સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી સદગુરુ મુકતાનંદ સ્વામી પાસેથી ગાન વિદ્યા શીખ્યા હતા. તેઓ ગાન વિદ્યા મા ઘણા કુશળ હતા.
Gujarati
સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી અને શ્રીગામના અમરસીંહ
સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી સદગુરુ મુકતાનંદ સ્વામી પાસેથી ગાન વિદ્યા શીખ્યા હતા. તેઓ ગાન વિદ્યા મા ઘણા કુશળ હતા. સારાએ નંદસંતોમા સારા સંગીતકાર તરીકે તેમની ખ્યાતિ હતી. તેમનો કંઠ પહાડી ને મધુર હતો એટલે ગઢપુર મા કાયમ સભા શરુ થયા પહેલા સંતો કિરતન ગાતા ત્યારે પોતે ભાવથી ગાતા વગાડતા. શ્રીહરિ ઘણીય વખત રાજી થઇને પ્રસાદીની વસ્તુઓ આપીને એમને પૃોત્સાહિત પણ કરતા.
સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીની સત્સંગ પૃચારની વિશેષ યોગ્યતા, પોતાની ઉત્કૃષ્ટ અભિલાષા તેમજ શ્રીહરિ ના સ્વરુપ મા અડગ નિષ્ઠા જોઇને શ્રીહરિએ એમને જંગલી તેમજ પહાડીપૃદેશ મા સત્સંગ પૃચારની આજ્ઞા કરી હતી. સ્વામી શ્રીહરિની આજ્ઞાને શીરોમાન્ય રાખીને નિમાડ, ખાનદેશ, ઝાડીદેશ, રાજસ્થાન, મારવાડ તેમજ જંબુસરબારા મા વિશેષ સત્સંગ વિચરણ અર્થે ફરતા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીભકત ચિંતામણિ ગૃંથ બનાવ્યો ત્યારે એ વિસ્તાર દુર દેશના એકાંતિક ભક્તો ના નામ ની યાદી સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ આપેલ. સત્સંગ પૃવચન મા એ પહાડી વિસ્તારો ને જંગલની ઝાડીઓમાં જયા કોઇ મુમુક્ષુજનો ગુજરાતી ભાષા ન સમજે ત્યા સ્વામી પોતે મરાઠી, હિન્દી તેમજ મારવાડી વગેરે ભાષાઓ શીખીને એ વિસ્તારની સ્થાનિક ભાષાઓમાં કથાવાર્તા ને ઉપદેશની વાતો કરતા. પછે જ્યારે એ વિસ્તારના હરિભક્તોના સંઘ શ્રીહરિના દર્શને વડતાલ કે ગઢપુર પધારતા ત્યારે સ્વામી ઉપર શ્રીહરિ વિશેષ રાજી થતા.
એકવખત વિજ્ઞાનાનંદ સ્વામી પોતાના મંડળ સાથે સત્સંગ કરતા કરતા જંબુસર પાસે નાના એવા શ્રીગામ નામે ગામ છે ત્યાં પધાર્યા. ગામમાં પ્રવેશતા જ દ્વેષી બાવાઓની પ્રેરણાથી કેટલાક લોકો બોલી ઉઠ્યા કે આ જો સ્વામિનારાયણ ના મૂંડીયાવ આવ્યા, આને ગામ બહાર કાઢી મેલો નકર ગામ બગાડી મેલશે. સંતો આ લોકોની વાત્ય ને જાણીને બજારમા એકબાજુ થોડી ખૂણાની અવાવરી જગ્યા ગોતીને વાંજીત્રે સહિત કિર્તન-ભકિત ને નારાયણ ધૂન્ય ગાવા લાગ્યા. ડોઢ બે કલાક થયા એટલે ગામમાં જે મુમુક્ષુઓ હતા એમને સંતોની આ કૃીયા જોઇને ગુણ આવ્યો, તે પાસે આવીને પૃણામ કર્યા ને વિનંતિ કરીને ગામને ચોરે લઇ જઇને ત્યાં કિરતન ભકિત કરાવ્યા. પછી વિજ્ઞાનાનંદ સ્વામીએ કથા કરીને પૃગટ ભગવાનની વાતો કરી ને કહ્યું કે લખચોરાશી ફરતા ફરતા બહુવારે આ માનવ દેહ મળ્યો છે એમા પણ પૃગટ પરબૃહ્મની ઓળખાણ થઇ છે તો આંખ્ય મિચાંઇ જાય એ પહેલા પોતાના આત્માનું શ્રેય કરવું એ જ ડહાપણ છે. આમ ઘણી ઘણી ઉપદેશ ની વાત્ય કરી તો ગામલોકોને તો સાચા પવિત્ર સંતો ના દર્શને બહુ ગુણ આવ્યો ને સંતોને રોક્યા.
એ દિવસે તો મોડીરાતય સુધી સભા ચાલી તો ગામજનો બોલ્યા કે તમે અહી જ રોકાવ ને અમારા ગામમાં ઠાકોરજી નુ મંદિર કરો. સંતો રોકાયા ને પૃતિદિન સંત સમાગમ થી થોડાક જ દિવસ મા ગામનું વાતાવરણ બદલાઇ ગયું ને સૌ પૃેમે કરીને ભગવાનનુ ભજન કરવા લાગ્યા. થોડા દિવસો મા નાનું પણ સુંદર મંદિર તૈયાર થયું. આ રોકાણ વખતે સંતો યુવાન ભક્ત અમરસીંહ કરીને હતા એની વાડીએ દરરોજ નાવા જતા. અમરસીંહ સંતોને રોજ કૂવેથી પાણી સીંચી નવરાવતો ને વાડીએ થી શાકભાજી ને ફળફૂલ ની ભાવથી સેવા કરતો. મંદિર તૈયાર થતા સંતો વડતાલ જવા રવાના થયા. એ સમે સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ અમરસીંહ ને સેવાથી રાજી થઇને આશીર્વાદ આપ્યા ને બોલ્યા કે જા અમરસીંહ તુ સુખીયો થઇશ. થોડે દિવસ ગયા ને એકદિવસ જંબુસર પરગણાના રાજાએ એને દત્તક લીધો ને એને ગામનો રાજા બનાવ્યો. એ વિસ્તારમાં સંતો જ્યારે જ્યારે પધારતા ત્યારે એ ખાસ સત્સંગ કરવા પોતાને ગામ તેડી જતા ને આગૃહે કરીને રોકતા ને રાજી કરતા.
- બૃહ્મનિષ્ઠ સંતો માંથી… 🙇🏻♂️🙏