એકવખત ગઢપુર મા દાદાના દરબાર મા લિંબતરુ તળે ઢોલીયા ઉપર ગાદી તકિયે શ્રીહરિ બીરાજમાન હતા ને સંતો ભક્તો ને સાંખ્યયોગીઓની સભા ભરાઇ હતી.

Gujarati

નંદસંતોની વિશિષ્ટતાઓ અને મુક્તાનંદ સ્વામીની ગુરુભક્તિ

એકવખત ગઢપુર મા દાદાના દરબાર મા લિંબતરુ તળે ઢોલીયા ઉપર ગાદી તકિયે શ્રીહરિ બીરાજમાન હતા ને સંતો ભક્તો ને સાંખ્યયોગીઓની સભા ભરાઇ હતી. એ વખતે શ્રીહરિ બોલ્યા કે સૌ સંતો તમારામાં જે વિશિષ્ટ ગૂણો હોય તે અમને જણાવો..! સદગુરુ મુકતાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ..! આપની કૃપાથી સામે થી કોઇ ખુલ્લી તલવારે મારવા આવતો હોય તો એના સન્મુખ જઇને વાત્ય કંરુ તો એનો કૃોધ પીગળી જાય ને કોઇ ગમે એવા કઠણ મનનો માણહ હોય એને તમારા પૃતાપની વાત કંરુ તો એનું અંતર ઓગળી જાય. શ્રીહરિ કહે સ્વામી એ વાત તમારી સાચી, તમારી વાતોએ જ અમદાવાદ મા જૈન વણિકોને રહસ્ય સમજાયુ હતું.

બૃહ્મમુનિ કહે કે હે મહારાજ..! આપના આશીર્વાદ થી હુ મારા કાવ્ય મા એકવખત ગૂઢ શબ્દ વાપરું એ ફરી ફરીને ન આવે ને મારે શબ્દ ગોતવા ન જાવા પડે, કાવ્ય મા એવી ઝાઝકમાળ આવે કે કોઇ દોષ જણાય નહી એવી ઝાઝકમાળ બીજો કવિ ન લાવી શકે..!

નિત્યાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ આપની કૃપાએ મને શાસ્ત્રાર્થ મા ભારતવર્ષ મા કોઇ જીતી ન શકે એવી વિદ્વતા આપના પૃતાપે છે.

સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ..! આપની મરજી વીના તો અનંતકોટી બૃહ્માંડ મા તણખલું પણ હલવાને સમર્થ નથી, પણ આપ કહો તો આપના વતિ હુ એ અનંતકોટી બ્રહ્માંડ ચલાવી જાણું. શ્રીજી મહારાજ હસ્યા ને બોલ્યા કે સ્વામી તમે વાત કરી એ સાચી છે.

એકવખત શ્રીજીમહારાજે સદગુરુ મુકતાનંદ સ્વામીને પુછયુ કે હે સ્વામી..! એક શેર ચોખામાં કેટલા માણહ જમે? ત્યારે સ્વામી બોલ્યા કે હે મહારાજ..! તમે જેટલા કહો એટલા જમે..! ત્યારે શ્રીહરિ બોલ્યા કે પાંચ માણહ જમે? ત્યારે સ્વામી કહે હા મહારાજ…! પાંચ માણહ જમે. ત્યારે મહારાજ કહે દહ માણહ જમે કે? ત્યારે સ્વામી કહે હા મહારાજ દહ માણહ જમે..! વળી મહારાજ કહે સો કે પાંચસો માણહ એક શેર ચોખા મા જમે કે? ત્યારે સ્વામી કહે હા મહારાજ..! તમે ધારો તો સો કે પાંચસો પણ જમી શકે..!

ત્યારે શ્રીજીમહારાજ કહે તમે આમ કેમ હા મા હા કેમ કહો છો? તમે ખોટા છો? એક શેર મા પાંચસો માણહ કેમ જમે..? ત્યારે સ્વામી બોલ્યા કે હે મહારાજ..! માણહ ને શેર જમવું કે એક ચોખાનો દાણો જમવો એ તો તમે નિરમ્યું છે, બાકી તમ વિના એ ચોખાના દાણાને પચવવા કોઇ શકિતમાન નથી. આપ જ સર્વ ના કર્તાહર્તા ને સર્વનિયંતા છો. શ્રીજીમહારાજ ઘણા રાજી થયા ને બોલ્યા કે સ્વામી તમે ગુરુભક્ત ખરા હો..! આવી જ રીતે શ્રીજીમહારાજ એકવખત રુમાલ બતાવી ને સ્વામી ને કહે આ શુ છે ? ત્યારે સ્વામી કહે હે મહારાજ એતો રુમાલ છે. ત્યારે શ્રીજીમહારાજ કહે સ્વામી આતો તલવાર છે. ત્યારે સ્વામી કહે હા મહારાજ ! એ તો તલવાર છે. તલવાર મા કાપવાની શકિત તમે જ મુકી છે. આપ જો ધારો તો એ શકિત આ રુમાલ મા પણ મુકી શકો છો. પુર્વે દેવોએ તમારી આજ્ઞાથી દરિયાના પાણી ના ફસોટાથી દૈત્યોના માથા વાઢ્યા જ હતા ને..! શ્રીહરિ કહે સ્વામી આખાયે બૃહ્માંડ મા તમારી સાધુતાને ગુરુભકિત અજોડ છે

  • શ્રીહરિચરિત્રચિંતામણિ..! 🙇🏻‍♂️🙏