એકદિવસ બપોર કેડ્યે શ્રીહરિ ગઢપુર લિંબતરુ હેઠે સભા કરીને બેઠા હતા ને લક્ષ્મીવાડીએ થી પૃેમમુર્તિ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી ફુલના હાર લઇને આવ્યા.
Gujarati
સચ્ચિદાનંદ સ્વામી અને માંડવધારના વૈરાગીઓ
એકદિવસ બપોર કેડ્યે શ્રીહરિ ગઢપુર લિંબતરુ હેઠે સભા કરીને બેઠા હતા ને લક્ષ્મીવાડીએ થી પૃેમમુર્તિ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી ફુલના હાર લઇને આવ્યા. શ્રીજીમહારાજને દંડવત કરીને કરીને ફુલના હાર, ફુલની ટોપી, બાજુબંધ વગેરે ધારણ કરાવીને પુજન કર્યું. શ્રીજીમહારાજ સ્વામી ઉપર ખુબ રાજી થયા.
એ સમયે ગામ માંડવધારથી હરિભક્તો આવ્યા ને શ્રીહરિના દર્શન કરીને અરજ કરી કે હે મહારાજ..! અમારે હાલ વાડીઓમા ગોળના ચીંચોડા શરુ છે ને ગામમાં એંસી અડંગ વૈરાગી બાવાઓની જમાત આવી છે. એ બાવાઓ બહુ ઉપદ્રવ કરે છે ને કેય છે કે એક બાવા દીઠ એક કડાઇ ગોળ ની એટલે ૮૦ કડાઇ આપો નહીતર તમારા ચીંચોડા મંત્રવિદ્યા કરીને બંધ કરાવી દેશુ, આમ રોજ રોજ લોકોને યેન કેન પૃકારે હેરાન પરેશાન કરે છે. તમે કાંક કૃપા કરો તો ગામલોકોને રાહત થાયને અમારી વરહની ઉપજ બગડે નય. ભક્તવત્સલ શ્રીજીમહારાજ બોલ્યા કે ભક્તો..! આ સચ્ચિદાનંદ સ્વામી પાસે વૈરાગીઓની જમાતનો ઉપાય છે. સ્વામી તમે જાઓ ને આ ભક્તો ની બાવાઓની ઉપદ્રવ થી રક્ષા થાય એમ કાંઇક કરો. શ્રીહરિની આજ્ઞા થતા જ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી ગઢડાથી હરિભક્તો સાથે માંડવધાર આવ્યા. સ્વામીને હરિભક્તો હારે આવ્યા જોઇને વૈરાગીઓ વધારે રોષે ભરાયા. સ્વામી સાથે બધાય વૈરાગીઓ ડંફાસ મારવા મંડયા તેમાથી એક વૈરાગી બોલ્યો કે હુ તો આ ગરમ કડાઇ મા બેસુ એવી યોગશક્તિઓ ધરાવું છુ. ત્યારે સ્વામી એમને કહે તુ કડાઇ બેસતો હશ પણ હુ તો આ ચુલ્ય મા બેસી જાઉ તોય દાઝું નય એવી શકિત મને મારા ઇષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાને દીધી છ.
સ્વામી કહે એક શરત કરો કે હુ કંરુ એ તમે કરી દેખાડો તો માનું કે તમે યોગવિદ્યામા પારંગત છો. એમ કહીને સીંચોડો છોડાવી નાંખ્યો ને એક કાચા સુતરનો તાંતણો પોતાની કેડ્યે બાંધ્યો ને સામો છેડો સીંચોડા સાથે બાંધ્યો. પછી સ્વામી ગોળ ગોળ ફરતા થકા એ કાચા સુતરના તાંતણે ગોળનો સીંચોડો ફેરવ્યો. સ્વામીએ ઘણીવાર સુધી સીંચોડા ને એમ ફેરવીને વૈરાગી બાવાઓને કહ્યું કે હવે તમારામાંથી જે આ સીંચોડો આમ સુતરના તાંતણે ફેરવી દે એ જ ગોળ લે.
સ્વામીની વાત સાંભળતા જ વૈરાગીઓ બબડતા બબડતા ભાગી ગયા. સ્વામીએ આમ ગૃામજનોની આ ખાખી વૈરાગી ઓની જમાતથી રક્ષા કરી.
ગઢપુરમા એકવખત બહુ વરસાદ થયો તે રાધાવાવ પાણીથી છલોછલ ભરાઇ ગઇ તે સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે હે મહારાજ..! વરુણદેવ પૃસન્ન થયા છ ને રાધાવાવ ભરાઇ ગઇ છે તો સંતો-ભક્તો સાથે નાવા પધારો. શ્રીહરિ સાથે સૌ સંતો દરબારગઢથી વાજતે ગાજતે કિરતનો ની રમઝટ બોલાવતા થકા રાધાવાવે પધાર્યા. જેમને તરતા આવડતું હતું એ બધા વાવ મા કુદકા મારીને નાહતા હતા. બધાય પાર્ષદો પાટૂડી-દાવ રમ્યા ત્યારે શ્રીહરિ બોલ્યા કે કોઇ વાવનો તાગ લઇ આવો એવો બળીયો તરવૈયો હોય તો જાઓ. કોઇ તૈયાર ન થયું તો પોતે જ પાવઠાંમા ઉભા રહીને લંગોટ બાંધીને કુદકો મારીને તળીયે તાગ લેવા ગયા ને તળીયેથી ઘણીયવારે બહાર આવ્યા ને હાથ મા સ્ફટીકમણી નો પત્થર લાવ્યા તે દાદા ખાચર ને દીધો ને કહ્યું કે આ સ્ફટીકમણી લાડૂબાં ને આપજો. દાદાખાચર ને પણ અગાઉ શ્રીહરિએ તરતા શીખવાડયુ હતું તે એ પણ પદ્માસને પલાંઠીવાળીને ચતા તરતા હતા એ જોઇને શ્રીહરિ ખુબ રાજી થયા. શ્રીહરિ પોતે આંબલી ના ઝાડ નીચે બેઠાને નિત્યાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે સ્વામી પીપર ના ઝાડ ઉપર ચડીને ધૂબકો મારીને વાવના તળીયે જઇને અડધો કલાક ધ્યાન કરીને આવ્યા. મહારાજ બહુ રાજી થયા તે રુપીયા બે હજારની કિંમત નો ધોળી શાલ નો જોટો પોતે ઓઢતા એ સ્વામીને દીધો ને માથે બે હાથ મુક્યા. આમ ઘણીયવાર સુધી સહુ સંતો ભક્તો સાથે નહાયા ને દરબારગઢ પરત આવ્યા.
આ વાવ પાસે ઢોરા ઉપર મહારાજની મહાપૃસાદીની જગ્યા જાણીને આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે ત્યાં હાલ છત્રી બનાવી છે
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ…
🙏