આદિ આચાર્યશ્રી અયોધ્યાપૃસાદજી મહારાજે જેમને વર્તમાન ધરાવેલા એવા સત્સંગની ધરોહર સમા છડીદાર ને મુકતરાજ કેસરભગતનો જન્મ શ્રી મનીઆવ ગામના ગઢવી હરિભાઈ મહેડુને ત્યાં થયો હતો.

Gujarati

અમદાવાદ ગાદીના છડીદાર મહામુક્તરાજ કેસરભગત

આદિ આચાર્યશ્રી અયોધ્યાપૃસાદજી મહારાજે જેમને વર્તમાન ધરાવેલા એવા સત્સંગની ધરોહર સમા છડીદાર ને મુકતરાજ કેસરભગતનો જન્મ શ્રી મનીઆવ ગામના ગઢવી હરિભાઈ મહેડુને ત્યાં ચારણકુળમાં સં.૧૯૨૦ માં થયો હતો. પિતાનું નામ ગઢવી હરિભાઈ અને માતુશ્રીનું નામ શ્રીરાજબા હતું જેઓ સદગુરુ શ્રીદેવાનંદસ્વામીના કુળમાં બળોલગામે જન્મેલાં હતાં. દેશકાળના વિષમપણાથી સખત કોલેરા ફાટી નીકળતાં શ્રી હરિભાઈ ગઢવીના ધર્મપત્નિ રાજુબાદેવી અને બે પુત્રો મળી ત્રણ કોલેરામાં ધામમાં ગયા, બન્ને પુત્રોને એક જ ચિતામાં અગ્નિ સંસ્કાર કરેલ હતો. તે પછી મોટા દિકરા શ્રી હસુદાનજી અને ચોથા સહુથી નાના દીકરા શ્રી કેસરદાનને પણ કોલેરા થયું. તેજ રાત્રે શ્રીજી સ્મરણ કરી શ્રી હરિભાઈ ગઢવીએ મનમાં વિચાર્યું કે, હવે ગૃહસ્થાશ્રમ તો શ્રીજી ઈચ્છાથી વેરવિખેર થઈ ગયો. પોતે માનતા કરી કે જો “આમાંથી અમો ત્રણે ઉગરીએ તો શ્રી નરનારાયણ દેવની સેવામાં હું આ બાળકને અર્પણ કરીશ.” શ્રીજી મહારાજની કૃપાથી ત્રણેય સાજા થયા ને હરિભાઈએ કેસરદાનને અમદાવાદ આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના ચરણે ધર્યા.

મહારાજશ્રીના દિકરા શ્રીપુરૂષોત્તમ પ્રસાદજી જ્યારે નિશાળે ભણવા પધારતા ત્યારે તેની ગાદલી અને દફતર લઈ સાથે જતા એમ સેવા કરતાં. જ્યારે શ્રી પુરૂષોત્તમપ્રસાદજી મહારાજ ગાદીએ આવ્યા ત્યારે તેમની પણ છડી પુકારી હજુરી પાર્ષદ તરીકે સેવામાં રહ્યા હતા. તે જ રીતે જ્યારે શ્રીવાસુદેવપ્રસાદજી મહારાજ શ્રી ધર્મકુળમાં(હિન્દુસ્તાનમાં)થી અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીની ઉંમર ધણી જ નાની હતી. તેથી તેમની સંપૂર્ણ સંભાળ રાખવાની જવાબદારી સત્સંગ સમાજે શ્રી કેસરભકતને સોપી હતી પોતે પણ એ ઉમદા તક મળતાં અહર્નિશ શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજની સેવામાં રહ્યા હતા. મહારાજશ્રીની બહુ જ નાની ઉંમરના હોવાથી રાત્રે પણ કેશરભકતની પાસે જ જોડાજોડ ઢોલીયો ઢળાવી પોઢતા. તેમને ગાદીએ બીરાજી પોતાને ઉછેરનાર સેવક ભકતની કદર જાણી ખાસ ભરોસાપાત્રને શ્રીજીની શુદ્ધ ઉપાસનાવાળા ભકત જાણી પોતાની તહેનાતમાં રાખી છડી બંધાવી સ્વારીમાં સાથે જ રાખતા ત્યાર પછી વિદ્યમાન ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મ થતાં આચાર્ય મહારાજશ્રીની આજ્ઞાથી એ લાલજી મહારાજશ્રીની સેવામાં રહ્યા, શ્રીજીકૃપાથી તે મહારાજશ્રીના દીધાર્યુ લાલજી મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો જન્મ થતાં તેમની સેવા પણ શ્રી કેસરભકતને સોંપાણી. આમ આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનાં વર્તમાન ધારણ કરનાર મહામુકતરાજ શ્રી કેસરભકતે અમદાવાદની ગાદીના આદિ આચાર્યશ્રીના અને છઠા લાલજી શ્રી તેજેન્દ્રપૃસાદીજીમહારાજશ્રી સુધી સત્સંગમા રહી સેવા કરીને પોતેઅક્ષરધામ સીધાવયા.

