અમરેલી જીલ્લા મા લીલીયા તાલુકા મા દાડમા નામે ગામ છે ત્યાં નથુ ભક્ત કરીને એક કર્મકાંડી બૃાહ્મણ સત્સંગી રહેતા.
Gujarati
દાડમાના નથુ ભક્ત અને વાડાશિનોરના અભેરામ
અમરેલી જીલ્લા મા લીલીયા તાલુકા મા દાડમા નામે ગામ છે ત્યાં નથુ ભક્ત કરીને એક કર્મકાંડી બૃાહ્મણ સત્સંગી રહેતા. તેઓ એકવખત દર્શન કરવા ગઢપુર ગયા. જોગાનજોગ એ વખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગઢપુર હતા. સ્વામીના ભાવથી દંડવત કરીને દર્શન કર્યા. સ્વામી એ એમને સત્સંગી કર્યા ને પંચવર્તમાનની વાતો કરી ને લાલજી ને શાલિગ્રામ દરરોજ પુજન કરવા દીધા. નથુ ભક્ત તો રાજી થયા થકા લાલજી ને પોતાના ઘેર સેવા કરવા લઇ ગયા. ભગત ના ઘરવાળા કુસંગી તે વ્યસન થી તમાકુ ખાય. એકવખત ભગતે ઘરે લાલજી ને જમવા સારુ થાળ કર્યો પણ એની ઘરવાળુ ચુલા ની આગમૂણ મા થૂંકી. ભગત તો સમસમી ને ગુસ્સે થયા. લાલજી ને શાલીગૃામ ને લઇ ને નથુ ભક્ત તો ગઢપુર પાછા આવ્યા. મંદિરમા આવીને સ્વામી પાસે વાત કરી ને સેવા ન કરી શક્યા થી દિલગીરી વ્યક્ત કરી. સ્વામી એ આશીર્વાદ દીધા ને બોલ્યા કે ભગત, જાઓ મહારાજ સૌ સારા વાના કરશે. સ્વામી ના આશીર્વાદે એમના ઘરવાળા નુ હૃદય પરિવર્તન થયું ને બાઇએ માફી માંગી સત્સંગી થઇ ને હેતપૃીતે લાલજી ને શાલિગ્રામ ભગવાનની સેવા કરવા લાગી.
શ્રીહરિ વડતાલ મા બીરાજતા હતા. ગોમતી કાઠે આંબલા હેઠે રોજ સભા કરતા. એકદિવસે ગામ વાડાશિનોરના હરિભકત અભેરામ શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા હતા. પોતે દર્શન કરીને ભગવાનપણા નો નિશ્ચય કર્યો ને પોતાને ગામ ઘેર જઈને પોતાની માને શ્રીજીમહારાજના ભગવાનપણાના નિશ્ચયની વાત કરી ને બોલ્યા કે માં શ્રીહરિ તો સર્વઅવતારના અવતારીને સર્વેના નિયંતા છે હો..! ત્યારે તે ડોસી બોલ્યા જે, “બેટા અભેરામ, કાં તો સ્વામિનારાયણ ભગવાન નથી, ને કાં તો તે સ્વામિનારાયણને ભગવાન જાણ્યા નથી. જાણ્યા હોય તો ભગવાનને મેલીને અહીં આવા દુખરુપ સંસાર મા શા સારું દોડ્યો આવે?” એમ પછે તો નિત્યે મા-દીકરાને જ્યારે પણ સત્સંગની વાતે સંવાદ થાય ત્યારે કહે જ…!
પછી એકવાર તે અભેરામ વડતાલે મહારાજને દર્શને આવ્યા. ત્યારે પોતાના મનમાં વિચાર્યું: “ડોસી વડતાલ નજીક પીજ ગામમાં મારે મોસાળે આવ્યા છે, ને તેમને તેડી આવીને મહારાજનાં દર્શન કરાવ્યા હોય તો સારું.’ પછી ડોસીને તેડી આવીને શ્રીજીમહારાજનાં દર્શન કરાવ્યા.
મહારાજનાં દર્શન કરીને તે ડોસીને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. પછી ઉતારે ગયા ને તેમને તાવ આવ્યો. પછી તે ડોસી બોલ્યાં જે, “અભેરામ ! મને શ્રીજીમહારાજનાં દર્શન કરાવ.” તે અભેરામ દોડતા દોડતા મહારાજના પાસે આવીને બે હાથ જોડીને કહે કે, “મારી ડોસીને તાવ આવ્યો છે. તે તમે તેને દર્શન દેવા પધારશો?” પછી ભક્તવત્સલ શ્રીહરિ કહે ચાલો અમે તો અમારા ભક્તના વાંસે આ દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અમારા ભક્ત નુ યોગક્ષેમનુ વહન અમે કરવા જ તો અક્ષરધામ થી પધાર્યા છઈએ, તો ચાલો અમે અત્યારે જ દર્શન દેવા પધારીશુ.
શ્રીજીમહારાજ સભામાંથી ઉઠ્યા ને મુળજી બૃહ્મચારીને સાથે લઇને ડોસીને દર્શન દેવા ઉતારે પધાર્યા. ડોશીને તો હરખના આંસુની ધાર વહેતી થઇને દર્શન કરીને કૃતાર્થ થઇ ગયા. મહારાજ તેમને દર્શન દઈને ઉતારે પધાર્યા ને ડોસીએ સૌને હેતથી જય શ્રી સ્વામિનારાયણ કહ્યા ને બોલ્યા કે મને શ્રીજી તેડવા આવ્યા છે ને હુ એમના સાથે અક્ષરધામમાં જાઈશ ને એમ હાલતા ચાલતા વાતો કરતા કરતા દેહ મેલ્યો.
- શ્રી સહજાનંદ સ્વામી ચરિત્ર તથા સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામીની વાતો…….. 🙇🏻♂️🙏