સુલતાનપુર ગામના વતની આલાભાઈ જાતે તેલી હતા અને ઘાણી પીલીને તેલ કાઢવાનો વ્યવસાય કરતા હતા. સંસારની ક્ષણભંગુરતા જોઈ એમને કાળનો ભય રહેતો હતો.

Gujarati

સુલતાનપુરના આલા તેલીની ભક્તિખુમારી અને પવિત્ર ચરણસ્પર્શ શિલા

સુલતાનપુર ગામના વતની આલાભાઈ જાતે તેલી હતા અને ઘાણી પીલીને તેલ કાઢવાનો વ્યવસાય કરતા હતા. સંસારની ક્ષણભંગુરતા અને મૃત્યુની અનિવાર્યતા જોઈને તેમના અંતરમાં સદાય વિચાર ઘૂંટાતો રહેતો કે, “આ વિકરાળ કાળની ઝપટમાંથી જીવને કોણ ઉગારે?” આલાભાઈને દેરડી ગામના ભક્તરાજ રૂપશી શેઠ સાથે ગાઢ મૈત્રી હતી. રૂપશી શેઠ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય અને દ્રઢ નિષ્ઠાવાન ભક્ત હતા.

એકવાર આલાભાઈ દેરડી ગયા અને પોતાના મનની આ મૂંઝવણ રૂપશી શેઠ આગળ રજૂ કરી. રૂપશી શેઠે નિર્ભય થઈને કહ્યું, “આલાભાઈ! આપણા જેવા અસંખ્ય જીવોને કાળ-માયાના બંધનમાંથી છોડાવવા માટે સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર શ્રી સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે અને અત્યારે ગઢડામાં વિરાજે છે. ચાલો, આપણે તેમના દર્શને જઈએ!” બંને મિત્રો ગઢડા આવ્યા. શ્રીજીમહારાજના દિવ્ય મુખારવિંદનાં દર્શન કર્યા અને સભામાં અમૃતભરી વાણી સાંભળી. સંતોના પવિત્ર ત્યાગમય જીવનનાં દર્શન કરતાં જ આલાભાઈના અંતરમાં શાંતિ થઈ ગઈ કે મને કાળની ઘાણીમાંથી ઉગારનાર સાચા મોક્ષદાતા મળ્યા છે! તેમણે મહારાજ સમક્ષ પંચવર્તમાન ધારણ કરી સત્સંગની દીક્ષા લીધી.

ગઢડાથી સુલતાનપુર પાછા ફર્યા પછી આલાભાઈના જીવનમાં અનોખી ખુમારી પ્રગટી. તેઓ પોતાની ઘાણીમાં બળદ જોડીને તેલ પીલતાં પીલતાં ઊંચે સ્વરે પડકારા કરી “સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!” ધૂન ગાવા લાગ્યા. શેરીમાંથી કોઈ પણ નીકળે તેને લોકલાજ રાખ્યા વગર પોકારીને કહેતા, “એ ભાઈ! આ સંસારમાં કાળ આપણને ક્યાંયના ક્યાંય તાણી જશે, માટે જો ઉગરવું હોય તો મુખેથી સ્વામિનારાયણ ભજન કરો!” જગતની નિંદા કે ઉપહાસની પરવા કર્યા વિના તેઓ સતત હરિનામમાં લીન રહેતા.

એમની આવી અડગ નિષ્ઠા અને ખુમારીથી પ્રસન્ન થઈને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી ગ્રંથના પ્રકરણ ૧૧૩, કડી ૭૬માં એમની વંદના કરી છે:

સરતાનપુરે આલો તેલી, ભજે હરિ જગ લાજ મેલી...!

શ્રીજીમહારાજ પોતે ત્રણ વખત સુલતાનપુરમાં આલાભાઈના વંડામાં પધાર્યા હતા અને એક રાત રોકાયા પણ હતા. સવારે પ્રયાણ કરતી વખતે આલાભાઈના આંગણામાં પડેલા એક પથ્થર પર પોતાના પાવન ચરણારવિંદ મૂકીને મહારાજ અશ્વ પર સવાર થયા હતા. આલાભાઈ આ આજીવન આ ચરણસ્પર્શ શિલાની રોજ ચંદન-પુષ્પથી પૂજા કરતા. સમય જતાં સંતો દ્વારા તે પવિત્ર શિલા પર શ્રીહનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી, જેના દર્શન આજે પણ સુલતાનપુરમાં થાય છે.

  • ભક્તચિંતામણી મુક્તોના ચિંતનમાંથી… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

सुलतानपुर के आला तेली की भक्ति-खुमारी और चरणस्पर्श शिला

सुलतानपुर गाँव के निवासी आलाभाई जाति से तेली थे और कोल्हू (घाणी) चलाकर तेल निकालने का व्यवसाय करते थे। संसार की नश्वरता और मृत्यु के अटल सत्य को देखकर उनके अंतःकरण में सदैव यह विचार उठता रहता था कि ‘इस भयानक काल के क्रूर पंजों से जीव को कौन बचा सकता है?’ आलाभाई की देरडी गाँव के रूपशी सेठ के साथ गहरी मित्रता थी। रूपशी सेठ भगवान श्री स्वामीनारायण के अनन्य और निष्ठावान भक्त थे।

