ગઢપુર દરબારગઢ મા ત્યાગી સંતો પૃથમ બાઇઓના હાથના રોટલા જમતા. શ્રીહરિએ એકવખત પૃકરણ ફેરવ્યું.

Gujarati

ગઢપુરમાં લોટ દળવાનું પ્રકરણ અને શ્રીજી મહારાજની પ્રસન્નતા

ગઢપુર દરબારગઢ મા ત્યાગી સંતો પૃથમ બાઇઓના હાથના રોટલા જમતા. શ્રીહરિએ એકવખત પૃકરણ ફેરવ્યું તે આજ્ઞા કરી કે હવેથી કોઇ ત્યાગી સંતોએ બાઇઓના હાથના ઘડેલા રોટલા જમવા નહી, સૌએ પોતાના હાથે રસોઇ કરવી. સૌએ હા કહી ને આજ્ઞા શિરોમાન્ય સ્વીકારી. સંતોએ શ્રીજીમહારાજ ને પુછયુ કે હે મહારાજ..! અમારે ચૂલાના બળતણ નુ શુ કરવું ? ત્યારે શ્રીહરિ કહે કે લોટ દરબારગઢમાંથી ઘંટીએથી લઇ જવો ને બળતણ વીણી લાવવું કે છાણા-અડાયા ની વ્યવસ્થા સૌએ કરવી ને હાથે રસોઇ કરવી. પછે સૌ સંતો લક્ષ્મીવાડીએ હાથે રસોઇ કરીને જમતા. પાર્ષદો ને લોટ મસળીને રોટલા ઘડતા આવડે નહી ને એટલે એમના ઘડેલા રોટલા તાવડીએ મુકે એવા તૂટી જતા. કેટલાક પાર્ષદોએ ફરિયાદ કરી કે આ સાંખ્યયોગી ડોશીઓ ઘંટીએ લોટ ઉભા ઉભા અનાજ દળે છે એટલે એ લોટ થી રોટલા તૂટી જાય છે.

આ વાત્ય ની ખબર લાડુબા-જીવુબા ને પડતા તેઓએ તુરતંજ બધીય સાંખ્યયોગી બાઇઓ જે દળણું દળવાની સેવા કરતા એમને ભેગા કરીને ઠપકો દીધો. જીવુબા બોલ્યા કે આટલા દહાડા આપડે સૌએ અત્યાર સુધી રોટલા કરીને સર્વ સંતો ભક્તોને જમાડ્યા ને સૌને રાજી કર્યા છે. હવે જો આપડે ઘંટીએ જાડું દળીને આપીએ તો એ સર્વ સેવા વૃથા જાશે. ત્યારે સર્વ બાઇઓ લાડુબા-જીવુબા ને ઘંટીઓ હતી ત્યા લઇ ગયાને બતાવ્યું કે અમે તો દળણું એકદમ ઝીણું દળીને આપીએ છીએ. આ જોઇને લાડુબા-જીવુબા ને ધરપત થઇ પણ કશુંય બોલ્યા નહી. ચાર-પાંચ દી કેડ્યે એકદિવસ શ્રીહરિ આથમણા બાર ના ઓરડાની અટારી એ બેઠેલા તે એકલા જોઇને સર્વે દળણું દળવાની સેવા કરતી બાઇઓ શ્રીહરિ પાસે આવીને દિલગીર થઇને રડવા લાગ્યા. શ્રીહરિ બોલ્યા કે બહેનો શુ થયું ? ત્યારે કહે કે અમે તો ઝીણું દળીને આપીએ છીએ પણ પાળાઓ લાડુબા-જીવુબા ને ફરિયાદ કરે છ કે અમે ઉભા ઉભા જાડું દળીને આપીએ છીએ એમા રોટલા તુટી જાય છે ને અમને લાડુબા-જીવુબાએ ઠપકો દીધો. એમ કહીને લોટ ની માટલીઓ શ્રીહરિએ બતાવી. શ્રીહરિ કહે આ લોટ તો એકદમ સરસ ને ઝીણો છે. બહેનો તમે નચિંત રહો ને હવે તમારે દળવું નહી પડે, એ સૌ પોતપોતાની રીતે જ હવે દળણું દળી લેશે. પછી તો શ્રીજીમહારાજે ઘંટીઓ મંગાવીને મંદિરની પૃદક્ષીણા મા પછવાડે મુકાવી ને સૌએ પોતપોતાની રીતે દળીને ખાવું એવું પૃકરણ ચલાવ્યું. एकદિવસ વાડીએથી પૃેમમુર્તી સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી ને સદગુરુ સીધ્ધાનંદ સ્વામી બેઉ દળવા આવ્યા તે ઉભા ઉભા દળતા જાયને શ્રીજીમહારાજના દશઁન કરતા જાય. તે સમે મહારાજ ઉગમણે મુખારવિંદે ઉભા હતા તે સભા પુરી થતા સંતો દળતા હતા ત્યાં પધાર્યા. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી હરખ ભર્યા ઉચ્ચ સ્વરે બોલી ઉઠ્યા કે ઘંટી ના ઘસરકે રે, વાલો મારો આવ્યા રે..! આ સાંભળી ને શ્રીહરિ ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા કે સ્વામી તમે કિરતન રેવા દ્યો. તમને કિરતન નહી આવડે એ તો મુકતાનંદ સ્વામી, બૃહમાનંદ સ્વામીને જ આવડે. એમ કહીને શ્રીહરિએ ઘંટીના થાળમાંથી ચપટી ભરીને લોટ લઇને જોયો ને બોલ્યા કે છે તો બેય સાધુ સમાધી વાળા પણ લોટ દળતા સારો આવડે છે હો. એમ કહીને બને સંતો ઉપર ઘણાય રાજી થયા ને પૃસન્ન થયા .

  • શ્રીહરિચરિત્ર ચિંતામણિ…

🙇🏻‍♂️🙏