જુનાગઢમા સદગુરુ બૃહમાનંદ સ્વામી રાધારમણ દેવના મંદિરની પદ્મશીલા ચડાવતા હતા. એ વખતે દોર તુટયો ને શીલા નીચે પડી.

Gujarati

બ્રહ્માનંદ સ્વામીનો વિરહ અને ગોપીનાથજી મહારાજનું પ્રગટીકરણ

જુનાગઢમા સદગુરુ બૃહમાનંદ સ્વામી રાધારમણ દેવના મંદિરની પદ્મશીલા ચડાવતા હતા. એ વખતે દોર તુટયો ને શીલા નીચે પડી. દતાત્રેય ના દેવાલય નો ઘંટ તુટીને નીચે પડ્યો, ને દામોદર ના દેવાલય ની દિવાલ ફાટી, આમ એક પછે એક અપશુકન થતા સદગુરુ બૃહ્માનંદ સ્વામીને કાંઇક અનિષ્ટ અમંગળ થયા ના સમાચાર મળવાની બીક લાગી. બરોબર બપોરના બાર વાગ્યે હરે નો ટાઇમ થયો એ સમે પાર્ષદ ભગુજી ઉંટ લઇને જુનાગઢ પહોંચ્યા. શ્રીહરિ ના સ્વધામગમન નો કાગળ વાંચીને સ્વામી સુનમુન થય ગયા ને શોકાતુર થઇ ગયા. સૌને ખબર પડતા સૌ કોઇ રોવા લાગ્યા. સ્વામી તો તરતજ અન્ન-જળનો ત્યાગ કરીને ગઢડે પધાર્યા. આંખોમાંથી એકધારી અશ્રુધારા વહેતા આંખો સુજી ગઇ.

ગઢડે પધારતા આંખોય દરબારગઢ જાણે શુન્યવત ભાસ્યો. જાણે આંખોય દરબારગઢ નિસ્તેજ હોય એવું લાગતું હતું. જાણે નિષ્પૃાણ સૌ કોઇ થઇ ગયા હોય એવા સૌના તન હતા. બૃહ્માનંદસ્વામી આવીને સદગુરુ મુકતાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મળતા જ ભેટી પડયા ને રડતા રડતા બોલ્યા કે આજ કાળીયા એ કપટ કર્યું, તમે એમનો અગ્નિસંસ્કાર કરી દીધો, નહીતર આ બૃહ્માનંદમા એ શ્રીહરિને અક્ષરઘામમાંથી પાછા લાવવાની તાકાત ખરી, પણ હવે શુ કરીએ..! સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ધીરજ આપી પણ આજ બૃહ્મમુનિ જાણે ખરેખર માત્ વિહોણા થય ગયા હોય એમ રડતા છાના ન રહી શક્યા.

ત્યાથી સ્વામી પોતે પરબારા મંદિર મા શ્રીગોપીનાથજી મહારાજ ના દર્શને ગયાને વિરહનું કિરતન ગાયું કે…

પાતળીયે હર્યા પૃાણ રે બેની મારા પાતળીયે હર્યા પૃાણ..!

શોકાતુર હૃદયે એક પછે એક એમ ચાર પદ ગાયા ત્યાં તો ગોપીનાથજી મહારાજની મુર્તીમાંથી સાક્ષાત શ્રીહરિ પૃગટ થયાને હાથ લાંબા કરીને ગુલાબનો મોટો હાર સ્વામીને પહેરાવ્યો. સ્વામીને બાથમાં ઘાલીને ભેટ્યા ને બોલ્યા કે બૃહ્મમુનિ..! અમે હજુ આયા જ છીએ, અમે તો કાયમ સત્સંગ મા પૃગટ છીએ..! તમે સૌ કોઇ જ્યારે જ્યારે યાદ કરશો અમે તમારી સાથે જ છીએ. સ્વામી પગે લાગ્યા એટલે બેઉ હાથ સ્વામીના માથે મુકયા ને આશ્વાસન દીધું.

  • શ્રીજી મહારાજ પૃગટની વાતો.. 🙇🏻‍♂️🙏