કચ્છદેશમા વાંઢીયા કરીને ગામ છે ત્યાં પુરવ જન્મના મુમુક્ષુ બૃાહ્મણ દંપતિ પાંચો અને એના પત્નિ રહેતા હતા.

Gujarati

વાંઢીયાના બ્રાહ્મણ દંપતિ અને શ્રીજી મહારાજ

કચ્છદેશમા વાંઢીયા કરીને ગામ છે ત્યાં પુરવ જન્મના મુમુક્ષુ બૃાહ્મણ દંપતિ પાંચો અને એના પત્નિ રહેતા હતા. બને છેલ્લા સાત જન્મથી અખંડ બૃહ્મચર્યપાળી ને પૃભુભજન કરતા હતા. એમની આ અડગ ટેક જોઇને શ્રીહરિ એમને ઘરે દર્શન દેવા ગયા હતા. એ વેળા એ વાંઢીયા ગામે ચાલતા જતા વખતે રસ્તામા ચોર લૂંટારા મળ્યા તે ખાવાના ભાથાની સુખડી શ્રીહરિએ ચોરોને અપાવી દીધી. રસ્તે ચાલતા ચાલતા જાતા થોડેક આગળ વધ્યા ત્યાં શ્રીજીમહારાજ બૃહમચારી ને બોલ્યા કે હવે આગળ ચલાશે નહી, બહુ ભુખ લાગી છે. રસ્તે આગળ જાતા એક ખેડૂત કરશનદાસ પટેલ ગાડું લઇને જાતા હતા એમના ગાડા મા એમણે શ્રીહરિને બેસારયા. મુળજી બૃહ્મચારી બોલ્યા કે પૃભુ આપ ગાડા મા બીરાજો , હુ તો આપનો સેવક છુ તે હુ પાછળ ચાલતો આવીશ એમ કહીને ચાલવા લાગ્યા. ભક્તવત્સલ શ્રીહરિએ મુળજીબૃહ્મચારી ને બે ત્રણ વખત વારાફરતી ગાડામા બેસી જાવા કહ્યું પણ બૃહ્મચારીજી બેઠા નહી ને ચાલતા રહ્યા. શ્રીહરિ એ યુકિત કરીને ગાડા મા વજન વધાર્યો એટલે બળદ ગાડે ચાલતા ધીમા પડી ગયા. ગાડા ખેડુ કરશનદાસે પોતે બળદ ને ઉતાવળા હાંકવા પૃયતન કરી જોયો પણ બળદ ચાલી જ ન શક્યા. શ્રીહરિ મંદ મંદ હસતા કહે કે આ ઓલો ભામણ વાહે વાહે હાલ્યો આવે ઇ કામણ ટુમણીયો છે. એને મંત્રવિદ્યા આવડે છે. એણે જ કાંક મંત્રવિદ્યા કરીને તારા ગાડામા વજન વધારી દીધું છે એટલે બળદ ગાડાંને ખેંચી શકતા નથી. હવે એ ભામણ ને ગાડામા બેહારીએ તો ગાડુ ફરીને ચાલતું થાય. બળદગાડા વાળા ખેડૂત કરશનદાસ પટેલે ગાડું ઉભુ રાખી ને મુળજી બૃહમચારી ને આજીજી કરીને ગાડામા બેસારયા, તુરંત શ્રીહરિએ વજન ઘટાડ્યું એટલે ગાડું પંથે ચડ્યું ને થોડીવાર આગળ જતા વાંઢીયા ગામ આવ્યું.

ગામમાં પહોંચતા પહોંચતા સંધ્યા ઢળી ગઇ હતી. એ સમયે શ્રીહરિ ને મુળજી બૃહમચારી ગામની ધર્મશાળા મા ઉતારો કર્યો. કરશનદાસ પટેલ ગામમાં પાંચા નામના પવિત્ર બ્રાહ્મણના ઘરે થી એમના છોકરાવ સારુ રાખેલ ખીચડી લઇ આવ્યા ને શ્રીજીમહારાજ ને જમવા આપી. શ્રીજીમહારાજ અંતર્યામી પણે જાણીને તે સમે ધર્મશાળાએ થી ચાલતા થકા એ પવિત્ર બૃાહ્મણ દંપતિ ને ઘેર પધાર્યા ને બોલ્યા કે તમે આ ખેડુ સાથે ખીચડી મોકલાવી પણ એ તમારા બાળકો ના પૃારબ્ધનુ અન્ન અમે જમીશું નહી એટલે તમે પરત રાખો. પછી બૃાહમણે સુખડી આપી તે શ્રીજીમહારાજ ને બૃહ્મચારીજી જમ્યા. શ્રીજીમહારાજને એ સુખડી જમતા વખતે એ અદ્ભુત દિવ્ય દર્શન થતા જ એ બૃાહ્મણ ને આ મુરત તો પૃગટ ભગવાન જ છે એવી પૃતિતી થઇ તે આજીજી કરી કે કાલ સવારે અમારા ધરે પૃભુ તમને જમાડવા નો અમારો સંકલ્પ પુરો કરજો. મુળજીબૃહ્મચારી તો સવારે વહેલા ઉઠીને ચાલવાની તૈયારી કરતા હતા ત્યાં શ્રીહરિ કહે કે આજ તો ખાંડ ના લાડુ ની રસોઇ જમીને જ જાઇશું. સવાર પડતા જ પાંચો બૃાહમણ ને એમના ઘરવાળા એ બેઉ દંપતીએ પવિત્રપણે લાડુની રસોઇ કરી ને શ્રીહરિ ને બૃહ્મચારીજીને જમવા બોલાવ્યા. શ્રીજીમહારાજ ને બાજોઠ ઉપર જમવા બેસારયા ને પૃેમથી પીરસવા માંડ્યું. બને દંપતિ એ છબીના દર્શન કરતા હતા ને મનમા વિચાર કરતા હતા જન્મો જન્મથી જે તપશ્ચર્યા કરી હતી એ આજ ફળીભૂત થય ગઇ. આજ પૃગટપૃભુને જમાડવા નો મોકો મળ્યો જાણીને બને રાજી રાજી થઇ ગયા. બાઇને એ સમે સમાધી થઇ ને શ્રીહરિના સ્વરુપ ની પૃતિત થઇ. સમાધીમાંથી બહાર આવીને પોતે શ્રીહરિ નુ પુજન કર્યું ને ઢોલીયે પધરાવ્યા. આ સમાધીની વાત ખેડૂત કરશનદાસને મળતા એ પણ દોડી આવ્યા ને શ્રીહરિને પગે પડ્યા આશ્રિત થયા ને સાંજને એમના ઘરે શ્રીહરિને પધરાવ્યા ને થાળ કરીને જમાડ્યા.

-શ્રી સહજાનંદ સ્વામી ચરિત્રમાંથી…. 🙇🏻‍♂️🙏