સંવત ૧૮૬૦ ના અષાઢ સુદી પડવા ના દિવસે શ્રીજીમહારાજ પીપલાણાથી મેઘપુર ગામે પધાર્યા.
Gujarati
સદગુરુ નિત્યાનંદ સ્વામી અને શાસ્ત્રાર્થનો દિગવીજય
સંવત ૧૮૬૦ ના અષાઢ સુદી પડવા ના દિવસે શ્રીજીમહારાજ પીપલાણાથી મેઘપુર ગામે પધાર્યા. સદગુરુ રામાનંદ સ્વામી ના શીષ્ય એવા હરિભક્ત નારાયણભાઇ સોનીના ઘરે સભા કરીને બીરાજયા હતા. સભામા શ્રીહરિએ મનુષ્યદેહ ની દુર્બળતા અને આ પંચભૂતની કાયાથી ભગવાન ને ભજીને મોક્ષ પામવો એજ જીવનની સાર્થકતા છે એ ઉપર બહુ વાતો કરી. આ સભામા ઉંઝા મા મળેલા ને મૂળ ઉત્તરપૃદેશથી આવેલા મહાપૃકાંડ પંડિત એવા દિનમણિ શર્મા બેઠા હતા. એમણે પૃથમ દર્શને જ દંતપંકિતના દર્શન કરીને નિર્ણય કરેલો કે હવે દુષ્કર સંસારમા ફરીને જાવુ નથી. આજ મેઘપુર સભામા એમણે મનમા નિશ્ચય કરી લીધો ને બોલ્યા કે હે મહારાજ મને સાધુ કરો. એમના મનની ભાગવતી દિક્ષા લેવાની તાલાવેલી જોઇ છતા શ્રીહરિએ પુછયુ કે દિનમણિ શર્મા તમારે ઘેર નથી જાવુ ? ત્યારે દિનમણિ શર્મા કહે કે હે મહારાજ..! ઉંઝા ગામમાં આપના દર્શન કર્યા ત્યારથી અંતરમા ઘરબાર-સંસાર બળી ગયો છ ને હવે એને ફરીને સજીવન નથી કરવો. શ્રીજીમહારાજે બીજે દિવસ શાસ્ત્રોક્ત વિધીથી દિક્ષા આપી ને નિત્યાનંદ સ્વામી નામાભિધાન કર્યું ને બોલ્યા કે આ વિદ્વત્તા મા આખાયે ઉધ્ધવ સંપૃદાયમાં અજોડ હશે ને શાસ્ત્રાર્થ મા સંપ્રદાયનો દિગવીજય કરશે.
સમય જતા સદગુરુ નિત્યાનંદ સ્વામીની કથા સાંભળીને સત્સંગ ની મા સદગુરુ મુકતાનંદ સ્વામી બોલી ઉઠતા કે ભગવાન વેદવ્યાસજીનો અભિપૃાય જેવો નિત્યાનંદ મુનિ કહી શકે એવો કોઇ કહી શકે નહી. નિત્યમુનિ જે શ્રીમદ્ ભાગવતનો ગૃંથ વાંચે એના જેવા ઉધ્ધવજીએ પુરુષોતમ નારાયણ ને જાણ્યા એવાજ ભગવાન ના મહીમાં સમજાવી શકે એવા છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી પાટ ઉપર બેસીને કથા વાંચતા હોય ને કોઇ ગૂઢ મર્મ ની વાત કરે ત્યારે વારંવાર હરે..! હરે..! એમ ખુદ શ્રીહરિ બોલી ઉઠતા. શ્રીજીમહારાજ વારંવાર કહેતા નિત્યમુનિ બૃહ્માંજીની જેમ અગાધ જ્ઞાન ધરાવે છે. પોતાના થાળની પૃસાદી વારંવાર આપતા ને પૃસાદી ના કિમતી વસ્ત્રો ઓઢાડીને સન્માન કરતા. નિત્યમુનિ મા અપાર ગુણો હતા. પોતાની પૃખર વિદ્વત્તા ને પૃકાંડ પંડિત હોવા છતા તેઓ યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની અનુવૃતિમા જ કાયમ રહેતા.
લોયા નાગડકા મા સુરાબાપુના આગ્રહ થી શ્રીહરિ પધાર્યા ને ડોઢ મહીનો રોકાયા, ત્યારે રોજ શાકોત્સવ ની લીલાઓ થાય ને ગામોગામથી સંઘ આવતા. એ વખતે પણ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ દરરોજ વ્યાસપીઠ ઉપર બીરાજીને શ્રીમદ્ ભાગવત ના પંચમ સ્કંદની કથા કરતા. શ્રીહરિ કહેતા આ પંચમ સ્કંદ મા ભરતજીનુ આખ્યાન તે મહાચમત્કારી છે, ભરતજી એ વૈરાગ્ય થી પોતે રાજપાટનો ત્યાગ કર્યો પણ ભગવાનને વિશે અસાધારણ પિૃતીને ભકિત નોતી તો મૃગલામાં બંધાયા ને ત્રણ જન્મ લેવા પડ્યા. શ્રીજીમહારાજ નવાબના આમંત્રણે જુનાગઢ પધાર્યા હતા. નાગરો એ નવાબ પાસે માંગણી કરી કે અમારે સ્વામિનારાયણ સાથે ચર્ચા કરવી છે. એ વખતે શ્રીજીમહારાજ કહે કે તમારા બધાજ સંશયો નો જવાબ અમારા નિત્યાનંદ મુનિ આપશે. નાગરો કહે કે વડોદરા કાશી કે ડાકોરના કોઇ પંડિતોએ સ્વામિનારાયણ ને ભગવાન પૃમાણિત કર્યા છે કે તમે જાતે જ ભગવાન કહો છો? ત્યારે ધિરગંભીર એવા નિત્યમુનિ બોલ્યા કે જ્યારે સુર્ય ઉદય થાય એટલે અંધકાર આપમેળે જ નાશ પામે. એમ આ સુર્ય છે જેને કોઇ સુર્ય માને કે ન માને… સુર્ય એ તો સુર્ય જ રહેશે. એમ તમે માનો ન માનો પણ સારીય સૃષ્ટિ એમને ભગવાન માને છ એટલે તમારા કહેવાથી ફેર પડતો નથી. ત્યારે નરસીહ પંડયા નામે શાસ્ત્રી હતા એમણે દલિલ કરી કે વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ્ કેમ કહે છે? ત્યારે સ્વામી બોલ્યા કે મોટાપુરુષ ના ચરણની રજ થવામા જ માલ છે એમના મુગટ ઉપર ન બેસાય એવો શાસ્ત્ર નો મત છે. ત્યારે નરસીહ પંડયા બોલ્યા કે મહાપુરુષ ના ચરણારવિંદ જ પવિત્ર છે એટલે એમ કહ્યું છ. આ સાંભળી ને નવાબ બોલ્યા કે પંડયા, તુમ્હારી મતિ મારી ગઇ હૈ..! ખુદા કા પુરા શરીર પાક હોતા હૈ..! કભી ભી ખુદા કો કોઇ નાપાક નહી કહ સકતા.
આમ ઘણી ઘણી ચર્ચા ને અંતે સ્વામી એ સભા ત્યાં પણ જીત્યા.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ… 🙏