  • સદગુરુ શ્રીબૃહ્માનંદ સ્વામી જીવનકવન માંથી…… 🙏

Goto Naviagation👇


Hindi

अहमदाबाद गादी के छड़ीदार महामुक्तराज केसर भगत

आद्य आचार्य श्री अयोध्याप्रसादजी महाराज से जिन्होंने पंच वर्तमान ग्रहण किए थे, ऐसे स्वामीनारायण सत्संग के आधारस्तंभ और निष्ठावान छड़ीदार महामुक्तराज केसर भगत का जन्म संवत १९२० में मणीआव गाँव में चारण कुल के भक्त हरभाई मेहडू के घर हुआ था। उनके पिता का नाम हरभाई और माता का नाम राजबा था, जो सद्गुरु देवानंद स्वामी के कुल में बलोल गाँव में जन्मी थीं। उस समय भीषण काल-परिस्थिति के कारण क्षेत्र में हैजा (कॉलरा) की भयंकर महामारी फैल गई। हरभाई गढ़वी की धर्मपत्नी राजुबा देवी तथा उनके दो पुत्र हैजे की चपेट में आकर अल्प समय में ही गोलोकवासी हो गए। दोनों पुत्रों का एक ही चिता पर अंतिम संस्कार करना पड़ा। इसके उपरांत उनके बड़े पुत्र हसुदानजी और सबसे छोटे चौथे पुत्र केसरदान भी हैजे से गंभीर रूप से पीड़ित हो गए। उस दारुण रात्रि में हरभाई गढ़वी ने श्रीजी महाराज का स्मरण करते हुए मन में विचार किया कि ‘श्रीजी की इच्छा से गृहस्थाश्रम तो तितर-बितर हो गया है।’ उन्होंने श्री नरणारायण देव के सम्मुख मनौती मानी कि ‘यदि हम तीनों इस महामारी से जीवित बच गए, तो मैं अपने इस बालक को जीवन भर श्री नरनारायण देव और आचार्यश्री की सेवा में समर्पित कर दूँगा।’ श्रीजी महाराज की कृपा से तीनों स्वस्थ हो गए और हरभाई अपने पुत्र केसरदान को लेकर अहमदाबाद श्री नरनारायण देव मंदिर पहुँचे और आद्य आचार्य श्री अयोध्याप्रसादजी महाराज के श्रीचरणों में समर्पित कर दिया।

आचार्य महाराजश्री के सुपुत्र श्री पुरुषोत्तमप्रसादजी जब विद्यालय में अध्ययन करने जाते, तब बालक केसरदान उनका बस्ता और गद्दे-आसन लेकर उनके साथ विद्यालय जाते और छाया की भाँति सेवा करते थे। कालांतर में जब श्री पुरुषोत्तमप्रसादजी महाराज अहमदाबाद गादी पर आसीन हुए, तब केसर भगत ने उनके हजूरी पार्षद और छड़ीदार के रूप में अनन्य सेवा की। इसके पश्चात जब धर्मकुल (उत्तरी भारत) से श्री वासुदेवप्रसादजी महाराज अहमदाबाद पधारे, तब उनकी आयु अत्यंत अल्प (बाल्यावस्था) थी। सत्संग समाज ने बाल स्वरूप वासुदेवप्रसादजी महाराज की संपूर्ण देखरेख और लालन-पालन का पावन दायित्व केसर भगत को सौंपा। केसर भगत ने इसे अपना परम सौभाग्य मानकर अहोरात्र उनकी सेवा की। बाल महाराजश्री इतने स्नेहवश थे कि रात्रि में भी केसर भगत के ढोलिये के समीप ही अपना ढोलिया लगवाकर शयन करते थे। गादी पर विराजित होने के उपरांत आचार्य श्री वासुदेवप्रसादजी महाराज ने अपने इस पालक सेवक के अनन्य समर्पण और श्रीजी महाराज की शुद्ध उपासना को जानकर उन्हें अपनी निरंतर सेवा में रखा और सवारी में सदा अपने साथ रखा। तत्पश्चात जब आचार्य श्री देवेंद्रप्रसादजी महाराज का जन्म हुआ, तब उनकी आज्ञा से केसर भगत लालजी महाराज की सेवा में रहे। और आगे चलकर जब वर्तमान धर्मधुरंधर आचार्य महाराजश्री तेजेन्द्रप्रसादजी महाराज का प्राकट्य हुआ, तो उनके बाल्यकाल की सेवा का सौभाग्य भी केसर भगत को ही प्राप्त हुआ!

