એકવખત ફઇબાના આગૃહે શ્રીહરિ ગામ મછીયાવ સર્વસંતો ભકતો સાથે પધાર્યા.
Gujarati
મછીયાવનો પુષ્પદોલોત્સવ અને બ્રહ્માનંદ સ્વામીની હાજરજવાબી
એકવખત ફઇબાના આગૃહે શ્રીહરિ ગામ મછીયાવ સર્વસંતો ભકતો સાથે પધાર્યા. ફઇબાએ વિનંતિ કરીકે હે મહારાજ..! આજ તમે પધાર્યા ને સહુ મોટા સંતો સાથે છે તો અમારે ઘરે પુષ્પદોલોત્સવ કરો. શ્રીહરિ એ રાજી થઇ ને હા કહી, એટલે સૌ સંતો ભક્તો એ હેતે કરીને પુષ્પદોલોત્સવ કર્યો ને સદગુરુ બૃહમાનંદ સ્વામી ને પૃેમાનંદ સ્વામી વગેરે સંતોએ ઉત્સવ ને અનુરૂપ કિરતનો બનાવ્યા ને ઉત્સવ મા ગાયા.
ઉત્સવ મા રમી ને શ્રીહરિ બાજુમાં પાડોશ મા કોઇનુ ઘર હતું તે ત્યાં પધાર્યા ને એ સમે સર્વ વસ્ત્રો ભીના હતા. શ્રીહરિ ઓસરીની કોરે ઉભા હતા ને બૃહ્માનંદ સ્વામી ફળીયા મા ઉભા થકા શ્રીજીમહારાજની એ ભીના લૂગડે મનોહર મૂરત જોઇને ઉચ્ચ સ્વરે બોલ્યા કે…. મારો વાલો…., ભીને વાને ને ભીને લૂગડે..! ત્યાં પાછળ થી એ ઘરધણી બોલ્યો કે પૃગટ ભગવાનના નેહ નિતરતા ભાવથી મારુ આંગણીયુ પણ ભીનું..!
આ સાંભળીને બૃહ્માનંદ સ્વામી ચમક્યા ને તુરતંજ બોલ્યા કે માળો આ ભગત…., ચારણ લાગે છ. ત્યારે એ ઘરધણી બોલ્યો કે એક દેવીપુત્ર ને એક દેવીપુત્ર જ આમ જવાબ દેય ને..!
શ્રીજીમહારાજ ઓસરીની કોરે ઉભા ઉભા કહે કે બૃહ્મમુનિ..! તમારા હાકલા ને પડકારો દેય એવા આ ચારણ છે લયો..!
શ્રીજીમહારાજ ભીના વસ્ત્ર થકા ઢોલીયે બીરાજયા ને એ ઘરધણી ચારણે શ્રીજીમહારાજ નુ પુજન કર્યું ને રાજી કર્યા.
સભા થઇ તે શ્રીહરિ બોલ્યા કે બૃહમમુનિ..! તમારા કિરતનો મા તોછડાઈ બવ હોય છે પણ સદગુરુ મુકતાનંદ સ્વામી ના પદો મા આવી તોછડાઈ નથી હોતી.
આ સાંભળીને હાજરજવાબી એવા બૃહ્મમુનિ બોલ્યા કે હે મહારાજ..! તમારી ભગવાન થયને આ વહાલા-દવલા રાખ્યા ની રીત્ય શોભે નહી હો..! અમને તો કાયમ એમ કે તમારે મન તો બધાય ભક્તો સરખા હશે.
શ્રીજીમહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે બૃહમમુનિ અમે કયા વળી વહાલા-દવલા કર્યા તે તમે આળ્ય નાખો છો? સ્વામી બોલ્યા કે જુઓ આ પંકિત મા….. *મુકતાનંદ કહે મુરખ લોક, પાધરા દીસે પાજી જો..! *
એમ આ પંકિત બોલીને બૃહ્મમુનિ બોલ્યા કે જુઓ.. મહારાજ, છે આમાં કાય તોછડાઈ..! સભામા સહુ હસ્યા.
બૃહ્માનંદ સ્વામી ને સદગુરુ મુકતાનંદ સ્વામી સાથે ખુબ પુજય ભાવ હતો તે કાયમ એમની બહુ મર્યાદા રાખતા. શ્રીજીમહારાજ ની ઉપરોક્ત વાતે આમ પંકિત બોલીને બૃહ્માનંદ સ્વામીએ સભા માં સહુને રાજી કર્યા.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ….. 🙇🏻♂️🙏