે જ તારા પિતા દેહ મુકશે.” નાજાભાઈને આ વાતની જાણ થઈ એટલે તેઓ પણ નિશ્ચિંત થઈને ભજન કરવા લાગ્યા.
આ વાતને ત્રણ વર્ષ વીતી ગયાં અને ઘરની પરિસ્થિતિ સારી થઈ ગઈ. ત્યારે નાજાભાઈએ પુત્ર દેસુરને બોલાવીને કહ્યું, “બેટા! હવે તો મારે અક્ષરધામ જવામાં બહુ મોડું થાય છે. તું જૂનાગઢ જા અને મહાપુરુષદાસ સ્વામીને અહીં તેડી લાવ, જેથી હું મહારાજના ધામમાં સિધાવું.” દેસુરભાઈ તરત જૂનાગઢ પહોંચ્યા. એ સમયે જૂનાગઢ મંદિરમાં ભીમ અગિયારસનો મોટો સમૈયો હતો, તેથી સ્વામીએ કહ્યું, “દેસુર! હમણાં તો મારે આવી શકાય તેમ નથી, પણ તું ઘરે જા; તારા ઘરે પહોંચ્યા પછી અગિયારમા દિવસે શ્રીજીમહારાજ સ્વયં તારા પિતાને અક્ષરધામ તેડી જવા પધારશે.”
સ્વામીના વચન મુજબ બરાબર અગિયારમા દિવસે સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ શ્રીજીમહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે અસંખ્ય દિવ્ય મુક્તો સાથે દિવ્ય વિમાન લઈને નાજાભાઈને તેડવા પધાર્યા! સમગ્ર ઓરડો દિવ્ય પ્રકાશથી ઝગમગી ઊઠ્યો. ત્યાં ઉપસ્થિત મહુવાના ફૂલચંદ શેઠ તથા સર્વે સગાં-સંબંધીઓને આ દિવ્ય લીલાનાં પ્રત્યક્ષ દર્શન થયાં. નાજાભાઈ સહુને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં સિધાવ્યા. આ અદ્ભુત પ્રસંગ જોઈ ફૂલચંદ શેઠને શ્રીજીમહારાજના પ્રગટપણાનો પરમ નિશ્ચય થયો.
- શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી… 🙇🏻♂️🙏
Hindi
कोवाया के नाजा आहीर का अक्षरगमन और महापुरुषदास स्वामी का वचन
कोवाया गाँव के परमभक्त कालुभाई वावडीया के सत्संग-संबंध से राधाभाई आहीर और उनके बड़े भाई नाजाभाई आहीर को भगवान श्री स्वामीनारायण का दृढ़ सत्संग प्राप्त हुआ था। नाजाभाई अत्यंत सरल, निष्कपट और निरंतर प्रभु भजन में लीन रहने वाले आदर्श भक्त थे।
वृद्धावस्था में एक बार नाजाभाई गंभीर रूप से बीमार हो गए और ऐसा प्रतीत हुआ कि उनका देहांत निकट है। परंतु वह वर्ष अत्यंत अकाल और दुर्भिक्ष का था। नाजाभाई के पुत्र देसूरभाई को गहरी चिंता हुई कि इस भीषण मंदी और निर्धनता में यदि पिताजी का देहांत हो गया, तो उत्तरक्रिया और सामाजिक भोज का व्यय कैसे हो पाएगा? उस समय जूनागढ़ के महान समाधिनिष्ठ संत सद्गुरु महापुरुषदासजी स्वामी पास के नार गाँव में विचरण कर रहे थे। देसूरभाई वहाँ पहुँचे और स्वामीजी के चरणों में सिर रखकर रो पड़े। दयालु स्वामीजी ने उनके सिर पर हाथ फेरते हुए वचन दिया, “देसूर! तुम चिंता मत करो; जब तक मैं तुम्हारे गाँव नहीं आऊँगा, तब तक तुम्हारे पिताजी का देहांत नहीं होगा।” जब नाजाभाई को यह ज्ञात हुआ, तो वे भी पूर्णतः निश्चिंत होकर अनन्य भाव से भजन करने लगे।
इस घटना के बाद तीन वर्ष बीत गए और परिवार की आर्थिक स्थिति संभल गई। तब नाजाभाई ने अपने पुत्र से कहा, “बेटा! अब अक्षरधाम जाने में बहुत विलंब हो रहा है। तुम जूनागढ़ जाकर महापुरुषदास स्वामी को यहाँ ले आओ ताकि मैं प्रभु के धाम प्रस्थान कर सकूँ।” देसूरभाई तुरंत जूनागढ़ पहुँचे। उस समय मंदिर में निर्जला (भीम) एकादशी का विशाल उत्सव निकट था, अतः स्वामीजी ने कहा, “देसूर! मैं अभी उत्सव छोड़कर नहीं आ सकता, किंतु तुम घर जाओ; तुम्हारे घर पहुँचने के ग्यारहवें दिन साक्षात् श्रीजी महाराज तुम्हारे पिता को लेने पधारेंगे।”