इस प्रकार आद्य आचार्य श्री अयोध्याप्रसादजी महाराज के समय से लेकर गादी के छठे स्वरूप आचार्य श्री तेजेन्द्रप्रसादजी महाराज तक—छह पीढ़ियों तक निष्कपट, निष्काम और अखंड सेवा करते हुए महामुक्तराज केसर भगत अंत में श्रीजी महाराज के परमधाम अक्षरधाम को सिधारे।

  • सद्गुरु श्री ब्रह्मानंद स्वामी जीवन-कवन से… 🙏

Goto Naviagation👇


English

Ahmedabad Gadi’s Herald Mahamuktaraj Kesar Bhagat

Blessed with initiation into the sacred vows by Adi Acharya Shri Ayodhyaprasadji Maharaj, Mahamuktaraj Kesar Bhagat was a pillar of devotion and the venerable herald (Chhadidar) of the Ahmedabad Gadi. He was born in Samvat 1920 in the village of Maniav into the Charan community to Haribhai Mehdu and his devout wife Rajba, who hailed from the family of Sadguru Devanand Swami in Balol. During a catastrophic outbreak of cholera, Haribhai’s wife Rajuba and two of their sons succumbed to the plague within days; both boys were cremated on a single funeral pyre. Soon after, his elder son Hasudanji and youngest son Kesardan were also afflicted with virulent cholera. In that agonizing night, remembering Shriji Maharaj, Haribhai reflected, ‘By the divine will of Shriji, my worldly household has been shattered.’ He made a solemn vow before Shri Narnarayan Dev: ‘If the three of us survive this calamity, I shall dedicate this young child entirely to the lifelong service of Shri Narnarayan Dev and the revered Acharya.’ By the grace of Shriji Maharaj, all three survived. Haribhai brought his young son Kesardan to Ahmedabad and surrendered him at the lotus feet of Adi Acharya Shri Ayodhyaprasadji Maharaj.

When Acharya Maharaj’s son, Shri Purushottamprasadji, attended school, young Kesardan accompanied him carrying his satchel and seating mat, serving him like a devoted shadow. When Shri Purushottamprasadji Maharaj later ascended the ancestral seat of the Ahmedabad diocese, Kesar Bhagat served as his personal attendant and official royal herald (Chhadidar). Later, when Shri Vasudevprasadji Maharaj arrived in Ahmedabad from Chhapaiya (Dharmakul), he was merely a young child. The Satsang congregation entrusted the complete upbringing and guardianship of the young heir to Kesar Bhagat. Kesar Bhagat embraced this sacred opportunity with total devotion, attending to Shri Vasudevprasadji Maharaj day and night. The young Maharaj was so deeply attached to him that even at night, his bed was placed right alongside Kesar Bhagat’s cot. Upon ascending the Gadi, Acharya Shri Vasudevprasadji Maharaj, deeply appreciating his guardian’s sterling loyalty and pure devotion to Shriji Maharaj, kept him constantly by his side in all royal processions. Furthermore, upon the birth of Acharya Shri Devendraprasadji Maharaj, Kesar Bhagat was appointed to care for the infant prince. Later, when the revered Acharya Shri Tejendraprasadji Maharaj was born, the blessed privilege of attending to him in infancy was also granted to Kesar Bhagat!

Thus, spanning from Adi Acharya Shri Ayodhyaprasadji Maharaj down to the sixth generation—Acharya Shri Tejendraprasadji Maharaj—Mahamuktaraj Kesar Bhagat rendered unblemished, selfless, and continuous devotional service across six generations of the Dharmakul before departing peacefully for Akshardham.

  • From Life and Works of Sadguru Brahmanand Swami… 🙏