નિલકંઠવર્ણી મહાપૃભુ અનંતજીવો ના કલ્યાણ ને અર્થે વનવિચરણ કરતા કરતા ભાવનગર જીલ્લાના કૂકડ ગામના ગોંદરે પધાર્યા હતા.

Gujarati

કૂકડમાં નિલકંઠ વર્ણી અને ભગવાનસીંહજી દરબાર

નિલકંઠવર્ણી મહાપૃભુ અનંતજીવો ના કલ્યાણ ને અર્થે ૧૨૦૦૦ કીમી નુ વનવિચરણ કરતા કરતા અનેક ગાઢ જંગલો, નદીઓ, સરોવરો, વેરાન વગડો, ગામડાઓને નગરો ને પાવન કરતા કરતા ગુજરાત મા સુરત, નર્મદા, વડોદરા, બોચાસણ, પોલારપુર, ખોડાભાઇના સદાવ્રત તેમજ ગોરાડ ગામની વાડીએ વગેરે અનેક સ્થળો એ પધારી ને સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે પહોચયા હતા. જયા જયા થી વર્ણી પસાર થતા ત્યાં મુમુક્ષુ લોકોને પોતાના દિવ્ય આકર્ષિત સ્વરુપ મા મોહી લેતા. લોકો આશ્ચર્ય ને અહોભાવ થી દર્શન કરતા ને કોઇ કોઇ એમની ઓળખાણ પુછે તો પોતાના સ્વરુપને સમજાવતા ને આગળ ની એંધાણી આપતા.

વિચરણ કરતા કરતા નિલકંઠ વર્ણી ભાવનગર જીલ્લાના કૂકડ ગામના ગોંદરે પધાર્યા હતા. અહીયા ગામ વચાળે થઇને ગામધણી દરબાર ની ડેલીએ થી નીસર્યા એ સમયે ગામધણી દરબાર ભગવાનસીંહજી ને એમના કામદાર ખોજા જીવા ઠક્કર બેઠા હતા. નિલકંઠ વર્ણીએ નમો નારાયણ કર્યા ને ઉભા રહ્યા, એટલે દરબાર ને મનમા થયું કે કોઇક માંગણ સાધુ બૃહમચારી હશે. દરબારે મુર્તી ના દર્શન કરતા જ ભાવ થયો તે પુછયુ કે બૃહમચારી કયા રેવુ? શુ નામને તમારી કઇ જાત્ય ?

નિલકંઠ વર્ણીએ ખુમારીથી જવાબ દીધો કે દરબાર ! અમારો દેશ તો અનિર્દેશ, નામ અનંત ને જાત્ય ના બૃહ્મ છીએ. અમે ખુદ અમે અમારા નામ ગણી શકતા નથી. આમ આટલું કહીને ચાલતા થય ગયા. દરબાર તો કશુ સમજ્યા નહી પણ એમના અંતરમા એ પરબૃહ્મ પરમાત્માના વાક્યો જનમોજનમ ના ભેદ ભેદીને અનોખી ઠંડક પૃસરાવી ગયા.

દરબારના કામદાર જીવા ઠક્કર ચતુર હતા, એમણે મનમા વીચારયુ કે આ વર્ણી ની દિવ્ય આભા જ કઇક અલગ છે ને એ બીજા સાધુ મહાત્માઓ જેવા એ નથી, હજુ સુધી આવી અલૌકિક ઇશ્વરીય અગમ વાણીને આ દિવ્ય સ્વરુપ ની ઝાંખી બીજા મનુષ્ય મા ક્યારેય જોઇ નથી એમ સમજી ને જીવા ઠક્કરે તરત જ દરબાર ને કીધુ કે ભગવાનસીંહજી બાપુ, તમે માનો કે ન માનો, એ કોઇ મોટા જોગી હતા હો, આપડે એમનુ સન્માન કરીને રોક્યા નહી એ ખોટુ કર્યું.

ભગવાનસીહજી બાપુ મુમુક્ષુ હતા એટલે તરત જ બોલ્યા કે જીવા, તુ કેય છે ઇ માળું ખરુંય હોય હો, મનેય ઇ ગયા ત્યારના એમની મૂરત મનમાં રમે છ, એક કામ કરઇ કે આપડે વાહોવાહ જાઇ, ઇ હજુ બવ આઘા નહી ગયા હોય, આપડે એને પાછા તેડી લાવઇ.

એમ વીચારી ને બેય ઉતાવળે પગે નિલકંઠવર્ણી હાલ્યા તા ઇ કેડે હાલ્યા ત્યાં નદીના કિનારે પોગ્યા ત્યાં આંબાના વૃક્ષની નીચે મૃગચર્મ પાથરીને પદ્માસન વાળીને બંધ નેત્રો કરીને વર્ણીને સ્થીર દ્રષ્ટીએ ધ્યાનમાં બેઠેલા જોયા. પાસે તૂંબીપાત્ર પડ્યું હતું. બને પાસે જઇને સ્પર્શ કરીને પગે લાગ્યા એટલે વર્ણી ધ્યાનમાંથી જાગ્યા.

ગામધણી ભગવાનસીંહ દરબાર બોલ્યા કે બૃહ્મચારી, તમે અમારા આંગણે થી આમ ભૂખ્યા જાઓ એમા અમારી શોભા નહી, અમારા આતિથ્ય નો સ્વીકાર કરો ને દરબારગઢ મા પધારો. આપની અગમવાણી અમે અબૂધ કાય સમજ્યા નહી માટે અમને ફોડ પાડો ને અમ પામરને તમે તમારું જ્ઞાન પીરસીને પાવન કરો.

ધીરગંભીર ઘેરા સાદે વર્ણી બોલ્યા કે દરબાર, તમે સીધું અહી લઇ આવો, અમે આયા રસોઇ બનાવી ને જમીશું. અમે આમેય વસતી મા બહુ જાતા નથી. અમને તો વનવગડો પસંદ છે.

તરતજ દરબારે જીવા ઠક્કર ને મોકલીને સીધું મંગાવ્યું તે વર્ણી એ કરગઠીયા નો મંગાળો કરીને બાંટી બનાવી ને ભાજી સાથે શાલીગૃામ ભગવાન ને નૈવૈધ ધરાવી ને થોડું જમ્યા ને દરબાર ને જીવા ઠક્કર ને પૃસાદી આપી. બંને પૃસાદ જમીને અનહદ આનંદ પામ્યા.

વર્ણી અમને ફરીને પધારવા નુ વચન આપીને ચાલી નીકળ્યા ને ગામ દીયોર પધાર્યા જયા ગામના ચોરે ગવઢીયાવ બેઠા બેઠા ગામગપાટા મારતા હતા એમને ઉપદેશ આપીને ભાવસાર ના ઘેર થી સીધું મળ્યું એ લઇને રસોઇ કરી જમ્યા. આમ વાટમા ગામોગામ કેટકેટલાય આત્માઓના પરમ કલ્યાણ કરતા ચાલ્યા….

  • નિલકંઠ ચરિત્ર માથી…. 🙇🏻‍♂️🙏