स्वामीजी के वचनानुसार ठीक ग्यारहवें दिन साक्षात् पूर्णपुरुषोत्तम श्रीजी महाराज, सद्गुरु गोपालानंद स्वामी, गुणातीतानंद स्वामी आदि दिव्य संतों के साथ दिव्य विमान लेकर पधारे! संपूर्ण कक्ष अलौकिक प्रकाश से जगमगा उठा। वहाँ उपस्थित महुवा के फूलचंद सेठ तथा परिजनों को इस अलौकिक लीला के साक्षात् दर्शन हुए। नाजाभाई अत्यंत प्रसन्नतापूर्वक देह त्याग कर अक्षरधाम सिधारे। इस अद्भुत चमत्कार को देखकर फूलचंद सेठ को श्रीहरि के साक्षात् परब्रह्म होने की अखंड निष्ठा प्राप्त हुई।
- श्रीहरिचरित्र चिंतामणि से… 🙇🏻♂️🙏
English
Naja Ahir of Kovaya: Mahapurushdas Swami’s Promise and Akshardham Gaman
Through their association with the great devotee Kalubhai Vavadiya of Kovaya, Radhabhai Ahir and his elder brother Naja Ahir had developed unwavering faith in Bhagwan Swaminarayan. Naja Ahir was a pure-hearted, guileless devotee who spent his days absorbed in continuous remembrance of God.
In his old age, Naja Ahir fell gravely ill, and it appeared his final moments had arrived. However, that particular year was plagued by severe drought and scarcity. Naja Ahir’s devoted son, Desurbhai, grew anxious: how could a humble family bear the funeral rites and community obligations during such severe destitution? At that very time, the spiritually accomplished ascetic Sadguru Mahapurushdasji Swami of Junagadh was touring the nearby village of Naar. Desurbhai rushed to the sadhu’s feet in tears, sharing his helplessness. The compassionate swami placed his hand upon Desur’s head and reassured him, “Desur, do not worry; your father will not depart from this world until I come to your village.” Relieved upon hearing this blessing, Naja Ahir peacefully resumed his devotion.
Three prosperous years passed, and the family’s financial hardship subsided. Naja Ahir then lovingly called his son and said, “Dear son, my journey to Akshardham has been delayed long enough. Please go to Junagadh and invite Mahapurushdas Swami so that I may return to Maharaj’s divine abode.” Desurbhai hurried to Junagadh. Because the grand festival of Nirjala (Bhim) Ekadashi was imminent, Swami explained that he could not travel immediately, but added with divine authority: “Return home, Desur. Exactly on the eleventh day after your arrival, Shriji Maharaj Himself will come to escort your father to Akshardham.”
Precisely on the eleventh day, as prophesied, Bhagwan Shri Swaminarayan manifested in dazzling divine glory accompanied by Sadguru Gopalanand Swami, Sadguru Gunatitanand Swami, and celestial muktas! Divine brilliance illuminated the entire chamber. Sheth Phoolchand of Mahuva and the gathered relatives were blessed with the direct divine vision of Shrihari’s arrival. Joyously offering his final obeisances, Naja Ahir boarded the divine chariot for Akshardham. Witnessing this undeniable transcendental event, Sheth Phoolchand’s faith in Shrihari’s supreme divinity was sealed forever.
- From Shri Haricharitramrut Chintamani… 🙇🏻♂️🙏