શ્રીજીમહારાજ સમાના નંદસંતો મા ના શ્રીપાત્ વામન સ્વામી પુર્વે શ્રીજમદગ્નિ ઋષિ નો અવતાર હતા.
Gujarati
શ્રીપાત્ વામન સ્વામી અને મહારાજનું વચન
શ્રીજીમહારાજ સમાના નંદસંતો મા ના શ્રીપાત્ વામન સ્વામી પુર્વે શ્રીજમદગ્નિ ઋષિ નો અવતાર હતા. તેઓ પુરવાશ્રમથી જરાક સંશયી સ્વભાવના હતા. જ્યારે સભામા સહુ બેઠા હોયને કોઇ ખોંખારો કે ઉધરસ ખાય તો સ્વામી શ્રીજીમહારાજને ફરિયાદ કરતા કે હે મહારાજ..! જુઓ ને આ મારા ઉપર થૂંકે છે. ત્યારે મહારાજ હસતા ને કહેતા કે સ્વામી તમારે એમના થી દૂર બેસવું. પછે સ્વામી મહારાજની આજ્ઞાએ સભાથી દુર બેસીને કથાવાર્તા સાંભળવા બેસતા. આમ રોજ આઘે બેહીને કથા સાંભળતા એમને મહારાજની મુર્તિ ના દર્શનનુ સુખ બહુ આવતુ નહી તે અકળાયા, તે ફરીને શ્રીજીમહારાજ પાસે ગયા ને મુર્તિ દર્શન ની અગવડતા વાત કરી.
પછે મહારાજે સ્વામીને કીધુ કે સ્વામી તમે અમને કેવા જાણો છો? ત્યારે સ્વામી કહે કે હે મહારાજ…! આપતો પુર્ણ પુરુષોતમ નારાયણ છો. અમારા કર્મફળ પૃદાતા ને કલ્યાણ ના કરતલ છોવ. ત્યારે મહારાજ કહે કે સ્વામી તમે હવે ચિંતા મુકી દય ને નચિંત થય જાઓ, ને તમે હવે શુદ્રના રહોડે જમશો તો પણ અમે તમારું કલ્યાણ કરીશુ.
ત્યારે સ્વામી કહે હે મહારાજ..! જરુર? ત્યારે શ્રીહરિ કહે કે સ્વામી જરુર તમારું કલ્યાણ કરીશુ.
પછે તો શ્રીપાત્ વામન સ્વામીને મનના સંશયની ગાંઠ્ય ઠામુકી જ છુટ્ટી ગઇ ને સંતોની પંકિતમાંથી ઉઠયાને એંઠવાડ પડેલો એમા દોડ્યા. એ સમે કોઇ એ પુછયુ તો બોલ્યા કે મને તો ખુદ મહારાજે કહ્યું છે એટલે હવે મારે કલ્યાણની કશીય ફિકર નથી.
આમ શ્રીહરિએ શ્રીપાત્ વામન સ્વામીનો સંશયી સ્વભાવ હતો એ ટાળ્યો. શ્રીજીમહારાજે વચનામૃત મા પણ જેમ કહ્યું છે કે આ વખતે કોઇ કસર રેવા દેવી નથી ને બધાને ચોક્ખા કરી ને અક્ષરધામ લઇ જાવા છે.
- શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો… 🙏