એકવખત ગઢપુરમાં શ્રીજીમહારાજ દરબારગઢ મા લીંબતરુ તળે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ મુકતાનંદ સ્વામી વગેરે સાથે બેઠા હતા.

Gujarati

વૈરાગીઓ અને મહારાજની યોગકળા

એકવખત ગઢપુરમાં શ્રીજીમહારાજ દરબારગઢ મા લીંબતરુ તળે સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા સદગુરુ મુકતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને બૃહ્માનંદ સ્વામી વગેરે મોટા નંદ સંતોભકતોને સાંખ્યયોગી ની સભા મા બેઠા હતા. એ સમે શ્રીહરિ પાસે ચાર વૈરાગી બાવા આવ્યા. તેમને શ્રીહરિએ પૂછ્યું જે, “કુછ શાસ્ત્ર પઢે હો?” ત્યારે એમાનો અહંકારથી ભર્યો એક વૈરાગી બોલ્યો કે “સ્વામિનારાયણ…! મૈ તો સબ પઢા હું.” ત્યારે સર્વસુજાણ એવા શ્રીજીમહારાજ કહે “મહાપુરુષ, આપ અષ્ટાંગ યોગ જાનતે હો?” ત્યારે તે અહંકારી વૈરાગી બોલ્યો જે, “સબકુછ જાનતા હુ “. ત્યારે તન કી જાણે મનકી જાણે એમ મહારાજ એનું અજ્ઞાનને અહંકાર જાણી ને બોલ્યા કે : “આપ નોળી કરકે સબકો બતાઓ તો હમ સબ માને…! “ ત્યારે તે જાણ્યા વિના શું કરે? પછી શ્રીહરિએ પોતાના નળ ફેરવીને એક કોરે ચઢાવી દીધા ને એક કોરે પેટ ખાલી કરી નાખ્યું. તે જોઈને તેમાંના એક વૃદ્ધ વેરાગી હતા તે: “શ્રીજીમહારાજ પેટ સમું કરો. તુમકુ કઠણ પડેગા. એ કાણિયા વૈરાગી તો મહામૂર્ખ હે.” એમ એનું નિર્માનીપણું ને વિવેક જોઈને મહારાજ એ વૃદ્ધ વૈરાગી ઉપર બહુ રાજી થયા. ને પુછયુ કે “સંન્યાસી તમારે કાંઈ જોઈએ છે?” ત્યારે વૃદ્ધ વૈરાગી બોલયાકે “કુછ આટા હોય તો હમકું અપાવો.” પછી મહારાજે આજ્ઞા કરી કે “આમને લોટ, દાળ ને ચોખા નુ સદાવૃત માથી સીધું આપો.” ત્યારે તે વૈરાગી બોલ્યા, “દાલ-ચોખા કા કુછ કામ નહીં હે, ફક્ત આટા અપાવો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા કે “સંન્યાસીજીને નવટાંક નવટાંક ઘી આપજો.” ત્યારે તે બોલ્યા કે “ના મહારાજ ! ઘી કા કુછ કામ નહીં હે.” ત્યારે મહારાજ બોલ્યા કે તો તો “ખાંડનાં પાકાં સીધાં આપો.” પછી ફરીને બોલ્યા એટલે એ વૃદ્ધ સંન્યાસી બોલયા કે “ તો આપ બહુત રાજી થયા છો તો સાકરનાં આપો.” પછી તે આપ્યાં ને તે લઈને ગયા.

પછી શ્રીજીમહારાજ હસતા હસતા સર્વસભાને બોલ્યા કે “આપણે ઓલ્યો વૃદ્ધ હતો, તેના મોઢાને પાકાં સીધાં આપ્યાં, ને ઓલ્યો કાણિયો તો ધરાઈને સુરાબાપુનો માર ખાય એવો હતો.

  • સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો… 🙇🏻‍♂️🙏