એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને શુકમુનિ વડોદરા બીરાજતા હતા.

Gujarati

નિષ્કુળાનંદ સ્વામી અને બરફીની પાંચ તોપો

એકવખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને શુકમુનિ વડોદરા બીરાજતા હતા. વૈરાગ્ય મુર્તિ નિષ્કુળાનંદ સ્વામી ને એ દિવસે ઉપવાસ હતો. બીજેદિવસે સદગુરુ સંતોએ એમના મંડળના નાના સંતોને કહ્યું કે પારણા માટે નિષ્કુળાનંદ સ્વામી ના આસને એક એક પડીયો બરફી-પેંડા મુકી આવો. તે સૌ સંતોએ એમ કર્યું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નાહીને આવ્યા તે એમણે આ પોતાના આસને પાંચ પડીયા બરફીના ભરેલા ઢાંકેલા જોયા, એટલે એમણે તુરંત જ એમના શિષ્ય મોરારચરણ સ્વામી ને પુછયુ કે મોરારચરણ આ શુ ઢાંક્યું છે? ત્યારે મોરારચરણ સ્વામી બોલ્યા કે સદગુરુ સંતોએ તમારા ઉપવાસ ના પારણા કરાવવા બરફી પેંડા ના પડીયા મોકલાવ્યા છે. વૈરાગ્ય મુર્તિ નિષ્કુળાનંદ સ્વામી એ તો તુરતંજ કેડ્ય બાંધીને જયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી સભા કરતા હતા ત્યાં જઇને દંડવત કર્યો, એટલે તુરંત જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પુછયુ કે સ્વામી કેમ શુ થયું ? આમ કયા ચાલ્યા ? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી એ સભામા સૌને એક વાત કરી કે…. એક રાજ્ય મા રાજ્ય ના કુંવર ને એક વિધવા ડોશી ગામમાં રેય, એના હારે સ્નેહ ભાવ હશે તે કુંવરે વચન દીધેલું કે માવડી કાય કામકાજ પડે મને ત્યારે જરુર થી કેજો…! એકવાર એ ડોશીની ઝૂંપડીમાં એક કૂતરી ઘરી ગઇ તે ડોશી રાજાના કુંવરને જઇ ને ફરિયાદ કરવા ગઇ. કુંવરે તરત જ રાજના દરબારી ને હૂકમ કરીને તોપ મોકલાવી ને કૂબા ને કૂતરી હારે જ ઉડાવી દીધો. હે ગોપાળ સ્વામી, એમ ઓલી ડોશીના ઠેકાણે હુ છવ ને ભૂખરુપી કૂતરી પેટમાં બેઠી છે. એક તોપના રુપે એક પડીયો બરફી ને પેંડા છે ને રાજકુંવર ની ઠેકાણે તમે સૌ છો. જેમ ડોશીનો કૂબો એક તોપે ઉડી ગયો એમ મારા માથે પાંચ તોપ મંડાણી છ હાલ તો..! તે એમા મારો કૂબો રેહે ખરો..? હુ તો સ્વામી હમણાં જ આયાથી નીકળું છવ એટલે તમારા આશીર્વાદ લેવા આવ્યો છુ. સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો વૈરાગ્ય મુર્તિ નિષ્કુળાનંદ સ્વામી વાત સાંભળી ને હસી પડ્યા ને બોલ્યા કે સ્વામી, તમે હાથે રોટલા ઘડી ને જમજો પણ અમ હારે રોકાવ. હવે રહોડે ગળ્યું ચિકણું નહી બનાવીએ પણ આપ રોકાઓ.

એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી સાથે દાળ-રોટલા ને છાહ વગેરે નિસ્વાદ ભોજનના વચન લઇ ને વડોદરે સત્સંગ વિચરણ મા રોકાયા.

  • સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો… 🙇🏻‍♂️🙏