રૂપાભાઇ પોતાના પિતા સાથે નાની વયે ખારવા ગામે રહેવા આવ્યા. ત્યાં તેમને હરિભક્ત ધના રાબાનો યોગ થયો.
Gujarati
રૂપજીભાઇ (ભૂમાનંદ સ્વામી) અને શ્રીજી મહારાજનો મેળાપ
રૂપાભાઇ પોતાના પિતા સાથે નાની વયે ખારવા ગામે રહેવા આવ્યા. ત્યાં તેમને હરિભક્ત ધના રાબાનો યોગ થયો. બંને મુમુક્ષુ જીવ તે સત્સંગ કથા વાર્તા પરસ્પર કરે. એકદિવસ ધનાભગત કહે કે રૂપજી મે ભગવાન સ્વામિનારાયણ ના દર્શન હમણાં કર્યા નથી તે મનમા બહુ દર્શન કર્યા નો તલસાટ છે, તુ સાથે આવય તો આપડે બેઉ ગઢડે જાઇએ. રૂપજીભાઇ તો તૈયાર જ હતા તે બને ભાથા બાંધીને ગઢડે શ્રીહરિ ને સંતો ભક્તો ના દર્શન કરવા ઉપડ્યા.
જેવા ગઢપુરમા ગોંદરે થી દાખલ થયા એ સમયે જ શ્રીહરિ ઘોડે અસવાર થઇને લક્ષ્મીવાડીએ પધારતા હતા. ગામોગામના સંઘ પધારેલા એ સંતો ભક્તો ને સાંખ્યયોગીઓની હજારોની ભીડ મા આ બંને મુમુક્ષુ ઓ ગઢપુર ગામની બજારના એક ખૂણે ઉભા થકા એ મનોહર છેલ છબીલાની માણીગર મૂરતના દર્શન કરતા હતા.
ગામોગામના મોટી મોટી ભરાવદાર મૂંછો ને પાઘડીઓ વાળા ગામધણી કાઠી દરબારો અને ભગવી ચૂંદડી ધારણ કરી હજારો મુમુક્ષુઓને અક્ષરધામના અધિકારી બનાવતા પરોપકારી સંતો વચાળે નવલકિશોર શ્રીહરિ શોભતા હતા. સોનેરી જરકસી વસ્ત્રો , સુરવાળ મા હિરની ફૂમકા વાળી નાડી, બેઉ હાથે બાજુબંધ, દશે આંગળીયે વેઢ, વીંટીને સોનાના કડાં ધારણ કરેલા હતા. માથે સુંદર ત્રણ છોગલા વાળી પાઘ પહેરી હતી કપાળ મા કેસર ચંદન નુ તિલક ને કુમકુમનો ચાંદલો કર્યો હતો. સદગુરુ મુકતાનંદ સ્વામી, બૃહમાનંદ સ્વામી ને પૃેમસખી વગેરે ઝાંઝ મંજીરાને દૂકડ વગાડતા થકા ગરબીઓના પદો ગાવતા હતા. આકાશમાં દેવતાઓ પણ શ્રીહરિ ના દર્શન કરી ને ધન્ય ધન્ય થતા હતા.
રૂપજીભાઇ પોતે કવિ હૃદય તે કિરતન બનાવીને ગાયું કે…., સર્વે સખી જીવન જોવા ને ચાલો રે..! શેરડીયુ મા આવે લટકંતો લાલો રે..!!
અંતર્યામી શ્રીહરિ પોતે હજારો ભક્તોની મેદની વચ્ચે પણ રૂપજીભાઇ ના અંતરના સાદને સાંભળી ગયા ને આંગળી એ ઇશારો કરી ને પોતાના પાસે બોલાવ્યા ને માથે હાથ મુકી ને આશીર્વાદ દઇને કહ્યું કે રૂપજી..! હવે કયા લગી અમારા થી દૂર રહીને આમનમ બસ આ સંસારમા ભટક્યા કરવું છે?
રૂપજીભાઇ ને જાણે એકઝાટકે જ બધાય સંસારીક બંધન તુટી ગયા ને બોલ્યા કે હે દિનદયાળ, હે અધમઓધારણ પૃભુ, બસ હવે ઘરે જાવુ જ નથી. બસ હવે તમારા ચરણે રહીને બસ એક તમને જ રાજી કરવા છે. શ્રીહરિ કહે તો ચાલો લક્ષ્મીવાડીએ અમારી સાથે..! એમ કહીને રૂપજીભાઇ ને શ્રીહરિ લક્ષ્મીવાડીએ લઇ ગયા ને ત્યાં એમને દિક્ષા દીધી ભૂદરાનંદ સ્વામી નામ પાડ્યું. સમયજતા કિર્તન ના નામાચરણ ભૂદરાનંદ સ્વામી બંધ બેસતું ન હોવાથી ભૂમાનંદ સ્વામી નામ રાખ્યું.
સદગુરુ ભૂમાનંદ સ્વામી જીવનભર કિરતનોની રચના કરીને પોતાના સુમધુર કંઠે ગાતા રહ્યા. સંપ્રદાયમાં હાલ રોજ ગવાય છે એ “જમો ને થાળ જીવન જાઉં વારી રે” એ અદભૂત થાળ ના પદની રચના સ્વામીએ જ કરી છે.
- બ્રહ્મનિષ્ઠ સંતો…. 🙏