એકવખત શિયાળામા પોષ માસની કડકડતી ટાઢ્ય હતી ને એ સમે શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા. શ્રીહરિ પોતાના ઉતારે પોઢ્યા હતા.
Gujarati
પ્રભાશંકર અને કૃપાનિધિ શ્રીજી મહારાજ
એકવખત શિયાળામા પોષ માસની કડકડતી ટાઢ્ય હતી ને એ સમે શ્રીહરિ ગઢપુર બીરાજતા હતા. શ્રીહરિ પોતાના ઉતારે પોઢ્યા હતા. એ સમયે અધરાત વિત્યે એકાએક કોઇનો અવાજ આવતા નિંદરમાંથી જાગ્યા ને પાસે સુતેલા પાર્ષદ માનસંગને સર્વસુજાણ શ્રીહરિ બોલ્યા કે એલા માનસંગ…! જરા જો તો ખરો ! આ કોણ અધરાતે મંડાણુ છે? કોઇક ને કાય તકલીફ તો નથીને..! માનસંગ ઉભા થઇને બહાર ગયાને તરત જ જોયું તો પૃભાશંકર ત્યાં સુતેલા હતા. આવી પોષ મહીનાની કડકડતી ટાઢ્ય મા એમને એક જ ગોદડું મળેલું તે ઓઢેલું પણ સ્વપ્નમાં વિચાર આવ્યો કે મને તો ગોદડું જડ્યું પણ આવા મોટા મોટા નંદસંતો આવી ટાઢ્ય મા વગર ગોદડે કેમ રાત્ય કાઢતા હશે એ વિચારે ઉંઘમાંજ ભરનિંદરે મોટે અવાજે “કૃપા નથી…! કૃપા નથી….!” એમ બોલતા હતા. પાર્ષદ માનસંગે એમને નિંદરમાંથી ઉઢાડીને ધીરે બોલવા કહ્યું તોય એમણે તો એમની ધૂન મા “કૃપાનથી…. કૃપાનથી” એમ બોલ્યા જ કર્યું. પાર્ષદ માનસંગને થયું કે પૃભાશંકર કાય તકલીફ મા હશે એમ જાણી ને એમને શ્રીહરિ પોઢ્યા હતા તયા લઇ આવ્યા ને કહ્યું કે મહારાજ, પૃભાશંકર બોલતા હતા.
શ્રીજીમહારાજે પુછયુ કે પૃભાશંકર શુ કૃપાનથી કૃપાનથી એમ બોલો છો? ત્યારે પૃભાશંકર હાથ જોડીને બોલ્યા કે હે મહારાજ..! આપતો સૌના મનની વાત્ય જાણો છો ને અંતર્યામી છોવ. હુ તો “કૃપાનિધિ…… કૃપાનિધિ” એમ બોલતો હતો. પણ આ માનસંગ ભગત ને ટાઢ્ય વાય છે તો એમને “કૃપાનથી કૃપાનથી” એમ સંભળાયું હશે..! હુ તો પૃભુ ગોદડું ઓઢીને સુતો હતો તે નિંદર મા જે જાણ્યું એ બોલતો હતો.
શ્રીહરિ તો પૃભાશંકરના મનની વાત્ય જાણવા છતાય કશુંય બોલ્યા નહી ને બીજે દિવસ મોટીબા ને બોલ્યા કે મોટીબા સંતો હારુ ગોદડા કરાવો, સંતો આવી ટાઢ્ય ના રાત્યુ કાઢે છે તો લોકો અમને “કૃપા નથી…. કૃપા નથી” એમ કહે છે.
ત્યારે મોટીબા બોલ્યા કે તમે પોતે ઢોલીયે મસુરીયા ગાદલા મા પોઢો છો ને સંતોને ટાઢ્ય ના ઠારો છ તે પછે તમને તો કોણ કૃપાનિધિ કહે..?
ત્યારે મહારાજ મર્માળુ હસ્યા ને મોટીબા ને બોલ્યા બા..! તમેય અમને આવું કહીને મેણા ટોંણા મારો છો? ત્યારે મોટીબા બોલ્યા કે તમે ઓલી જીવીને ઘરે રોટલા ઘડી આવ્યા ને અમે આયા નેતરા ખેંચી ખેંચી ને થાકી જાઇ તોય સામું જોતા નથી.
શ્રીજીમહારાજ તો ખડખડાટ હસ્યા ને બોલ્યા કે… હવે તો ભગવાનને હોતન મેણા ટોંણા સાંભળવા પડે છ.
મોટીબા હસતા હસતા કહે હે નાથ, તમે કરો છો જ એવું તે આજ તો મોકો મળ્યો તે પછે કહી જ દવ ને..!
- ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙇🏻♂️🙏