એકવખત ધાંગધ્રા રાજમા રાજા રણમલસીહજી ના દરબાર મા એક નિરાકારવાદી બૃાહ્મણ આવ્યો.
Gujarati
ધાંગધ્રાનો શાસ્ત્રાર્થ અને મુક્તાનંદ સ્વામીની વિદ્વતા
એકવખત ધાંગધ્રા રાજમા રાજા રણમલસીહજી ના દરબાર મા એક નિરાકારવાદી બૃાહ્મણ આવ્યો. રાજદરબાર મા આવીને નિરાકારવાદનુ પ્રતિપાદન કરવા વાગ્યો ને બોલ્યો કે મારે શાસ્ત્રાર્થ કરવો છે, એટલે રાજાથી સહેવાયું નહી પરંતુ આગંતુક પોતે બૃાહમણ હોવાથી રાજાથી કશુ થય શકે તેમ ન હતું. એમણે પોતાના રાજના માણહને સંદેશો લઇને શ્રીહરિ પાસે મોકલ્યો ને કહેવડાવ્યું કે હે પૃભુ, તમે તો અંતર્યામી છો. રાજમા આવેલ નિરાકારવાદી બૃાહ્મણ સાથે શાસ્ત્રાર્થ કરી શકે એવા કોઇને મોકલશો એટલી દયા કરજો.
શ્રીહરિ એ પુર્ણાનંદ સ્વામિને આજ્ઞા કરી કે સ્વામી તમે ધાંગધ્રા જાઓ ને ભગવાનના સાકારપણાનુ નિરુપણ કરજો. અમે તમારી સાથે છીએ. પુરણાનંદ સ્વામી તો તરત ઉઠયાને જોડ્ય ના સાધુ સાથે લઇને શ્રીજીમહારાજને મોટા સંતોને પગે લાગીને ચાલ્યા. શ્રીહરિએ માથે હાથ મુકીને આશીર્વાદ દીધા.
સ્વામી ધાંગધ્રા આવ્યા ને રાજદરબારમાં પહોંચતા જ સહજાનંદ સ્વામીની ઉચ્ચ સ્વરે જય બોલાવી. સ્વામી સીધા જ રાજાએ જે શાસ્ત્રાર્થ જીતે એને બેસાડવા ચાંદીની ખુરશી દરબારમા મુકાવેલી એ ઉપર જઇને બેસી ગયા. ચોપદાર તરત જ સ્વામીને બોલ્યો કે સ્વામી આના ઉપર તો જે આજનો શાસ્ત્રાર્થ સભા જીતે એને બેહવાનુ છે. સ્વામી બોલ્યા કે હુ હાલ બેઠો છુ પણ જો હારી જાઉં તો રાજમાં નીચે જમીન પર તમારા હાથે જ બેસાડી દેજો ને..! એનાથી વિશેષ અપમાન શું…! ને જો જીતી જાઉં તો તો ખુરશી મારી જ છે. રાજા રણમલસીંહજીએ બેસવાની રજા આપી. રાજાએ વિધીવત શાસ્ત્રાર્થ કરવા અનુમતિ આપી એટલે પેલો નિરાકારવાદી બૃાહ્મણ તો અટપટા સવાલો કરવા લાગ્યો પણ સ્વામીએ શ્રીહરિને સંભારીને સંસ્કૃતમાં જ શાસ્ત્રના પૃમાણો સાથે સચોટ રીતે સાકારવાદ નુ નિરુપણ કર્યું. ઘણીય લાંબી ચર્ચાને અંતે સ્વામી જીત્યા. રાજાએ સ્વામીનું યથાયોગ્ય સન્માન કર્યું. સ્વામી થોડા દિવસ સત્સંગ અર્થે રોકાયા ને પછે સ્વામી ગઢપુર પધાર્યા. શ્રીહરિને દંડવત કરીને શાસ્ત્રાર્થ જીત્યા ની વાત્ય કરી તો શ્રીહરિ રાજી થયાને પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢીને સ્વામીને પહેરાવ્યો ને બપોરે પોતાના થાળની પૃસાદી અપાવી.
ફરીને એકવખત શ્રીહરિ કારીયાણી બીરાજતા હતા તે ત્યાથી હરિભક્ત ભોજા ચારણને શ્રીહરિએ આજ્ઞા કરી કે તમે ધાંગધ્રા જાઓ ને સત્સંગ ની વાત્ય કરજો. શ્રીહરિ એ હરિભક્ત ભોજા ચારણને ખાસ ભલામણ કરીને કહ્યું કે સત્સંગ ની સરળ ને સીધી રીત્યે જ વાત કરજો. ભકતરાજ ભોજા ચારણ તો ભલે મહારાજ કહીને આજ્ઞા માથે ચડાવીને ધાંગધ્રા ગયા. ભોજાચારણે ત્યાં જઇને લોક વચાળે સદાચાર, પંચવર્તમાન, પૃગટપૃભુ ના પૃતાપની વાત્ય કરી તે ગામના વેદાંતી બૃાહ્મણો ને ગોઠ્યું નહી ને એમણે ભોજાચારણ ને વેદાંતના પૃશ્નો પુછયા એટલે તેઓ મુંજાયા ને જવાબ આપી ન શક્યા. તેઓ મુંજાંઇ ને તરત જ કારીયાણી પરત આવ્યા ને શ્રીહરિ ને વાત્ય કરી. શ્રીજીમહારાજ મનમા હસ્યા ને બોલ્યા કે વેંદાતીઓ સામે અકળાય નય એવા તો એક સદગુરુ મુકતાનંદ સ્વામી જ છે. એમ વિચારીને સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે મંડળ સાથે ધાંગધ્રા જાઓ ને એ વેદાંતી લોકો ને સત્સંગ કરાવજો. શ્રીહરિ એ ખાસ ભલામણ કરી કે પશ્નોત્તર મા આકળા ન થાજો ને શાંતિ ને ધીરજ થી જવાબ દેજો. સાથે નિરમાની રહેજો. સદગુરુ મુકતાનંદ સ્વામી સાથે મંડળમા જનારા સંતોને કહ્યું કે કોઇ કારણે ઉશકેરાઇ જતા નહી ને સ્વામીની આજ્ઞામાં રહીને મુમુક્ષુઓને સત્સંગ કરાવજો ખાસ ભલામણ કરી. સ્વામી શ્રીહરિની આજ્ઞા માથે ચડાવીને સત્સંગ અર્થે મંડળ સાથે ધાંગધ્રા ગયા.
- પુર્ણાનંદ કાવ્ય અને ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી….. 🙇🏻♂️🙏