एक बार जब आलाभाई देरडी गए, तो उन्होंने अपने मन की यह व्याकुलता रूपशी सेठ के सम्मुख रखी। रूपशी सेठ ने पूरे विश्वास के साथ कहा, “आलाभाई! हमारे जैसे जीवों को जन्म-मरण और काल-माया के बंधन से मुक्त कराने के लिए साक्षात् पूर्णपुरुषोत्तम नारायण स्वामीनारायण रूप में इस पृथ्वी पर पधारे हैं और वर्तमान में गढ़डा में विराजमान हैं। चलिए, हम उनके दर्शन के लिए चलते हैं!” दोनों मित्र गढ़डा पहुँचे। श्रीजी महाराज के दिव्य दर्शन किए और सभा में अमृतमयी वचनामृत सुने। त्याग और वैराग्य की प्रतिमूर्ति संतों के पावन जीवन को देखकर आलाभाई को परम शांति मिली कि मुझे काल के कोल्हू से छुड़ाने वाले सच्चे तारनहार मिल गए हैं! उन्होंने श्रीहरि के चरणों में पंचवर्तमान ग्रहण कर सत्संग का आश्रय स्वीकार किया।

गढ़डा से लौटकर आलाभाई के जीवन में अद्भुत भक्ति-खुमारी छा गई। वे अपने कोल्हू में बैलों को चलाते हुए, लोकलाज को पूर्णतः त्यागकर गगनभेदी स्वर में “स्वामीनारायण! स्वामीनारायण!” महामंत्र का कीर्तन करने लगे। जो कोई भी मार्ग से गुजरता, उससे निर्भय होकर पुकारते, “अरे भाई! यह विकराल काल हमें कहीं का नहीं छोड़ेगा; यदि इस भवसागर से पार उतरना है, तो मुख से स्वामीनारायण नाम का भजन करो!”

उनकी इस निष्कपट और अटल निष्ठा को देखकर सद्गुरु निष्कुलानंद स्वामी ने भक्तचिंतामणि ग्रंथ (प्रकरण 113, कड़ी 76) में उनका गुणगान किया है:

सरतानपुरे आलो तेली, भजे हरि जग लाज मेली...!

श्रीजी महाराज स्वयं तीन बार सुलतानपुर में आलाभाई के बाड़े (वंडा) में पधारे और एक बार रात्रि विश्राम भी किया। प्रातःकाल जब महाराज प्रस्थान करने लगे, तो आलाभाई के प्रांगण में पड़े एक पाषाण (पत्थर) पर अपने पावन चरणारविंद रखकर घोड़े पर सवार हुए। आलाभाई जीवन भर उस चरणस्पर्श शिला की नित्य प्रेमपूर्वक पूजा-अर्चना करते रहे। कालांतर में संतों द्वारा उसी दिव्य चरणस्पर्श शिला पर श्रीहनुमानजी महाराज का स्वरूप स्थापित किया गया, जिसके दर्शन आज भी सुलतानपुर में होते हैं।

  • भक्तचिंतामणि मुक्तों के चिंतन से… 🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


English

Ala Teli of Sultanpur: Devotional Fearlessness and the Holy Footprint Stone

Alabhai, a resident of the village of Sultanpur, was an oil-presser (teli) by trade who earned his livelihood by extracting oil with a traditional bullock-driven press (ghani). Observing the fleeting nature of material life and the inevitability of death, an existential question constantly stirred in his heart: ‘Who can save this conditioned soul from the ferocious jaws of Kaal (death and time)?’ Alabhai enjoyed a close friendship with devotee Rupshi Sheth of Derdi village, who was an ardent, staunch follower of Bhagwan Swaminarayan.

During a visit to Derdi, Alabhai poured his inner anxieties out to Rupshi Sheth. Rupshi Sheth replied with profound conviction: “Alabhai! To emancipate souls like us from the clutches of worldly bondage and time, the Supreme Purushottam Himself has manifested on this earth as Bhagwan Swaminarayan, currently residing in Gadhada. Let us go and seek His divine refuge!” Both friends journeyed to Gadhpur. Beholding Shriji Maharaj’s luminous, enchanting countenance and drinking in His ambrosial words during the spiritual assembly, Alabhai’s heart found blissful peace. Experiencing the saintliness of the paramhansas, he knew he had found the true savior. He immediately took the five spiritual vows (panch vartaman) and surrendered his life to Shrihari.

Returning home to Sultanpur, Alabhai was gripped by an unyielding devotional fervor. As his bullocks turned the heavy oil press, he threw off all worldly inhibitions and shouted at the top of his voice: “Swaminarayan! Swaminarayan!” Whenever villagers passed by, he would challenge them boldly, “O brother! This dreadful Kaal will grind us into oblivion; if you wish to be redeemed, take up the name of Swaminarayan!” Uncaring of social ridicule, he lived immersed in divine chanting while faithfully carrying on his daily labor.

Celebrating his extraordinary courage and devotion, Sadguru Nishkulanand Swami immortalized him in the Bhaktachintamani (Chapter 113, Verse 76):

Sartanpure Aalo Teli, bhaje Hari jag laaj meli...!

Shriji Maharaj personally graced Alabhai’s residence in Sultanpur three times, staying overnight on one occasion. As Maharaj prepared to depart on horseback the following morning, He stepped upon a flat stone lying in Alabhai’s courtyard to mount His mare. Alabhai worshipped this holy footprint-sanctified stone with flowers and sandalwood paste throughout his life. Later, holy sadhus consecrated that very sacred stone as the shrine of Shri Hanumanji, which continues to bestow divine darshan in Sultanpur to this day.

  • From Bhaktachintamani: Meditations on the Muktas… 🙇🏻‍♂️🙏